ફૂટબોલ વર્લ્ડકપ : જાણી-અજાણી વાતો
: ૧૯૫૮
બાદ પ્રથમવાર ઇટાલી ક્વોલિફાઇ થવામાં સફળ રહ્યું નથી.
: ઇંગ્લેન્ડની
૬૨માંથી ૧૧ મેચ ૦-૦થી ડ્રો રહી છે, જે રેકોર્ડ છે.
: સૌથી
વધુ ૧૧ રેડકાર્ડનો રેકોર્ડ બ્રાઝિલને નામે છે. આ પછી આર્જેન્ટિના (૧૧), ઉરુગ્વે (૦૯)નો ક્રમ આવે છે.
: પેરુ
૧૯૮૨ બાદ પ્રથમવાર વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયું છે.
: એક જ
વર્લ્ડકપમં સૌથી વધુ ૧૭૧ ગોલનો રેકોર્ડ ૧૯૯૮ અને ૨૦૧૪માં થયો હતો. જ્યારે એક જ
વર્લ્ડકપમાં સૌથી ઓછા ૧૪૫ ગોલનો ૨૦૧૦માં બન્યો હતો.
:
છેલ્લા ત્રણેય વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ જર્મનીને જ નામે છે. જર્મનીએ
૨૦૦૬માં ૧૪, ૨૦૧૦માં ૧૬ અને ૨૦૧૪માં ૧૮
ગોલ ફટકાર્યા હતા.
: રશિયા
સૌપ્રથમ વાર ફિફા વર્લ્ડકપની યજમાની કરશે.
: યજમાન
રશિયા ૧૧મી વખત ફિફા વર્લ્ડકપમાં ભાગ લેશે. ૧૯૬૬માં ચોથો ક્રમ ફિફા વર્લ્ડકપમાં
રશિયાનો શ્રે દેખાવ છે.
:
વર્લ્ડકપ ૨૦ વખત યોજાઇ ચૂક્યો છે. જેમાં બ્રાઝિલ સૌથી વધુ પાંચ જ્યારે ઇટાલી, જર્મની ચાર-ચાર વખત ચેમ્પિયન રહી ચૂક્યા છે.
: બે
દેશ સંયુક્ત રીતે ફિફા વર્લ્ડકપના યજમાન બન્યા હોય તેવું સૌપ્રથમવાર ૨૦૦૨ના
વર્ષમાં બન્યું હતું, એ વખતે દક્ષિણ
કોરિયા-જાપાને સાથે યજમાની કરી હતી.
:
વર્લ્ડકપમાં સૌથી વધુ ઉંમરે ગોલ કરવાનો રેકોર્ડ કેમરૃનના રોજર મિલાને નામે છે.
મિલાએ ૧૯૯૪માં રશિયા સામેની મેચમાં ગોલ કર્યો ત્યારે તેમની ઉંમર ૪૨ વર્ષ હતી.
:
સોચીનું ફિશ્ત સ્ટેડિયમ ફિફા વર્લ્ડકપનું યજમાન છે. ૨૦૧૪માં યોજાયેલી વિન્ટર
ઓલિમ્પિક્સનો ઉદ્ધાટન-સમાપન સમારોહ ફિશ્ત સ્ટેડિયમમાં જ યોજાયો હતો.
:
૧૯૩૦માં સૌપ્રથમ ફિફા વર્લ્ડકપ યોજાયો અને તેમાં યજમાન ઉરુગ્વે જ ચેમ્પિયન બન્યું
હતું.
:
૧૯૬૬માં ફિફા વર્લ્ડકપ શરૃ થવાનો હતો તેના સાત દિવસ અગાઉ જ ટ્રોફી ચોરાઇ ગઇ હતી. : રશિયાના પૂર્વના છેડે આવેલા ઇકાતેરિનબર્ગ અને
પશ્ચિમના યજમાન શહેર કેલિનિઇનગ્રાડ વચ્ચે ૧૫૦૦ માઇલનું અંતર છે. આટલું જ અંતર
મોસ્કો થી લંડન વચ્ચેનું છે.
:
૨૦૧૪માં યોજોલા ફિફા વર્લ્ડકપની પ્રત્યેક મેચમાં સરેરાશ ૫૩ હજાર પ્રેક્ષકો હતા.
: ફિફા
વર્લ્ડકપમાં ઇટાલીની સૌથી વધુ ૨૧ મેચ ડ્રો રહી છે.
:
ઇન્ડોનેશિયા સૌથી ઓછી એક મેચમાં રમવાનો રેકોર્ડ ધરાવે છે. ૧૯૩૮માં તેણે આ કમનસિબ
રેકોર્ડ બનાવ્યો હતો.
:
મેક્સિકોને નામે સૌથી વધુ ૨૫ મેચમાં પરાજયનો રેકોર્ડ છે. તેનો ૧૪ મેચમાં વિજય થયો
છે અને ૧૪ મેચ ડ્રો રહી છે.
:
૨૦૨૬માં યોજાનારા ફિફા વર્લ્ડકપમાં ૪૮ ટીમ ભાગ લેતી જોવા મળી શકે છે.
: જે પણ
દેશ ફિફા વર્લ્ડકપની યજમાની કરે ત્યાં ૯ મહિના
બાદ સૌથી વધુ સંખ્યામાં બાળકો જન્મતા હોવાની વાયકા છે.
: મોટાભાગની
ટીમ તેમના પ્લેયર્સને ફિફા વર્લ્ડકપ દરમિયાન શારિરીક સંબંધ બાંધવાની મનાઇ ફરમાવે
છે.
:
૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ફિફા વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમમાં ૭.૫૦ લાખ
લીટર બીયરનું વેચાણ થયું હતું.
:
વર્લ્ડકપની એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રશિયન સ્ટ્રાઇકર ઓલેગ
સેલેન્કોને નામે છે. તેણે ૧૯૯૪ના વર્લ્ડકપમાં કેમરુન સામે પાંચ ગોલ ફટકાર્યા હતા.
: એક જ
મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો ટીમ રેકોર્ડ હંગેરીને નામે છે. ૧૯૮૨માં હંગેરીએ અલ
સાલ્વાડોર સોમ ૧૦-૧થી વિજય મેળવ્યો હતો.
:
૨૦૦૨ના વર્લ્ડકપમાં તુર્કીના હકાન સુકુરે દક્ષિણ કોરિયા સામે મેચ શરૃ થયાની ૧૧મી
સેકન્ડમાં જ ગોલ ફટકારી દીધો હતો. વર્લ્ડકપમાં ફાસ્ટેસ્ટ ગોલનો આ રેકોર્ડ છે.
: સૌથી
ઝડપી રેડ કાર્ડનો રેકોર્ડ ઉરુગ્વેના ડિફેન્ડર જોસ બેતિસ્તાને નામે છે. તેને મેચ
શરૃ થયાની ૫૬મી સેકન્ડમાં રેડ કાર્ડ મળ્યો હતો.
:
ફ્રાન્સના સ્ટ્રાઇકર જસ્ટો ફોન્ટેનને નામે એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરવાનો
રેકોર્ડ છે. તેમણે ૧૯૫૬ના ફિફા વર્લ્ડકપમાં માત્ર ૬ મેચમાં ૧૩ ગોલ ફટકાર્યા હતા.
:
વર્લ્ડકપની એક જ મેચમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ ૨૬ જૂન ૧૯૫૪ના બન્યો હતો. જેમાં
ઓસ્ટ્રીયાએ સ્વિત્ઝર્લેન્ડને ૭-૫થી હરાવ્યું હતું.
: હાલ
રમી રહેલા પ્લેયર્સમાંથી જર્મનીના થોમસ મુલરને નામે વર્લ્ડકપમાં સૌથી વધુ ૧૦ ગોલ
કરવાનો રેકોર્ડ છે. તે ૬ ગોલ ફટકારશે તો વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ ફટકારવાનો
મિરોસ્લેવ ક્લોસ (૧૬)નો રેકોર્ડ તોડશે.
: ગર્ડ
મુલર છેલ્લા એવા પ્લેયર છે જેમણે એક જ વર્લ્ડકપમાં ૧૦ ગોલ ફટકાર્યા હતા, તેમણે ૧૯૭૦માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
: જે પણ
ટીમ તેના જ દેશનો કોચ ધરાવે છે તેની જ ટીમ ચેમ્પિયન બને છે.
:
ઉરુગ્વેના વોશિંગ્ટન ટેબરેઝ ચોથી વખત કોચિંગ કરશે. વર્લ્ડકપમાં સૌથી વધુ વાર
કોચિંગનો આ રેકોર્ડ છે. તેમના કોચિંગ હેઠળ ઉરુગ્વેનો વર્લ્ડકપમાં ૧૫માંથી ૬ મેચમાં
વિજય, ૬મેચમાં પરાજય થયો છે.
: જોકે, વર્લ્ડકપમાં સૌથી વધુ ૨૫ મેચમાં કોચિંગ કરવાનો રેકોર્ડ જર્મનીના હેલ્મટ
સ્કોનને નામે છે.
: યજમાન
રશિયા ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૧૪માં એમ ત્રણ વાર વર્લ્ડકપમાં ભાગ લઇ ચૂક્યું છે અને તે દરેક વખતે
ગ્પ સ્ટેજમાં ત્રીજા ક્રમે આવ્યું છે.
:
ક્વોલિફાઇંગ રાઉન્ડમાં દરેક મેચ જીતનારી જર્મની એકમાત્ર ટીમ છે.
: સબયા
સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માત્ર બીજીવાર વર્લ્ડકપમાં ભાગ લેશે.
:
સ્વિત્ઝર્લેન્ડ એકમાત્ર વાર ૧૯૫૪માં વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં
સફળ રહ્યું છે. આ પછી તે કદી ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યું નથી.
:
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફિફા વર્લ્ડકપ-૨૦૧૮ના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૧૮ ગોલ
ફટકારેલા છે.
:
ક્રોએશિયાનો છેલ્લા ત્રણેય વર્લ્ડકપની પ્રથમ મેચમાં પરાજય થયો છે.
:
વર્લ્ડકપ-૨૦૧૮માં ભાગ લઇ રહેલા તમામ દેશમાં આઇસલેન્ડની સૌથી ઓછી ૩.૩૪ લાખની વસતિ
છે.
:
આફ્રિકન દેશમાંથી નાઇજીરિયાએ સૌથી વધુ ૬ વાર વર્લ્ડકપમાં ભાગ લીધો છે.
:
ટયુનિશિયાએ ૧૯૭૮માં ફિફા વર્લ્ડકપની તેની પ્રથમ મેચમાં મેક્સિકો સામે વિજય મેળવ્યો
હતો. આ પછી તેણે ૧૯૬૨, ૧૯૯૪ના વર્લ્ડકપમાં ભાગ
લીધો છે અને ક્યારેય જીતી શક્યું નથી. હવે તે આ વખતે વિજય મેળવી શકે છે કે કેમ તે
આગામી દિવસોમાં માલૂમ પડશે.
: ઇરાને
પ્રથમ વાર સતત બે વર્લ્ડકપમાં ક્વોલિફાઇ કર્યું છે.
:
વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થયા બાદ સાઉદી અરેબિયા બે કોચને પાણીચું પકડાવી ચૂક્યું છે.
: ૧૯૭૮
બાદ આર્જેન્ટિના (૦૪) કરતા જર્મની (૦૫) વધુ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
:
જોઆચીમ લૌના કોચપદ હેઠળ જર્મનીની આ છઠ્ઠી મેજર ટુર્નામેન્ટ છે. તેમના માર્ગદર્શન
હેઠળ જર્મનીએ દરેક વખતે આ મેજર ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
:
વર્લ્ડકપમાં સ્પેનના છેલ્લા ૨૦માંથી ૯ ગોલ ડેવિડ વિલાએ ફટકારેલા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો