સોમવાર, 7 જાન્યુઆરી, 2019

એરપોર્ટની જેમ મુસાફરોએ 20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચવુ પડશે

Arrive at least 20 min ahead of departure: Just like airports, railways plans to seal stations

રેલવે સ્ટેશનની સુરક્ષા એરપોર્ટની તર્જ પર મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી છે. જે માટે યાત્રિકોને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા દળોની નજર હેઠળથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરતાં તેઓને ટ્રેન સુધી પહોંચવામાં મોડું ન થાય તે માટે ડિપાર્ચરથી લગભગ 20 મિનિટ પહેલાં સ્ટેશન આવવું પડશે.

શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા અલ્હાબાદ અને કર્ણાટકના હુબલી સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. 

રેલવેએ 202 સ્ટેશનો પર આ પ્રકારની સુરક્ષા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું કે આ તમામ સ્ટેશનો પર અલ્હાબાદ તેમજ હુબલીની જેમ મજબૂત સુરક્ષા ગોઠવવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશનોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવશે. રેલવેની રણનીતિ છે કે સ્ટેશન પર પ્રવેશ તમામ રસ્તાઓને ચિન્હિત કરી બંધ કરવામાં આવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો