રવિવાર, 30 એપ્રિલ, 2017

નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'

નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' દ્વારા 31મી વાર દેશની જનતા સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે VIP કલ્ચર પૂરૂ કરીને EPI એટલે કે એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટેન્ટ કલ્ચર પર ભાર મુક્યો.
પોતાની વાતની શરૂઆત ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની શુભકામનાઓથી કરી હતી.આજના સંવાદમાં...


- જે ગરમી અને બફારાનો અહેસાસ મે-જૂનમાં થતો હતો તે હવે માર્ચ-એપ્રિલમાં થઈ રહ્યો છે.
- પશુ-પક્ષીઓ પ્રત્યે લગાવ રાખો, બાળકોને આ શોખ વિકસાવો
- ગરમીના દિવસોમાં પોસ્ટમેન, શાકભાજીવાળા કે કુરિયર વાળાને પીવાનું પાણી આપો.
- ઉનાળુ વેકેશનમાં પોતાના કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળીને નવુ નવુ શીખવા યુવાનોને આહ્વાન આપ્યુ હતુ.
- ગર્મીમાં ભીડભાડ વાળી ટ્રેનમાં મુસાફરી કરો, ક્યારેક ગરીબ બાળકો સાથે ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમો
- ટેક્નોલોજી આખુ વરસ વાપરો છો હવે હૂન્નર વિકસાવો, પ્રેક્ટિકલ નવા નવા અનુભવ લો
- યુવાનો ટ્રાવેલિંગ, સ્વિમિંગ, કેમ્પિંગ વગેરે જેવા સાહસિક અનુભવો લો અને તેની સેલ્ફી #IncredibleIndia ઉપર પોસ્ટ કરો
- .યુવાનોએ આ સમયગાળામાં ભીમ એપ અને ડિજિટલ કેશનો ઉપયોગ કરવો જોઈએ
- લાલબત્તી લોકોમાં ભય પેદા કરે છે, તેને નાબૂદ કરવી જરૂરી હતી
- VIP કલ્ચર પૂરૂ કરીને EPI એટલે કે એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટેન્ટ કલ્ચર પર ભાર અપાશે
- રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતી નીમિસરકાર નવી સ્ટેમ્પ બહાર પાડશે
- પહેલી મે એટલે શ્રમિક દિવસ, બાબા આંબેડકરના સામાજીક પ્રદાનની નોંધ લેવી રહી
- કન્નડ ભાષાના જગતગુરૂ બસવેશ્વરને પણ યાદ કરીને 'કાય કવે કૈલાસ' એટલે કે, શ્રમ અને કર્મથી જ શિવની પ્રાપ્તિ થાય છે. શ્રમ હી શિવ હૈ.
- બુધ્ધ પૂર્ણિમાનો ઉલ્લેખ કરી આતંકવાદી અને યુધ્ધના વિચાર સામે લડવાની પ્રેરણા મેળવવા જણાવ્યુ
- આ વર્ષે પાંચમી મે ભારત દક્ષિણ એશિયા સૈટેલાઈટ લોન્ચ કરશે જે એશિયાના દેશોને ભારત સાથે જોડશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો