વડાપ્રધાન મોદી આજે પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોનું ઉધ્ઘાટન કરશે
- અટલબિહારી વાજપેયીના જન્મદિવસ
નિમિત્તે જ જનતાને ભેટ
- પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત
વડાપ્રધાન મોદી
નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કરશે. માજી મુખ્યપ્રધાન અટલબિહારી
વાજપેયીના જન્મદિવસને દિવસે જ મોદી દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત
કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ નોઈડાના સાઉથ
દિલ્હી વચ્ચે મેટ્રોની મજેન્ટા લાઈન તૈયાર કરી છે.
વડાપ્રધાન બપોરે પછી નોઈડાના
બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચશે. ત્યારપછી તેઓ નોઈડાના એક કાર્યક્રમમાં
હાજરી આપશે. મેટ્રોના ઈનોગ્રેશન પ્રોગ્રામ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ
કેજરીવાલને આમંત્રણ આપવમાં આવ્યું નથી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને
યુપી સરકારે દરેક તૈયારીઓ પૂરી કરી લીધી છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બે દિવસ
પહેલાં જ નોઈડાની મુલાકાત લીધી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો