સોમવાર, 18 ડિસેમ્બર, 2017

ચામડા ઉદ્યોગને કેન્દ્રનું રૂ. 2600 કરોડનું ખાસ સહાય પેકેજ



- આ રોકાણથી 3.24 લાખ નવા વ્યવસાયને તક મળી શકશે

 તા. 16 ડિસેમ્બર 2017 શનિવાર સરકારે ચામડા તેમજ પગરખા ક્ષેત્રમાં રોજગારીને પ્રોત્સાહન આપવા માટે રૂ. 2600 કરોડના ખાસ પેકેજને મંજૂરી આપી હતી. આ ક્ષેત્ર ત્રણ વર્ષમાં 3.24 લાખ વ્યવસાયોનું નિર્માણ કરી શકશે. જ્યારે અન્ય ક્ષેત્રમાં 2 લાખ વ્યવસાયો ચાલુ કરવામાં સહાયરૂપ થશે.


આ સહાયથી ત્રણ વર્ષમાં ૩.૨૪ લાખ નવી રોજગારી ઉભી થશે જ્યારે બે લાખ વ્યવસાયોને ટેકો મળશે વડાપ્રધાનના વડપણ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પેકેજ હેઠળ 'ઈન્ડિયન ફૂટવેર, લેધર એન્ડ એસેસરિઝ ડેવલેપમેન્ટ પ્રોગ્રામ'ને પ્રોત્સાહિત કરવામાં આવશે. ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦ દરમિયાન આ ૨૬૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરાશે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો