બાંગ્લાદેશ-શેખ હસીના પ્રધાનમંત્રી પદના લેશે શપથ
શેખ હસીનાની
સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી
બાંગ્લાદેશનાં
પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારે બહુમતી સાથે ચોથા કાર્યકાળ માટે ચૂંટણી જીતી લીધી
છે. ત્યારે આજે શેખ હસીના પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે..તેમના મંત્રીમંડળમાં 47 સભ્યોનો સમાવેશ કરાયો છે જેમાં 31 નવા ચહેરાને સ્થાન
અપાયુ છે..મહત્વનુ છે કે બાંગ્લાદેશ ચૂંટણી પંચના સચિવ હિલાલુદ્દીન અહમદે આજે
સવારે ટેલિવિઝન પર સત્તારૂઢ અવામી લીગની જીતની ઘોષણા કરી હતી. શેખ હસીનાની
સત્તારૂઢ પાર્ટી અવામી લીગે 298માંથી 287 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. 300 બેઠકોની સંસદ માટે
અત્યારે 298 બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNP ની આગેવાનીમાં મુખ્ય
વિપક્ષી ગઠબંધનને માત્ર 6 બેઠકો મળી છે. સરકાર બનાવવા માટે
કોઈપણ પક્ષને 151 બેઠકો જોઈએ. વિપક્ષી નેશનલ યુનિટી ફ્રન્ટ
ગઠબંધને સામાન્ય ચૂંટણી પરિણામોને નકારતા કાર્યવાહક સરકારના નેતૃત્વ હેઠળ નિષ્પક્ષ
રીતે ફરી ચૂંટણી યોજવાની માંગ કરી છે, તો આ તરફ મતદાન
દરમિયાન થયેલ હિંસામાં ગઈકાલે સુરક્ષા એજન્સીના એક સભ્ય સહિત 17 લોકોના મોત થયા હતા, અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો