સોમવાર, 7 જાન્યુઆરી, 2019
બાંગ્લાદેશ-શેખ હસીના પ્રધાનમંત્રી પદના લેશે શપથ
શેખ હસીનાની
સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી
બાંગ્લાદેશનાં
પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારે બહુમતી સાથે ચોથા કાર્યકાળ માટે ચૂંટણી જીતી લીધી
છે. ત્યારે આજે શેખ હસીના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે..તેમના મંત્રીમંડળમાં 47 સભ્યોનો સમાવેશ કરાયો છે જેમાં 31 નવા ચહેરાને સ્થાન
અપાયુ છે..મહત્વનુ છે કે બાંગ્લાદેશ ચૂંટણી પંચના સચિવ હિલાલુદ્દીન અહમદે આજે
સવારે ટેલિવિઝન પર સત્તારૂઢ અવામી લીગની જીતની ઘોષણા કરી હતી. શેખ હસીનાની
સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. 300 બેઠકોની સંસદ માટે
અત્યારે 298 બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNP ની આગેવાનીમાં મુખ્ય
વિપક્ષી ગઠબંધનને માત્ર 6 બેઠકો મળી છે. સરકાર બનાવવા માટે
કોઈપણ પક્ષને 151 બેઠકો જોઈએ. વિપક્ષી નેશનલ યુનિટી ફ્રન્ટ
ગઠબંધને સામાન્ય ચૂંટણી પરિણામોને નકારતા કાર્યવાહક સરકારના નેતૃત્વ હેઠળ નિષ્પક્ષ
રીતે ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે, તો આ તરફ મતદાન
દરમિયાન થયેલ હિંસામાં ગઈકાલે સુરક્ષા એજન્સીના એક સભ્ય સહિત 17 લોકોના મોત થયા હતા, અને અનેક લોકો ઘાયલ થયા હતા.
સેલવાસ ખાતે અટલ ભવનનું ઉદ્દઘાટન
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સેલવાસ ખાતે
પહોંચ્યા હતા. આ પહેલાં દમણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દમણથી સેલવાસ તેઓ કાર
રેલી સાથે પહોંચવાના હતા. અહીં બીજેપીના અટલ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે.
દમણ-સેલવાસના બીજેપીના બુથ કાર્યકરોને તેઓ સંબોધિત કરશે અને આગામી ચૂંટણીમાં
બીજેપીનો વિજય થાય તે માટે કાર્યકરોને પ્રેરણા પૂરી પાડશે.
એરપોર્ટની જેમ મુસાફરોએ 20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચવુ પડશે
રેલવે સ્ટેશનની સુરક્ષા એરપોર્ટની તર્જ પર મજબૂત કરવાની યોજના બનાવવામાં
આવી છે. જે માટે યાત્રિકોને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા દળોની નજર હેઠળથી
પસાર થવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરતાં તેઓને ટ્રેન સુધી પહોંચવામાં મોડું ન થાય
તે માટે ડિપાર્ચરથી લગભગ 20 મિનિટ
પહેલાં સ્ટેશન આવવું પડશે.
શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા અલ્હાબાદ અને કર્ણાટકના હુબલી સ્ટેશન પર લાગુ
કરવામાં આવી છે.
રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું કે આ તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશનોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે. રેલવેની રણનીતિ છે કે સ્ટેશન પર પ્રવેશ તમામ રસ્તાઓને ચિન્હિત કરી બંધ કરવામાં આવે.
રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું કે આ તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશનોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે. રેલવેની રણનીતિ છે કે સ્ટેશન પર પ્રવેશ તમામ રસ્તાઓને ચિન્હિત કરી બંધ કરવામાં આવે.
રવિવાર, 6 જાન્યુઆરી, 2019
'મેરા બુથ સબસે મજબુત બુથ' કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મેરા બુથ સબસે
મજબુત બુથ' કાર્યક્રમ અંતર્ગત આંધ્ર પ્રદેશના અનંતપુર,
કડ્ડપા, કુરનુલ, નરસરાઓપેટ
અને તીરૂપતીના બુથ સ્તરના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી.
જેમાં તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.
અમદાવાદમાં આજથી ૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ

- પતંગોત્સવ
ગુજરાતની વર્લ્ડ બ્રાન્ડ ઈમેજ બનશે: રાજ્યપાલની હાજરીમાં મુખ્યમંત્રીએ ખુલ્લો
મુક્યો
અમદાવાદમાં NIDની પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે આજથી
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીની હાજરીમાં
મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પતંગોત્સવને ખુલ્લો મૂક્યો છે. આ પતંગોત્સવમાં વિવિધ 45 દેશોના 151 પતંગબાજો ભાગ લઇ રહ્યા છે.
અમદાવાદમાં ૧૯૮૭ના વર્ષથી યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ
મહોત્સવમાં આ વખતે ૪૫ દેશના ૧૫૧ પતંગબાજો ભાગ લેવાના છે. આ ઉપરાંત ભારતના ૧૩
રાજ્યોના ૧૦૫, ગુજરાતના ૧૯ શહેરના ૫૪૫ પતંગબાજ અવનવા પતંગ સાથે ભાગ લેતા
જોવા મળશે. આ વખતે કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ૮મીએ , સુરત-જેતપુર ખાતે ૯મીએ, રાજકોટ-સોનગઢ ખાતે ૧૦મીએ, સાપુતારા-ધોલેરા ખાતે ૧૧મીએ, કચ્છના સફેદ ધોરડો ખાતે ૧૨મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
યોજાવવાનો છે. ૧૪મીએ અમદાવાદની પોળમાં પણ પતંગ મહોત્સવ યોજાશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે ૧૦ થી ૫
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાંજે ૭:૩૦ થી ૯ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક
કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ અવસરે "એક ભારત - શ્રેષ્ઠ
ભારત" ની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.
આ પતંગોત્સવમાં 45 દેશોના અને ભારતના વિવિધ 13 રાજ્યોના તેમજ ગુજરાતના 19 શહેરોના 500 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની
પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ
સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના 2 હજાર બાળકોએ યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી.
શનિવાર, 5 જાન્યુઆરી, 2019
અરૃણિમાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરી ઇતિહાસ
રચ્યો
- માઉન્ટ વિન્સન પર પહોંચનારી સૌપ્રથમ દિવ્યાંગ મહિલા બની
- અરૃણિમા એવરેસ્ટ પણ સર કરી ચૂકી છે

એવરેસ્ટના
શિખર પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ દિવ્યાંગ મહિલા તરીકેનો વિશ્વવિક્રમ સર્જનારી
ભારતની અરૃણિમા સિન્હાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખર - સેંટ. વિન્સન - ને સર
કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે સેંટ. વિન્સન પર પહોંચનારી વિશ્વની સૌપ્રથમ
દિવ્યાંગ મહિલા બની ગઈ છે.
૩૦ વર્ષની અરૃણિમા ભૂતપૂર્વ નેશનલ
વોલીબોલ પ્લેયર રહી ચૂકી છે. તેણે એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરવાની
સિદ્ધિની જાહેરાત ટ્વિટર પર કરી હતી. અરૃણિમાની સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી.
વર્ષ ૨૦૧૧માં પદ્માવતિ એક્સપ્રેસ
ટ્રેનમાં તોફાની તત્વોના ચેન સ્નેચિંગના પ્રયાસનો અરૃણિમાએ વિરોધ કર્યો હતો. જેના
કારણે તેને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અને આ દુર્ઘટનામાં તેને એક
પગ ગુમાવવો પડયો હતો. જોકે આ ઘટના બાદ તેણે હિંમત ન હારી અને પર્વતારોહણ શરૃ
કર્યું હતુ. તેણે વર્ષ ૨૦૧૩માં એવરેસ્ટ પર પહોંચવામાં સફળતા હાંસલ કરી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
