મહાન ગાયક મુહમ્મદ રફીની આજે પુણ્યતિથિ
મંગળવાર, 31 જુલાઈ, 2018
31 જુલાઇનો ઇતિહાસ
મદ્રાસ
પ્રેસિડન્સી કલ્બએ 31 જુલાઇ, 1924 ના રોજ રેડિયો પ્રસારણની આગેવાની
લીધી.
ભારત અને નેપાળે 1950 માં શાંતિ અને મિત્રતા સંધિ પર
હસ્તાક્ષર કર્યા હતા.
ભારતના સૌપ્રથમ
તરતા સમુદ્ર સંગ્રહાલયનું ઉદઘાટન 31 જુલાઇ, 1993 ના રોજ કલકત્તા (હવે કોલકાતા) માં થયું હતું.
પ્રખ્યાત
હિન્દી વાર્તા લેખક અને નવલકથાકાર પ્રેમચંદનો જન્મ 1880 માં થયો હતો.
શનિવાર, 28 જુલાઈ, 2018
વિશ્વ હિપેટાઇટીસ દિવસ
વિશ્વ હિપેટાઇટીસ ડે દર વર્ષે 28 જુલાઈએ
વૈશ્વિક જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. હિપેટાઇટીસ
ચેપી રોગો છે. હિપેટાઇટિસ રસી શોધનાર બારુક બ્લમર્ગ નો જન્મ 1925 માં થયો હતો.
આ રોગ ના પ્રકાર : A,B,C D, અને E છે.
હીપેટાઇટિસ વિશ્વભરમાં લાખો
લોકોને અસર કરે છે, તીવ્ર અને ક્રોનિક
રોગને કારણે અને દર વર્ષે 1.4
મિલિયન લોકો મૃત્યુ થાય
છે.
વન મહોત્સવ-ગુજરાત
v 69મા
વન મહોત્સવ ની
ઉજવણી – 2018
“ રક્ષક વન” લોકાર્પણ કાર્યક્રમ( 27 જુલાઈ
2018 ,રૂદ્રમાતા
ડેમસાઈટ , તાલુકો : ભુજ
,જિલ્લો
કચ્છ)
v 8 મહાનગરપાલિકાઓ
, ૩૩
જીલ્લાઓ ,241 તાલુકાઓ તથા 4500 ગામોમાં જનભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી- રાજ્યમાં કુલ 9. 77 કરોડ રોપાનું વાવેતર
v જળસંચય અભિયાન અંતર્ગત નદીકાંઠાઓ ઉપર 850થી વધુ સ્થળોએ 40 લાખ રોપા વાવેતરની કામગીરી
v ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લાદીઠ એક,કુલ ૩૩ “વૃક્ષ
રથ”
ડોર
ટુ ડોર રોપ વિતરણ
v છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તાર
બહારના વૃક્ષોમાં 11000 હેક્ટરનો વધારો: વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યા વર્ષ 2004 માં 25.1 કરોડથી
વધી વર્ષ 2017માં થઈ 34.35 કરોડ
v છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન
વિસ્તારમાં 9700 હેકટરનો વધારો
v દરિયાકિનારાના રક્ષક એવા ચેરના વનોના
સતત વધારો ધરાવતું એકમાત્ર રાજ્ય
મિશન વિદ્યા
પાયાના શિક્ષણને મજબૂત કરી, શિક્ષણના સ્તરને સુધારવાની અનોખી પહેલ!
v ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના
પ્રવેશદરમાં પાછલા ઘણા દાયકાઓની તુલનામાં ખુબજ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વર્ષે પણ જે બાળકોનું પરિણામ વાંચન , લેખન અને ગણનમાં નબળું જાણવા મળેલ છે.તે તમામ બાળકો માટે શ્રી વિજયભાઈ રૂપાણી સરકારએ શરૂ કર્યું છે
રાજ્યવ્યાપી “ મિશન વિદ્યા”
v મિશન વિદ્યા હેઠળ 26 જુલાઈ
થી 31
ઓગસ્ટ
2018 સુધી સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 6 થી 8 ના બાળકોને આપવામાં આવશે. વિશેષ કોચિંગ.
શુક્રવાર, 27 જુલાઈ, 2018
પશ્ચિમ બંગાળનું નામ
બદલીને બાંગ્લા રાખવા વિધાનસભામાં ઠરાવ પસાર
- ક્કાવારી પ્રમાણે 'ડબલ્યુ'ના કારણે દરેક બાબતમાં પશ્ચિમ બંગાળને છેલ્લે તક મળતી હતી
- જો કે અંતિમ મંજૂરી તો કેન્દ્રના ગૃહ
મંત્રાલયની લેવી પડશે, જેની રાહ જોવાય છે
પશ્ચિમ બંગાળની
વિધાનસભાએ આજે રાજ્યનું નામ બાંગ્લા કરવાનો ઠરાવ પસાર
કર્યો હતો.
ત્રણ ભાષા
(હિન્દી, બંગાળી અને અંગ્રેજી)માં હવે આ રાજ્યને 'બાંગ્લા'
તરીકે જ ઓળખવામાં આવશે.
કક્કવારી
પ્રમાણે વેસ્ટ બેંગાલ કામની યાદીમાં છેલ્લે આવતું હોવાના કારણે અનેક વખતે પુરતી તક
મળતી નહતી. હવે અંગ્રેજી ભાષામાં 'બી'શબ્દ આવી જવાથી યાદીમાં રાજ્યનું નામ આગળ પોકારવામાં આવશે.
જો કે રાજ્યે
કરેલા ઠરાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રના ગૃહ ખાતાની મંજૂરીની રાહ જોવી પડશે.અગાઉ
કેન્દ્રે રાજ્ય સરકારની ત્રણ અલગ અલગ ભાષાના નામોની દરખાસ્તને ફગાવી દીધી હતી.
જેમાં બંગાળીમાં બાંગ્લા, અંગ્રજીમાં બેંગાલ અને
હિન્દીમાં બંગાલ નામોની દરખાસ્ત કરવામાં આવી હતી.
ઇમરાન ખાન
પાકિસ્તાનના નવા કેપ્ટન
- પાકિસ્તાનમાં સૈન્યના મનસુબા સફળ, શરીફના શાસનનો
અંત
- ઇમરાનના પક્ષ પીટીઆઇને સૌથી વધુ ૧૨૦
બેઠકો, શરીફની
પીએમએલ-એન ૬૧ બેઠકો પર સમેટાઇ
નવાઝ શરીફ અને
ભુટ્ટોના પક્ષ તેમજ આતંકી હાફિઝ સઇદને જાકારો આપીને પાકિસ્તાનની જનતાએ પૂર્વ
ક્રિકેટર ઇમરાન ખાનને સત્તાની કમાન સોંપી છે. ઇમરાન ખાનનો પક્ષ પાકિસ્તાન
તેહરીક-એ-ઇંસાફ (પીટીઆઇ) હાલ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જ્યારે બીજા ક્રમે
નવાઝ શરીફનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) રહ્યો છે.
સોનમ વાંગચૂક અને ભરત વટવાનીને એશિયાનો નોબેલ ગણાતો રેમન
મેગ્સેસે પુરસ્કાર
- ૨૦૧૮ના વર્ષનો એવોર્ડ બે ભારતીયો
સહિત છ એશિયનોને એનાયત થશે
- ડૉ. વટવાનીએ અસંખ્ય માનસિક બીમારોની
સારવાર કરી છે:શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ માટે વાંગચૂકનું ઉદાહરણરૃપ
પ્રદાન
એશિયાનો
પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે પુરસ્કાર-૨૦૧૮ માટે કુલ છ એશિયનોના નામની જાહેરાત
કરવામાં આવી હતી. એ યાદીમાં સોનમ વાંગચૂક અને ભરત વટવાની એમ બે ભારતીયોનો પણ
સમાવેશ થાય છે. આ બંને મહાનુભાવોએ જાહેર જીવનમાં ઉદાહરણરૃપ કાર્ય કર્યું છે.
એશિયામાં નોબલ
પારિતોષિક ગણાતા રેમન મેગ્સેસ એવોર્ડની જાહેરાત થઈ હતી.
જાહેર જીવનમાં ઉમદા કામગીરી
કરનારા છ એશિયનોને ૨૦૧૮ના વર્ષનો રેમન મેગ્સેસ એવોર્ડ મળશે.
ભારતના સામાજિક
કાર્યકર્તાઓ - સોનમ વાંગચૂક અને ભરત વટવાની આ એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે.
સોનમ વાંગચૂકે
શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ માટે કાર્ય કર્યું છે. થ્રી ઈડિયટમાં આમિર ખાન
અભિનિત ફૂંસૂક વાંગડૂનું પાત્ર સોનમ વાંગચૂક પરથી પ્રેરિત હતું. ઓપરેશન ન્યૂ હોપ
માટે સોનમ ભારતભરમાં જાણીતા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા વાંગચૂક લદાખમાં
વિદ્યાર્થીઓને કોચિંગ પણ આપે છે.
ડૉ. ભરત
વટવાનીએ અસંખ્ય માનસિક બીમાર લોકોની સારવાર કરીને તેમને પરિવાર સુધી મિલન કરાવવાનું
ઉદાહરણીય કાર્ય કર્યું છે. ૧૯૮૮થી ડૉ. ભરત વટવાનીએ રસ્તે રઝળતા માનસિક અસ્થિર લોકો
માટે સેવાકીય પ્રવૃત્તિ શરૃ કરી હતી. એ પ્રવૃત્તિ પછી માત્ર તેમની સારવાર પૂરતી
સીમિત ન રાખતા તેમણે આ ગરીબ માનસિક બીમાર લોકોને ખાવા-રહેવાની સુવિધા આપવા સુધી
અને તેનાથીય આગળ વધીને તેમના પરિવાર સુધી મિલન કરાવવા સુધી વિસ્તારી હતી.
ફિલિપાઈન્સના
પૂર્વ પ્રમુખ રેમન મેગ્સેસના સન્માનમાં આપવામાં આવતો આ એવોર્ડ આ વર્ષ માટે જે છ
લોકોને આપવામાં આવ્યો છે
એમાં બે ભારતીયો ઉપરાંત ફિલિપાઈન્સના હોવર્ડ ડી, ઈસ્ટ ટિમોરના મારિયા ડી ક્રુઝ, કંબોડિયાના યોક ચેંગ
અને વિએટનામના વો થી યેનનો સમાવેશ થાય છે. છ વિજેતાઓમાં મારિયા ડી ક્રુઝ અને વો થી
યેન- એમ બે મહિલાઓ પણ સામેલ છે.
ભારત બ્રિક્સ દેશો સાથે મળીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કરવા
તૈયાર છે: મોદી
- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દ. આફ્રિકાની
બ્રિક્સ સમિટ યોજાઇ
- પૈસા કરતા કુશળતાને મહત્ત્વ આપવું
જોઇએ, યુવાઓના વિકાસ
માટે અભ્યાસક્રમો સુધારવા જરુરી: વડા પ્રધાન
- ટેક્નોલોજીને પ્લેટફોર્મ બનાવી
આર્થિક વિકાસ કરવો શક્ય છે, જે લાભ ઉઠાવશે તે પ્રગતી કરશે તેવો દાવો
વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં બ્રિક્સ દેશોના સમીટમાં ભાગ લીધો હતો. જે દરમિયાન પોતાના
ભાષણમાં મોદીએ ઇન્ડસ્ટ્રીય ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ,
કોઓપરેશન વિશે વાત કરી હતી. તેઓએ સાથે જણાવ્યું હતું કે ચોથી
ઔધ્યોગિક ક્રાંતી માટે બ્રિક્સ સાથે મળીને કામ કરવા માગે છે ભારત. સાથે આ દિશામાં
અન્ય દેશોએ પણ કામ કરવું જોઇએ તેવુ આહવાન મોદીએ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું
કે ચોથી ઔધ્યોગિક ક્રાંતીનું નાણાના હિસાબે ઘણુ જ વધુ મહત્વ રહ્યું છે.
બ્રિક્સ એ પાંચ મુખ્ય દેશો ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનું એક સંગઠન છે.
બ્રિક્સ એ પાંચ મુખ્ય દેશો ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાનું એક સંગઠન છે.
બ્રિક્સમાં પહેલા ચાર દેશો હતા, બાદમાં ૨૦૧૦માં દક્ષિણ
આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો.
આજે રાત્રે ૧૧:૫૪થી સદીનું સૌથી મોટું
ચંદ્રગ્રહણ:૬૫ વર્ષ બાદ સંપૂર્ણ 'બ્લડમૂન' જોવા મળશે
-રાત્રે ૧૧:૫૪થી મધ્યરાત્રિના ૧0:૫૧ સુધી
ચંદ્રગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે
-ભારતમાં દેખાનારા ચંદ્રગ્રહણને લીધે મંદિરોના સમયમાં પરિવર્તન 'બ્લડમૂન'નો નજારો જોવા ખગોળરસિકોમાં આત
વિક્રમ સંવત ૨૦૭૫માં કુલ પાંચ ગ્રહણનો યોગ છે, જેમાંથી બે ચંદ્ર ગ્રહણ-ત્રણ સૂર્ય ગ્રહણ છે. આ પૈકી ભારતમાં દેખાનારું
એકમાત્ર ચંદ્રગ્રહણ આજે છે. આજે બપોરે ૧૨:૫૪ કલાકે વેધનો પ્રારંભ થશે જ્યારે ગ્રહણ સ્પર્શ રાત્રે ૧૧:૫૪ના છે. ગ્રહણ મધ્ય રાત્રે ૧0:૫૧ના છે જ્યારે
રાત્રે ૩:૪૯ના ગ્રહણ મોક્ષ થશે. આમ, ચાર
કલાક સાથે આ વખતનું ચંદ્રગ્રણ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ બની રહેશે. સામાન્ય
રીતે ચંદ્રગ્રહણ એક અથવા દોઢ કલાક હોય છે.
હવે આટલું લાંબુ ચંદ્રગ્રહણ વર્ષ ૨૦૯૯માં જ
જોવા મળી શકે છે. આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપના દેશ, એન્ટાકર્ટિકામાં
દેખાશે. ગ્રહણની રાત્રે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક હશે અને આ કારણે તે વધારે ચમકદાર
દેખાશે.
શા માટે બ્લડ મૂન કહેવાય છે?
જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાંથી પસાર થાય છે ત્યારે ચંદ્રના કલરમાં
ફેરફાર થાય છે. પ્રથમ તબક્કામાં નારંગી રંગ બાદ લાલાશ પકડતો જાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે.
આ એક દુર્લભ
ઘટના છે. ધીમે ધીમે આ રંગ વધુ માત્રામાં જમા થતાં ચંદ્ર લાલ દેખાય છે, તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. સૌરમંડળમાં ૧૫ વર્ષમાં પહેલી વખત પૃથ્વીથી
નજીક આવી રહ્યો છે. ગ્રહણના સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાથી આશરે ૫.૭૬ કરોડ કિ.મી.
દૂર હશે. આજે મંગળ ગ્રહ પૃથ્વીથી વિપરીત દિશામાં હશે, એટલે
કે મંગળ ગ્રહ સૂરજ અને પૃથ્વી એક જ સરખાં અંતર પર હશે. આ દિવસે દુનિયાભરમાં
ચંદ્રગ્રહણનો અનોખો નજારો જોવા મળશે. જેમ તે પૃથ્વીના પડછાયામાં આવતો જશે તેમ
તેમાં વધુ લાલાશ ચળકશે.
27
JULY 2018
v આજે રાત્રે 11.54 થી સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ : 65 વર્ષ બાદ સંપૂર્ણ ‘બ્લડમુન’ જોવા મળશે.
v ભારતના ભરત વાટવાની અને સોનમ વાંગચુકને રેમન મેગ્સેસે એવોર્ડ
v પશ્ચિમ બંગાળ ને હવે બાંગ્લા તરીકે ઓળખાશે.
v ગાંધી
હેરીટેજ કેન્દ્ર યુગાન્ડા દેશમાં બનશે.
v મહારાષ્ટ્રના –કોલ્હાપુર એરપોર્ટનું
નામ બદલી-‘ છત્રપતિ રાજારામ
મહારાજ’ કરાશે.તથા સોલાપુર એરપોર્ટ નું નામ બદલી – ‘ મહાત્મા બશેશ્વર’ કરશે.
v ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે ‘મેડીની પુરસ્કાર યોજના’
ફરી ચાલુ કરાય.
v અમદાવાદથી સાબરમતી : સ્ટ્રીમ સંચાલિત
ટ્રેન ચાલશે: ગાંધીજીની 150 મી જન્મજયંતી પર.
v પાકિસ્તાનની ચુંટણીમાં ઇમરાનખાન PM બનશે. ઇમરાન
ખાન ની પાર્ટીનું નું નામ: તેહરિક એ ઇન્સાફ’
v વિરાટ કોહલી ‘INSTAGRAM’ થી કમાણી
કરવાવાળો ભારતમાં નંબર 1.
v ચીનમાં વિશ્વના સૌથી મોટા માનવસર્જિત
ઝરણાનું નિર્માણ કરાયું.
v વિશ્વનું સૌથી ઝડપી રોટર વિકસાવાયું છે
જેની ઝડપ 1 મિનીટમાં 60 અવાજ
ચક્કર ફરે છે.
Central Reserve Police Force Day
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ( સીઆરપીએફ ) એ ભારતની સૌથી મોટી છે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ
દળ છે . તે ભારત સરકારના ગૃહ મંત્રાલય ના સંગઠન હેઠળ
કામ કરે છે . સીઆરપીએફની પ્રાથમિક ભૂમિકા એ રાજ્ય /
કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ કામગીરીમાં
સહાયતા કરે છે . તે 27 જુલાઈ 1939
ના રોજ ક્રાઉન
પ્રતિનિધિની પોલીસ તરીકે અસ્તિત્વમાં આવી . 28મી ડિસેમ્બર, 1949 ના રોજ
સીઆરપીએફ એક્ટના અધિનિયમ પર ભારતીય સ્વતંત્રતા પછી , તે સેન્ટ્રલ
રિઝર્વ પોલીસ ફોર્સ બન્યું.
239 બટાલિયન્સ અને
અન્ય વિવિધ સંસ્થાઓ સાથે, સીઆરપીએફને ભારતની સૌથી મોટી અર્ધલશ્કરી દળ તરીકે ગણવામાં
આવે છે અને 313,678 કર્મચારીની મંજૂરી મંજૂર છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)