બુધવાર, 27 ડિસેમ્બર, 2017

ભારતની શાન માર્શલ અર્જન સિંઘનું નિધન

જનરલ કરીઅપ્પા, જનરલ માણેકશા ઉપરાંત આઝાદ ભારતના ઇતિહાસના ત્રીજા જ એવા સેનાની કે જેમને ભારતીય સરકાર અને સેનાએ માર્શલનો દરજ્જો આપ્યો હતો તેવા અર્જન સિંઘ ૯૮ વર્ષની વયે નિધન થયું હતું.

તેમણે આઝાદ ભારતમાં એરફોર્સની રચના કરવાથી માંડી હવાઈ યુદ્ધ માટેના તમામ શસ્ત્રો, વિમાનો ખરીદી સુધીનું માર્ગદર્શન છેક સુધી આપ્યું.

એર ચીફ માર્શલ તરીકે ૧૯૭૦માં નિવૃત્ત થયા તે પછી પણ જે તે સરકારને જરૃર પડે ત્યારે  સેવા માટે હાજર રહેતા હતા.  

સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે નવા નિયમ જાહેર કર્યા


સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે નવા નિયમ જાહેર કર્યા 


સરકારી કર્મચારીઓ માટે આદર્શ વર્તન નિયમ જાહેર કરવામાં આવ્યા

- જાણો, શું છે આ નિયમ?

સરકારે કર્મચારીઓ માટે આદર્શ વર્તન નિયમ જાહેર કર્યા છે. આ નિયમ કર્મચારીઓને રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેવા અને સરકારી નીતિઓ અથવા કાર્યોની ટીકા કરતા અટકાવે છે. નવા નિયમની અસર સરકારી કંપનીઓમાં કામ કરતા 12 લાખથી વધારે કર્મચારીઓ પર પડશે. જાણો, શું છે આ નવા નિયમ? 
1. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (સીપીએસઇ)ના એકીકૃત આદર્શ વર્તન, અનુશાસન અને અપીલ નિયમો અનુસાર કર્મચારીઓએ કોઇ પણ પ્રકારની ભેટ સ્વીકારવાથી બચવું જોઇએ. 
2. આ સાથે જ સાર્વજનિક સ્થળો પર નશીલી દવા અથવા પીણાંનું સેવન, નશાની હાલતમાં સાર્વજનિક પર જવાનું તથા નશીલા પદાર્થ અથવા દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. 
3. આ ઉપરાંત કોઇ પણ કર્મચારી કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા સીપીએસઇની નીતિઓ અને કાર્યોની ટીકા થાય અથવા પ્રતિકૂળ અસર પડે તેવા નિવેદન ન આપવા. 
4. તેમાં કર્મચારીના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ અથવા કોઇ અન્ય વ્યક્તિના નામથી પ્રકાશિત ડૉક્યુમેન્ટ્સ, પ્રેસ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે કોઇ પણ પ્રકારના સંદેશાવ્યવહાર અથવા સાર્વજનિક રીતે બોલવાનું સામેલ છે. 
5. કોઇ પણ કર્મચારી પોતે અથવા તો કોઇ એવા પ્રદર્શનમાં ભાગ ન લે, જેનાથી કોઇ પણ અપરાધને સમર્થન મળતું હોય.  
6. એક સીપીએસઇ કર્મચારી કોઇ પણ રાજકીય દળ અથવા એવા સંગઠનના પદાધિકારી ન બની શકે જે રાજકીય પ્રવૃતિઓમાં ભાગ લેતું હોય. 
7. આ સાથે જ રાજકીય પ્રકૃતિના કોઇ પણ આંદોલન અથવા પ્રદર્શનમાં ન તો હિસ્સો બની શકે છે અને ન તો આમ કરવામાં મદદરૂપ થઇ શકે છે. કર્મચારીઓએ વિધાનસભા અથવા સ્થાનિક સત્તાધિકારના ચુંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ છે. 

સોમવાર, 25 ડિસેમ્બર, 2017

Happy Christmas From PCI


વડાપ્રધાન મોદી આજે પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોનું ઉધ્ઘાટન કરશે



- અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે જ જનતાને ભેટ

- પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત


વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે. માજી મુખ્યપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિવસને દિવસે જ મોદી દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ નોઈડાના સાઉથ દિલ્હી વચ્ચે મેટ્રોની મજેન્ટા લાઈન તૈયાર કરી છે. 

વડાપ્રધાન બપોરે પછી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચશે. ત્યારપછી તેઓ નોઈડાના એક કાર્યક્રમમાં હાજરી આપશે. મેટ્રોના ઈનોગ્રેશન પ્રોગ્રામ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપવમાં આવ્યું નથી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને યુપી સરકારે દરેક તૈયારીઓ પૂરી કરી લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બે દિવસ પહેલાં જ નોઈડાની મુલાકાત લીધી હતી.


મુંબઇના સ્થાનિક ટ્રેન મુસાફરોની ખૂબ અપેક્ષિત સ્વપ્ન આજે પૂર્ણ થશે

ચર્ચગેટથી બોરીવલી સ્ટેશનની પ્રથમ એર કન્ડિશન્ડ ઉપનગરીય લોકલ ટ્રેન આજેથી શરૂ થઈ છે. આ લોકોને ગરમી અને ભેજથી રાહત આપશે. દરરોજ 75 લાખ લોકો ઉપનગરીય લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા રવીન્દ્ર ભાટકરે જણાવ્યું હતું કે પ્રથમ એર કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેન આ સવારે શરૂ કરશે. છેલ્લી ટેસ્ટ રવિવારે વરિષ્ઠ અધિકારીઓની સામે કરવામાં આવી હતી અને તે સફળ હતી. 1 લી જાન્યુઆરીથી, તેને વિરાર સુધી લંબાવવામાં આવી શકે છે. 


ગુરુ ગોવિંદ સિંઘની આજે જન્મ જયંતિ 


ગુરુ ગોવિંદ સિંઘની આજે 351 મી જન્મ જયંતિની ઉજવણી ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે.
ગુડ ગવર્નન્સ ડે



આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો  જન્મદિવસ છે . 

આ દિવસ દેશભરમાં ગુડ ડે તરીકે ઉજવવામાં આવે છે. 

સરકારમાં લોકોની જવાબદારી અંગે જાગરૂકતા વધારવા, દર વર્ષે ગુડ ગવર્નન્સ ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.