સોમવાર, 18 ડિસેમ્બર, 2017

સરકાર 'જવાનોની શહીદી' માટે શહીદ કે માર્ટિયર શબ્દ પ્રયોગ કરતી નથી

- એક અરજદારે માહિતી અધિકાર હેઠળ માંગેલા જવાબ પછી સ્પષ્ટતા

ભારતીય સેના કે પોલીસમાં 'માર્ટિયર' કે 'શહીદ' જેવો શબ્દ છે જ નહીં. સેનામાં કોઈ જવાનનું ફરજ વખતે મૃત્યુ થાય તો 'બેટલ કેઝ્યુઆલિટી' શબ્દનો ઉપયોગ કરાય છે.

એવી જ રીતે, પોલીસ જવાનના મૃત્યુ માટે 'ઓપરેશન કેઝ્યુઆલિટી' શબ્દ છે. સંરક્ષણ અને ગૃહ મંત્રાલયે કેન્દ્રિય માહિતી ખાતા સમક્ષ રજૂ કરેલા જવાબમાં આ જવાબ આપ્યો હતો.

સેનામાં જવાનનું મૃત્યુ થાય ત્યારે 'બેટલ કેઝ્યુઆલિટી' અને પોલીસ જવાનના મૃત્યુમાં 'ઓપરેશન કેઝ્યુઆલિટી' શબ્દનો ઉપયોગ થાય છે.

માહિતી અધિકારના કાયદા હેઠળ એક અરજદારે માહિતી માંગી હતી કે, ભારતીય કાયદા અને બંધારણ પ્રમાણે 'શહીદ' શબ્દની વિસ્તૃત વ્યાખ્યા શું છે?

આ અરજીના જવાબમાં ઉપરોક્ત બંને મંત્રાલયોએ આ માહિતી આપી હતી. આ અરજદારે શહીદ શબ્દનો ચોક્કસ અર્થ જાણવા સંરક્ષણ અને ગૃહ મંત્રાલયના તમામ લાગતા-વળગતા અધિકારીઓ સમક્ષ આ માહિતી માંગી હતી.

જોકે, અરજદારને ક્યાંયથી સંતોષકારજ જવાબ ના મળતા તેણે માહિતી અધિકારના કાયદા હેઠળ આ અરજી કરી હતી. આ મુદ્દે માહિતી કમિશનર યશોવર્ધન આઝાદે કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય દ્વારા ક્યારેય શહીદ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી.


તેઓ નિયમ પ્રમાણે બેટલ કેઝ્યુઆલિટી શબ્દનો જ ઉપયોગ કરે છે, જ્યારે ગૃહ મંત્રાલય પોલીસ જવાનોના કેસમાં ઓપરેશન કેઝ્યુઆલિટી શબ્દનો ઉપયોગ કરે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો