શુક્રવાર, 24 માર્ચ, 2017

લોન વુલ્ફ એટેક ???

Date :- 24/03/2017
લોન વુલ્ફ એટેક

લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે સૌથી વધુ ચિંતાજનક

એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલો કરે છે, ત્યારે તે નુકસાન વધુ કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે.






ગુરુવાર, 23 માર્ચ, 2017

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.


ભારત અશિયાનું ત્રીજુ મોટુ અર્થતંત્ર હોવા છત્તા ૧૮૮ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘનુ પાછળ રહ્યું 

છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 0૧૬માં ભારતને મિડિયમ ક્રમના દેશ તરીકે સ્થાન મળ્યું છે. પડોશી દેશો 

પણ ભારતથી પાછળ છે. બંગ્લાદેશ ૧૩૯મા ક્રમે, ભુતાન ૧૩૨મા ક્રમે, નેપાળ ૧૪૪મા ક્રમે રહ્યા હતા.નોર્વે 

પ્રથમ ક્રમે.

ગુજરાત સહિત નવ રાજ્યો ખાદ્ય સુરક્ષાનો અમલ કરવામાં નિષ્ફળ

ગુજરાત સહિત નવ રાજ્યો ખાદ્ય સુરક્ષાનો અમલ કરવામાં નિષ્ફળ


રાષ્ટીય ખાધ્ય સુરક્ષા કાયદા (NFSA)નો અમલ કરવામાં નીષ્ફ્ળ રહેવાથી ગુજરાત સહિતના નવ 

દુષ્કાળ પ્રભાવીત રાજ્યોને સુપ્રીમ કોર્ટે નોટીસ ફ્ટકારી હતી.તેમાં ગુજરાત , મહારાષ્ટ્ર, કર્નાટકા, આંધ્ર 

પ્રદેશ, ઝારખંડ, બિહાર, હરિયાણ, છત્તીસગઢ નો પણ સમાવેશ થાય છે.

ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા CBI ના જોઇન્ટ ડિરેકટર પદે નિયુક્ત

ગુજરાત કેડરના IPS  એ.કે.શર્મા CBI ના જોઇન્ટ ડિરેકટર પદે નિયુક્ત


ગાંધીનગર : સીબીઆઈમાં બીજો સૌથી પાવરફૂલ ગણાતા જોઈન્ટ ડિરેકટરના હોદ્દા પર ગુજરાત 

કેડરના ૯૮૭ની બેચના આઇપીએસ અધિકાર અરુણ કુમાર શર્માની નિમણુક કરવામાં આવી છે.હાલમાં 

સીબીઆઈમાં એન્ટી કરપ્શન વિભાગનો કાર્યભાર સંભાળે છે. નવી નિમણુક બાદ તેઓ નવી દિલ્હીમાં 

કેન્દ્રિય ગૃહમંત્રાલય જ્યાં છે તે નોર્થ બ્લોકમાં બેસશે.

ગામડાઓમાં ૨00 ચો.મી. સુધીની જમીન અપાશે: ભૂપેન્દ્ર્સિંહ

ગામડાઓમાં ૨00 ચો.મી. સુધીની જમીન અપાશે: ભૂપેન્દ્ર્સિંહ

ગુજરાતમાં .૧ લાખ વાડાની જમીનો નિયમબધ્ધ કરી અપાશે

ચો.મીટરે રૂ. ૫૦ની કિંમતે વાડાની જમીનો સોંપવા વિધનસભામાં મહેસૂલ વિભાગની એતિહાસિક જાહેરાત.

બુધવાર, 22 માર્ચ, 2017

આજનો ઇતિહાસ....

આજનો ઇતિહાસ....

પહેલી વખત લોકોએ પ્રોજેક્ટર પર ફિલ્મ જોયાના ૧૨૨ વર્ષ!


વર્ષ ૧૮૯૫ની ૨૨મી માર્ચે લુમિયર બ્રધર્સે ફિલ્મ પ્રોજેક્ટર દ્વારા પેરિસમાં પહેલિ મોશન ફિલ્મ લોકોને 
દેખાડી હતી. પેરિસમાં આયોજિત એક ઔધ્યોગિક સંમેલનમાં પહેલી વખત જાહેરમાં આ ફિલ્મ 
દેખાડવમાં આવી હતી.

રામાયણ મ્યુઝીયમ

CM યોગી રામાયણ મ્યુઝીયમ બનાવવા અયોધ્યામાં ૨૫ એકર જમીન આપશે. આ પ્રોજેકટ ૨00૭ માં માયાવતીની સરકારમાં શરૂ થયો હતો.

>> કેન્દ્રે મ્યુઝિયમ બનાવવા ૧૫0 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
>> આક્ષરધામ ની જેમ રામાયણ મ્યુઝીયમ બનશે.

શું છે રામાયણ મ્યુઝીયમ?

૨00૭ માં માયાવતીની સરકાર વખતે આ પ્રોજેકટની શરુઆત થઈ હતી. ૨00૯માં લોક્સભા ચંટણીને કારણે કામમાં ઝડપ આવી અને ૨૭ એકર જમીન નક્કી કરવામાં આવી. બાદમાં આ પ્રોજેક્ટ ની ગતિ મંદ પડી હતી. જૂન ૨0૧૫માં કેંન્દ્ર સરકારે અક્ષરધામની જેમ રામાયન મ્યુઝ્યમ બનાવવાની જાહેરાત કરી પણ કોઇ નક્કર કામગીરી થઈ શકી નહિ. ઉલ્લેખનીય છે કે ૨૧મી માર્ચે જ રામ-મંદિર બાબરી મસ્જિદ મામલે સુપ્રીમે મહત્વની ટીપ્પણી કરતાં કહ્યુ હતુ કે બંને પક્ષોની  વાતચીત સફળ નહિ થાય તો સુપ્રીમ દરમ્યાંગીરી કરશે. તે માટે એક સલાહકારની નિમણુક કરવાની વાત પણ કહેવામાં આવે છે.