સોમવાર, 19 નવેમ્બર, 2018


પંકજ અડવાણીએ બિલિયર્ડઝમાં ડબલ ટાઈટલ સાથે ૨૧મી વર્લ્ડ ચેમ્પીયનશીપ જીતી

 


- બિલિયર્ડ્ઝના લોંગ ફોર્મેટની ફાઈનલમાં ભારતના બી. ભાસ્કરને હરાવ્યો

- અડવાણીએ રેકોર્ડ ચોથી વખત વર્લ્ડ બિલિયર્ડઝમાં બેવડા ટાઈટલ મેળવ્યા


ભારતના લેજન્ડરી ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ મ્યાનમારમાં રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપમાં શોર્ટ બાદ લોંગ ફોર્મેટમાં પણ ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે અડવાણીએ ક્યુઈસ્ટ તરીકેની કારકિર્દીમાં નવી ઉંચાઈ હાંસલ કરતાં કારકિર્દીનું ૨૧મું વર્લ્ડ ટાઈટલ હાંસલ કર્યું હતું. જ્યારે આઇબીએસએફની વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપમાં પંકજે ચોથી વખત શોર્ટ અને લોંગ એમ બંને ફોર્મેટમાં ટાઈટલ જીતીને 'ગ્રાન્ડ ડબલ'ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 



એક ભારતીયના પ્રયાસના કારણે હવે ઉજવાય છે ઈન્ટરનેશનલ મેન્સ ડે

 Image result for international men's day
ઘણાને ખબર નહી હોય પણ આજે ઈન્ટરનેશનલ મેન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રિય પુરુષ દિવસ છે.
પરિવારથી માંડીને સમાજમાં પુરુષનુ પણ યોગદાન હોય છે.જોકે એ વાત અલગ છે કે પુરુષો પોતાની લાગણીઓને અસરકારક રીતે વ્યક્ત કરી શકતા નથી.આમ છતા તે પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
પુરુષોના યોગદાનની નોંધ લેવા માટે અમેરિકાની મિસોરી યુનિવર્સિટીના અધ્યાપક થોમસ યોસ્ટરે પ્રયત્નો કર્યા બાદ પહેલી વખત 1992માં આંતરાષ્ટ્રિય પુરુષ દિવસની ઉજવણી કરાઈ હતી.જોકે 1995 આવતા સુધીમાં આ ઉજવણી બંધ થઈ ગઈ હતી.કારણકે તેમાં કોઈએ ઝાઝો રસ બતાવ્યો નહતો.
એ પછી ત્રિનીદાદ એન્ડ ટોબેગોના ભારતીય મૂળના નાગરિક ડો.જિરોમ તિલકસિંહે ફરી પુરુષ દિવસના સેલિબ્રેશનના પ્રયાસો શરુ કર્યા હતા.તેમનુ માનવુ હતુ કે સમાજમાં પુરુષોનુ આત્મસન્માન પણ જળવાવુ જોઈએ અને તેમને પડતી સમસ્યાઓનુ પણ સમધાન થવુ જોઈએ.તેમને લાગ્યુ હતુ કે તેમના માટે સૌથી સન્માનિય તેમના પિતા છે.એટલે તેમણે તેમના પિતાના જન્મ દિવસ 19 નવેમ્બરને મેન્સ ડે તરીકે ઉજવવાનુ વિચાર્યુ હતુ.
1989માં પહેલી વખત ફુટબોલ વર્લ્ડકપમાં ટ્રિનિડાડની ટીમે ક્વોલિફાય કર્યુ હત અને આ પણ 19 તારીખનો જ દિવસ હતો.એટલે જિરોમે 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રિય પુરષ દિવસ જાહેર કરવાના પ્રયાસો કર્યા હતા.જિરોમના પ્રયાસના પગલે યુનેસ્કોએ 19 નવેમ્બરને પુરુષ દિવસ જાહેર કરી દીધો હતો.
આજે દુનિયાના 70 દેશોમાં પુરુષ દિવસની ઉજવણી કરાઈ છે.ભારતમાં પહેલી વકત 2007માં પુરુષ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ


દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ KMP એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કુંડલી-મનેસર-પલવલ(KMP) એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યુ. એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરવાની સાથે જ વડાપ્રધાને ગુરુગ્રામમાં રેલીને સંબોધિત કરી. આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટનની સાથે જ હવે રાજધાની દિલ્હીને બહારથી આવનાર વાહનોથી રાહત મળશે. એક્સપ્રેસ-વેની મદદથી રાજધાનીને પ્રદૂષણથી રાહત મળશે.

આ રૂટ ખુલ્યા બાદ દિલ્હીમાં પ્રદૂષણ ઘટવાની સંભાવના છે કેમ કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનાર ટ્રકોને એક બાઈપાસ રસ્તો મળી જશે. એક્સપ્રેસનો 53 કિલોમીટર ભાગ પહેલાથી ચાલુ છે પરંતુ સોમવારે આખા રસ્તાનું ઉદ્ધાટન થયા બાદ કુલ 136 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાફિક શરૂ થઈ જશે.
2009માં એક્સપ્રેસ-વેની કંન્સટ્રક્શન કંપનીએ પોતાનુ કામ રોકી દીધુ હતુ પરંતુ કેન્દ્ર સરકાર વચ્ચે બચાવ બાદ 2016માં કામ ફરી શરૂ થયુ. આ સાથે જ ચાર લેનના પ્રસ્તાવિત આ એક્સપ્રેસ વેને 6 લેનમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો.

શનિવાર, 17 નવેમ્બર, 2018

પંકજ અડવાણી ૨૦મું વર્લ્ડ ટાઈટલ જીત્યો



- સળંગ ત્રીજા વર્ષે વર્લ્ડ બિલિયર્ડ્ઝમાં ચેમ્પિયન


- ૧૫૦ ફોર્મેટનું ટાઈટલ જીત્યા બાદ હવે 'અપ' ફોર્મેટની હરિફાઈમાં ઉતરશે



ભારતીય ક્યુઈસ્ટ પંકજ અડવાણીએ મ્યાનમારમાં યોજાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડઝ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. પંકજ અડવાણીએ વર્લ્ડ બિલિયર્ડઝની ૧૫૦ ફોર્મેટની ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વખત વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે પકંજના કુલ વર્લ્ડ ટાઈટલ્સની સંખ્યા ૨૦ થઈ ગઈ છે.


ફાઈનલમાં પંકજે મ્યાનમારના નાય થ્વાય ઓ નામના ખેલાડીને હરાવ્યો હતો. નોંધપાત્ર છે કે, વર્લ્ડ બિલિયર્ડઝમાં પહેલી વખત મ્યાનમારનો ખેલાડી ફાઈનલ સુધી પહોંચ્યો હતો. મ્યાનમારના નાય થ્વાય ઓ એ સેમિ ફાઈનલમાં ૫-૨થી માઈક રસેલને હરાવ્યો હતો. જ્યારે પંકજ અડવાણીએ ડેવિડ ક્યુસીયર સામે વિજય મેળવ્યો હતો. 

પંકજ અડવાણી આ ટાઈટલ જીત્યા બાદ વર્લ્ડ બિલિયર્ડઝના લાંબા ફોર્મેટ કે જે 'અપ' ફોર્મેટ તરીકે ઓળખાય છે, તેમાં ભાગ લઈ રહ્યો છે. 

 

૩ર૦ કિ.મી.ની ઝડપે ઉડતા 'શાહીન' અમેરિકાથી કચ્છના રણમાં આવ્યાં!



- વાયા સાઉદી અરબ થઈ 13,000 કિ.મી.થી વધુ લાંબો પ્રવાસ ખેડયો

- સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબુ્રઆરીમાં ઠંડા સમયમાં જોવા મળતું પેરેગ્રીન ફાલ્કન નામનું બાજ એક માસ વહેલુ નવેમ્બરમાં આવી ગયું


શિયાળાનો પ્રારંભ થતા જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હજારો યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. પક્ષીઓ માટે સૌથી પ્રિય એવા કચ્છમાં અન્ય વિદેશી પક્ષીઓની સાથે આવેલા ૩ર૦ કિ.મી.ની તેજ ગતિાથી ઉડી શકતા 'શાહીન' બાજ પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેક ઉત્તર અમેરિકામાંથી ૧૩,૦૦૦ કિ.મી.થી વાધારે અંતરનો લાંબો પ્રવાસ માત્ર બે-અઢી દિવસમાં જ ખેડીને આવી પહોંચેલા બાજ અહી પ્રજનન માટે આવે છે.

કચ્છના રણમાં કુદરતી રીતે રચાતા સરોવર જેવા વિસ્તારમાં આકાર લેતી સુરખાબ નગરી બહુ જાણીતી છે. સુરખાબ સિવાય અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહી આવે છે.

આ પૈકીનું એક શાહીન બાજ તાજેતરમાં જ દેખાયું છે. આ અંગે વિગતો આપતા રાજકોટના પક્ષીપ્રેમી પ્રતિક વસાવડા જણાવે છે કે, અંગ્રેજીમાં પેરેગ્રીન ફાલ્કન તરીકે ઓળખાતુ આ પક્ષી મુળ ઉત્તર અમેરિકાનું વતની છે. ત્યાં ઠંડી વાધી જતા સાઉદી અરબમાં સૃથળાંતર કરે છે. ત્યાંથી અહી કચ્છના રણમાં આવે છે. સામાન્ય રીતે ડિસેમ્બરાથી ફેબુ્રઆરી-માર્ચ સુાધી આ પક્ષી અહી જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે એક માસ વહેલું નવેમ્બરમાં જ આવી ગયું છે.

 કચ્છના નાના રણમાં પાટડી દેશાળા વિસ્તારમાં આ પક્ષી દેખાયું હતું. સમગ્ર ભારતમાં ક્યારેક હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારોમાં પણ શાહીન જોવા મળે છે. આ પક્ષીની વિશેષતા તેની ઉડવાની તેજ ગતિ છે. તેની ઉડવાની મહત્તમ ઝડપ ૩૮૯ કિ.મી. એટલે કે ર૪ર માઈલ પ્રતિકલાક સુાધીની છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબત માનવામાં આવે તેમ નાથી. પરંતુ નેશનલ જ્યોગ્રાફીક મેગેઝીન દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં આ ઝડપ નોંધવામાં આવી છે. હવામાં ઉડીને ઉંચાઈને સૃથાયી થયા બાદ તીવ્ર ગતિાથી આગળ વાધતું રહે છે. જરૃર પડે જ પાંખો હલાવે છે. આમ ઉર્જા જાળવી રાખીને ઉત્તર અમેરિકાથી કચ્છના રણ વચ્ચેનું આશરે૧૩ હજાર કિ.મી.નું અંતર ફક્ત બે-અઢી દિવસમાં કાપી શકે છે!

શાહીન પર બાજ નજર.


પેરેગ્રીન ફાલ્કનનો મુળ ખોરાક આમ તો નાના પક્ષીઓ છે. પરંતુ તેની ક્ષમતા મુજબ બકરીના ચાર-પાંચ માસના નાના બચ્ચાને પણ પોતાના પંજાથી ઉપાડીને લઈ જઈ શકે છે. આ બાજની ઉંચાઈ ૩૪થી પ૮ સેમી અને પાંખોની પહોળાઈ ૭૪થી ૧ર૦ સેમી હોય છે. શક્તિશાળી પંજો તેની મુખ્ય તાકાત છે. ૧રાથી ર૪ વર્ષનું આયુષ્ય ધરાવતું શાહીન નાના ખોરાકને તો પંજામાં પકડીને આકાશમાં ઉડતા-ઉડતા જ ખાઈ જાય છે. અમેરિકાના ઈડાહો રાજ્યમાં તેના ચિત્રવાળો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.

શુક્રવાર, 16 નવેમ્બર, 2018

દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પર લહેરાશે 100 ફુટ ઊંચો ત્રિરંગો


ભારતીય રેલવેએ દેશના 75 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનોના કેમ્પસમાં આ વર્ષના અંત સુધીમાં 100 ફુટ ઊચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે બોર્ડે 22 ઓક્ટોબરે આ મામલે આદેશ જાહેર કર્યો છે જેને દરેક ક્ષેત્રીય રેલવને મોકલી દેવામાં આવ્યો છે. આદેશ પ્રમાણે સંબંધિત અધિકારીઓએ આગામી મહિનાના અંત સુધીમાં રાષ્ટ્રધ્વજ લગાવી દેવાનું કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે.


આ આદેશ રેલવે બોર્ડના કાર્યકારી નિર્દેશક(સ્ટેશન વિકાસ) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડે પહલાના A-1 શ્રેણીના દરેક રેલવે સ્ટેશનો પર ઓછામાં ઓછો 100 ફુટ ઊંચો રાષ્ટ્રધ્વજ લગાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઇના 7 રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવે બોર્ડના આદેશને અક્ષરશ: લાગૂ કરવામાં આવશે.

ગુરુવાર, 15 નવેમ્બર, 2018


સરકારનો નવો નિયમ, ગૂગલ પર સર્ચ કરશો આ 3 વસ્તુ તો જવું પડશે જેલ

 

ભારત સરકાર પણ અન્ય દેશોની જેમ ઈંટરનેટ પર ઉપલબ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ કડક પગલા લેવા સજ્જ થઈ છે. સરકાર તરફથી તમામ ટેલીકોમ ઓપરેટર્સને એ પ્રકારની તમામ વેબસાઈટ બંધ કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે. 

પાયરેસી એક મોટો મુદ્દો બની ચુકી છે અને તેના કારણે કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કેટલીક વેબસાઈટ એવી પણ છે કે જેના પર ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ મુકાઈ જાય છે. આ ઉપરાંત ફિલ્મ રિલીઝના થોડા જ સમયમાં તે વેબસાઈટ પર પણ ઓનલાઈન મળી જાય છે. આ કારણથી ફિલ્મ નિર્માતાઓને નુકસાન સહન કરવું પડે છે. તેથી સરકારે આ પ્રકારની વેબસાઈટ બંધ કરવા આદેશ કર્યા છે. હવે જો તમે ગૂગલ પર કોઈ બ્લોક્ડ વેબસાઈટને સર્ચ કરશો અથવા તો ફિલ્મ ડાઉનલોડ કરશો તો તમને જેલની સજા પણ થઈ છે. 

આતંકવાદ પણ દેશ માટે વિકરાળ મુદ્દો બની ગયો છે ત્યારે કોઈપણ વ્યક્તિ ગૂગલ પર આતંકવાદ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સર્ચ કરે અને તેની જાણકારી પોલીસ સુધી પહોંચે તો તેને પણ જેલની સજા થઈ શકે છે. આવા કિસ્સામાં વ્યક્તિને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડી શકે છે.