વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ બ્રાઝિલનું
રશિયામાં આગમન
-
બ્રાઝિલની ટીમ સૌથીવધુ પાંચ વખત ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ચૂકી છે : નેમાર
બ્રાઝિલનો ટ્રમ્પકાર્
-
ફ્રાન્સની ટીમ પણ રશિયા આવી પહોંચી : ગુરુવારથી ૩૨ ટીમ વચ્ચે ફૂટબોલનું 'વિશ્વયુદ્ધ'
ક્રિકેટમાં
ઓસ્ટ્રેલિયા, ટેનિસમાં રોજર ફેડરર
મેદાનમાં ઉતરે ત્યારે રમતપ્રેમીઓની અપેક્ષાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આવું જ સ્થાન બ્રાઝિલનું છે. છઠ્ઠી વખત વર્લ્ડકપ ટાઇટલ
જીતવા માટે બ્રાઝિલની ટીમ સોમવારે ફૂટબોલના 'વિશ્વયુદ્ધ'
ની 'રણભૂમિ' રશિયામાં
આગમન કર્યું છે.
બ્રાઝિલ
૨૦૦૨ બાદ પ્રથમવાર વર્લ્ડચેમ્પિયન બની શકશે કે કેમ તેનો સઘળો મદાર હાલના સુપરસ્ટાર
નેમાર, ગેબ્રિયલ જીસસ, રોબર્ટો, વિલિયન, પોલિન્યો જેવા મિડફિલ્ડર, થિએગો સિલ્વા, માર્સેલો વિયેરા જેવા
ડિફેન્ડર્સ પર રહેશે.
બ્રાઝિલની
ટીમ ૧૭ જૂને સ્વિત્ઝર્લેન્ડ સામે રમી ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં પોતાનું અભિયાન
આરંભશે. બ્રાઝિલના ગૂ્રપમાં સ્વિત્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા,
સર્બિયા અન્ય ટીમ છે. આમ, બ્રાઝિલને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવામાં
ખાસ સમસ્યા નહીં નડે તેમ જણાઇ રહ્યું છે.
બ્રાઝિલ
ઉપરાંત ફ્રાન્સની ટીમ સોમવારે રશિયા આવી પહોંચી હતી. ૧૯૯૮માં એકમાત્ર વાર ચેમ્પિયન
બનેલી ફ્રાન્સની ટીમ ગત વખતે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી.ફ્રાન્સની ટીમમાં પોલ
પોગ્બા, એન્ટોઇન ગ્રીઝમેન, ઓલિવર ગિરોર્ડ, કેલિન એમ્બપૈ જેવા સ્ટાર પ્લેયર્સ છે. ફ્રાન્સના ગૂ્રપ 'સી' માં ઓસ્ટ્રેલિયા, પેરુ, ડેન્માર્ક અન્ય ટીમ છે. ફ્રાન્સની ટીમ
૧૬ જૂને ઓસ્ટ્રેલિયા સામે પ્રારંભિક મેચમાં રમશે.
બ્રાઝિલ કે જર્મની વર્લ્ડ
ચેમ્પિયન બનશે
વિવિધ આંકડાકીય પરિમાણો, ખેલાડીઓના વર્તમાન ફોર્મના આધારે ગોલ્ડમેન સેશ દ્વારા કઇ ટીમ આ વખતે
વર્લ્ડ ચેમ્પિયન બનશે તેનું પૂર્વાનુમાન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેમનું
માનવું છે કે, બ્રાઝિલ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે
ફેવરિટ છે. જોકે, અહીં એ વાત નોંધનીય છે કે ગોલ્ડમેન
દ્વારા ૨૦૧૪ના વર્લ્ડકપ અગાઉ પણ બ્રાઝિલને ચેમ્પિયન બનવા માટે ફેવરિટ ગણવામાં
આવ્યું હતું અને ત્યારે તેનો સેમિફાઇનલમાં જર્મની સામે પરાજય થયો હતો. હવે આ વખતે
તેમનું માનવું છે કે, બ્રાઝિલ, જર્મની,
ફ્રાન્સ, પોર્ટુગલ સેમિફાઇનલમાં પહોંચવા
માટે પ્રબળ દાવેદાર છે. આ સિવાય બેલ્જિયમ, ઇંગ્લેન્ડ,
આર્જેન્ટિના, સ્પેન ક્વાર્ટર ફાઇનલથી
આગળ વધી શકે તેની સંભાવના નહિવત્ છે.
માન્ચેસ્ટર સિટીના સૌથી વધુ
પ્લેયર્સ
ફિફા
વર્લ્ડકપ-૨૦૧૮માં માન્ચેસ્ટર સિટીના સૌથી વધુ ૧૬, રિયલ મેડ્રિડ ક્લબના ૧૫, બાર્સેલોનાના ૧૪,
પેરિસ સેન્ટ જર્મેઇનના ૧૨, ટોટ્ટેનહામ
હોટસ્પરના ૧૨ જ્યારે બાર્યન મ્યુનિચ-ચેલ્સી-યુવેન્ટ્સ-માન્ચેસ્ટર યુનાઇટેડના ૧૧-૧૧
કરારબદ્ધ પ્લેયર્સનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાની એક જ ક્લબ અલ હિલાલના ૧૦
પ્લેયર્સ ફિફા વર્લ્ડકપમાં જોવા મળશે. આ સિવાય જર્મનીની બાયર્ન મ્યુનિચના ૭,
સ્પેનની રિયલ મેડ્રિડના ૬ પ્લેયર્સનો સમાવેશ થાય છે. બ્રાઝિલની
ટીમના ચાર પ્લેયર્સ માન્ચેસ્ટર સિટી સાથે જોડાયેલા છે.
આર્જેન્ટિનાની ટીમ 'ઓલ્ડેસ્ટ'
, ફ્રાન્સની ટીમ 'યંગેસ્ટ'
૨૦૧૪ના
વર્લ્ડકપ માફક આ વખતે પણ આર્જેન્ટિનાની ટીમ સૌથી વધુ સરેરાશ વય ધરાવે છે.
આર્જેન્ટિનાની ટીમની સરેરાશ વય ૩૦ વર્ષ ૩ માસ છે. આર્જેન્ટિનાના અડધોઅડધ પ્લેયર્સ
૩૦ વર્ષ ૩ માસની વય કમસેકમ ધરાવે છે. આ પછી પનામાની ટીમના પ્લેયર્સની સરેરાશ વય ૨૯
વર્ષ ૭ મહિના, કોસ્ટા રિકાની ટીમના
પ્લેયર્સની સરેરાશ વય ૨૯ વર્ષ ૬ માસ છે. ૨૫ વર્ષ ૨
માસ સાથે ફ્રાન્સ યંગેસ્ટ અને ૨૫ વર્ષ ૫ માસ સાથે ઇંગ્લેન્ડ બીજા ક્રમની સૌથી યુવા
ટીમ છે.
કઇ ટીમના પ્લેયર્સને સૌથી
વધુ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ?
ટીમ કુલ આંતરરાષ્ટ્રીય મેચ
ટીમ કુલ આંતરરાષ્ટ્રીય મેચ
પનામા ૧૪૧૫
મેક્સિકો ૧૪૧૧
કોસ્ટા રિકા ૧૧૫૪
બેલ્જિયમ ૧૦૫૪
જાપાન ૧૦૦૪
સ્પેન ૯૭૬
ઉરુગ્વે ૯૫૪
જર્મની ૯૨૯
આઇસલેન્ડ ૯૧૬
ક્રોઅશિયા ૯૧૦
પોર્ટુગલ ૯૦૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો