મંગળવાર, 6 નવેમ્બર, 2018

અયોધ્યામાં ધામધૂમથી ઉજવાશે દિવાળી, દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી તમામ કાર્યક્રમમાં લેશે ભાગ



ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની ઉજવણીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે દીપોત્સવીના કાર્યક્રમોમાં ભાગ લેવા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની પણ ભારત આવી રહી છે. તેમના સ્વાગતમાં અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. સરયૂ નદીના ઘાટ પર ભગવાન રામ અને હનુમાનજીની મૂર્તિઓ પણ લગાડવામાં આવી છે. ઘાટના પગથિયા પર લાખો દીવડા પ્રગટાવવામાં આવશે. 
નદીના બંને કિનારે 3 લાખથી વધારે દીવા પ્રજ્વલિત કરવામાં આવશે. આ આયોજનની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન કિમ સાથે હાજરી આપશે.
દિવાળી પૂર્વે મંગળવારે રામાયણના અગલ અલગ ભાગ દર્શાવતા પ્લોટસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં કોરિયા, રુસ, લાઓસ, ત્રિનિંદાદના આંતરરાષ્ટ્રીય અને 500 ભારતીય  કલાકારો ભાગ લેશે. મંગળવારે બપોરે 3 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કિમ જુંગ સુકનું સ્વાગત કરશે.

સોમવાર, 5 નવેમ્બર, 2018

ભારતના વિજ્ઞાનીઓ- એન્જિનિયરોએ ઈતિહાસ સર્જયો પરમાણુ મિસાઈલ સજ્જ સબમરિન અરિહંત નેવીમાં સામેલ
 Image result for arihant submarine
- સમુદ્રમાં પરીક્ષણના પેટ્રોલિંગ માટે ગયેલ અરિહંત સોમવારે પરત ફરી, વડા પ્રધાને ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી
- સબમરીનમાં તૈનાત 15 પરમાણુ મિસાઇલોમાં 750 કિમી જ્યારે 4 બેલેસ્ટિક મિસાઇલોમાં 3500 કિમી સુધી હુમલો કરવાની ક્ષમતા

ભારતને પહેલી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન મળી ગઇ છે, આઇએનએસ અરિહંતે સમુદ્રમાં પોતાની પહેલી પરિક્ષણ પેટ્રેલિંગ પુરી કરી દીધી હતી અને સોમવારે તે પરત સ્વદેશ પરત આવી ગઇ હતી. અરિહંતનો મતલબ છે દુશ્મનોને નષ્ટ કરવા. 
જમીન પર અગ્નિ મિસાઇલ, હવામાં લડાકુ વિમાન અને હવે સમુદ્રમાં અરિહંતનો સમાવેશ થઇ ગયો છે. અરિહંત પેટ્રોલિંગ કરીને પરત ફર્યાની સાથે જ ભારત એલિટ દેશોમાં સામેલ થઇ ગયો છે તેમ મોદીએ જણાવ્યું હતું. બાદમા મોદીએ અરિહંતની સફળતા બદલ દરેક ક્રુ મેમ્બરને શુભકામના પાઠવી હતી.
આ સબમરીનની ખાશીયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ હથિયારો સાથે સજ્જ હશે,અગાઉ જે પણ સબમરીન હતી તેમાં આ સુવિધા નહોતી. જેને પગલે હવે ભારત સમુદ્રમાં પણ ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થઇ ગયો છે. સબમરીનનું વજન ૬૦૦૦ ટન છે. પ્રથમ પેટ્રોલિંગમાં સફળતા બાદ આ સબમરિનને ભારતે કાર્યરત કરી દીધી છે અને હવે તે કોઇ પણ ઓપરેશન માટે તૈયાર છે.

આ સબમરીનમાં મિસાઇલો પણ સામેલ કરાઇ છે. જેની ક્ષણતા ૭૫૦ કિમી અને ૩૫૦૦ કિમી છે. એટલે કે સમુદ્રમાં પણ જો કોઇ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો આ સબમરીન હુમલા માટે સક્ષમ છે. ૧૫ જેટલી મિસાઇલો ૭૫૦ કિમી સુધી હુમલો કરી શકશે જ્યારે ૪ બેલેસ્ટિક મિસાઇલ ૩૫૦૦ કિમી સુધી હુમલો કરી શકે તે રીતે તૈયાર કરી છે.
 

આ સબમરિન આઇએનએસ અરિહંતને પહેલી વખત ૨૦૦૯માં વિશાખાપટનમમાં શિપ બિલ્ડિંગ સેંટરમાં લોંચ કરી હતી. આ વર્ષે ઓગસ્ટ માસમાં તેને સૈન્યને સોપી દેવામાં આવી હતી. જેણે પહેલી પરીક્ષા પસાર કરી લીધી છે. હવે તે સંપૂર્ણપણે હુમલો કરવા માટે સજ્જ છે.

બુધવાર, 31 ઑક્ટોબર, 2018

નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમર્પિત કરી


 


વડાપ્રધાન મોદી રાતના જ અમદાવાદ પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી.


દેશને એક સૂત્રમાં બાંધનાર આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટીનું ઉદ્ધાટન કર્યું. સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના વેલી ઑફ ફ્લોવર્સનું ઉદ્ધાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના કિનારા કેવડિયા પહોંચ્યા. 

આજે ૩૧મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ. ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય પ્રતિમા વિશ્વની એક અજાયબી બની જશે.

સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં પહોંચ્યા.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ 10 વાતો જાણી દરેક ભારતીયને થશે ગર્વ

 

Image result for statue of unity inauguration
વડાપ્રધાન મોદી આજે સરદાર પટેલની જન્મજયંતિ પર ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયામાં પ્રતિમાના લોકાર્પણ બાદ વડાપ્રધાન જનસભા પણ સંબોધશે. ત્યારબાદ  તેઓ વોલ ઓફ યુનિટી ખાતે જશે અને તેનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રતિમાની 10 ખાસિયતો વિશે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 

1. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 

2. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ બમણી છે. 

3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા. 

4.એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે. 

6. આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરની દૂરી પર છે.

7. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઈ 522 ફૂટ અને 182 મીટર છે. જેમાં પગની લંબાઈ 80 ફૂટ, હાથ 70 ફૂટ ખભા 140 ફૂટ અને ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે. 

8. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પદ્મવિભૂષણ સન્માનિત રાવ વી. સુતારની દેખરેખમાં થયું છે. 

9. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દ્રશ્ય જોઈ શકે છે. 

10.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રોજ 15000 પર્યટકો આવશે તેવું અનુમાન છે. 


સોમવાર, 29 ઑક્ટોબર, 2018

આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનર, રોબોટ ફેક્ટરીની મુલાકાત લીધી

 

- આબેના હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા : બન્નેએ આઠ કલાક સાથે વિતાવ્યા


- મોદીએ આબેને પથ્થરની બનાવટની કટોરી અને રાજસ્થાની ગાલીચો ભેટ કર્યો

 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેની સાથે બેઠક યોજી હતી. અહીં આવેલી એક રોબોટ બનાવતી ફેક્ટ્રીની પણ મોદીએ મુલાકાત લીધી હતી.
આબે અને મોદી બન્નેએ સાથે આઠ કલાક વિતાવ્યા હતા. ૧૩મી ભારત-જાપાન સમીટમાં જોડાવા માટે મોદી હાલ જાપાનના પ્રવાસે છે.
રવિવારે શરૃ થયેલી આ સમીટ સોમવારે પણ ચાલશે. જે દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના વ્યાપાર સંબંધી મુદ્દાઓને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
મોદીના જાપાનમાં પ્રવેશ  સમયે જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ ટ્વિટ કરીને મોદીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોદીએ આબેને એક પથ્થરની કટોરી અને રાજસ્થાની બનાવટની ચાદર ભેટમાં આપી હતી. આ બન્ને ભેટ હાથ બનાવટની છે જે ખાસ જાપાનની મોદીની મુલાકાત માટે જ બનાવવામાં આવી હતી.
બનાવટ વખતે તેની દેખરેખ અમદાવાદની એનઆઇડીએ રાખી હતી. આ સાથે જ એક જોધપુરી વૂડન ચેસ્ટ પણ ભેટવામાં આપવામાં આવી હતી. દરમિયાન મોદીને જાપાનમાં બનતા વિવિધ રોબોટ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. બન્ને નેતાઓએ સાથે મળીને રોબોટના વિવિધ ફોર્મેટ અંગે ચર્ચા પણ કરી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જાપાનના વડા પ્રધાન આબેની આગતા સ્વાગતા કરી હતી. આબેની હોલીડે વિલામાં મોદી માટે ખાસ ડીનરનું આયોજન કરાયું હતું, આબેના આ હોલીડે હોમની મુલાકાત લેનારા મોદી પહેલા વિદેશી નેતા બન્નેએ  આઠ કલાક સાથે વિતાવ્યાબન્નેએ સાથે ડીનર લીધા બાદ ટોક્યોની ટ્રેનમાં સાથે મુસાફરી પણ કરી હતી.
ટોક્યોમાં બન્ને નેતાઓ સોમવારે એક બેઠક યોજશે જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કવામાં આવશે. એક અહેવાલ મુજબ જાપાનના વડા પ્રધાન સિંઝો આબેએ નરેન્દ્ર મોદી એક મહાન દેશના વડા પ્રધાન છે, જે દિવસે જાપાની બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઇની વચ્ચે દોડશે તે દિવસ ભારત અને જાપાન માટે ઐતિહાસિક હશે.

રવિવાર, 28 ઑક્ટોબર, 2018

વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરશે





નર્મદા નદીના કિનારે ફુલોના મેઘધનુષી રંગોનું નઝરાણું


૧૦૦થી વધુ પ્રજાતિના ફૂલ પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

 

વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતભરના પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બની રહેશે.તેમાં ય વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શોભામાં અભિવૃધ્ધિ કરશે.નર્મદા વેલીના બંન્ને કિનારે ૧૭ કિમીના વિસ્તારમાં રંગબેરંગી ફુલો લહેરાશે.

વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો,સફેજૉદ ચંપો, ખાખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બોગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્વોલિસીસ,વડેલીયા,આલામન્ડા કેથટીકા અને વાસની વેલોનુ ય વાવેતર કરવામાં આવ્યુ છે. ઘાસની રંગીન પ્રજાતિ ફ્લાવર્સ ઓફ વેલીને વધુ સુંદરતા બક્ષશે. ગલગોટા,કેન્ડુલા,સૂર્યમુખી અને વિન્કા જેવા રંગીન ફુલોના અંદાજે ૧૦૦ જેટલી પ્રજાતિના ફુલો અંહી પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે.

પ્રથમ તબક્કે વેલી ઓફને ૨૫૦ હેક્ટર વિસ્તારમાં બનાવાઇ છે ત્યાર બાદ ધીરે ધીરે ૩ હજાર હેક્ટરમાં આ વેલીને આવરી લેવાશે.૩૨,૫૦૦ ચો.મી વિસ્તારમાં ટપક સિંચાઇ વિસ્તાર દ્વારા આવરી લેવામાં આવનાર છે. ફલાવર્સ ઓફ વેલીમાં કમળ-પોયળીથી સુંદર બે તળાવોનું ય નિર્માણ કરવામાં આવ્યુ છે. આમ,ફ્લાવર્સ ઓફ વેલી પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિંક તાલમેલ સાધી શકે તે માટે નિર્માણ કરાઇ છે.

ફલાવર્સ ઓફ વેલીમાં એડવેન્ચર પાર્ક,સેલ્ફી વિથ સ્ટેચ્યૂ,સરદાર ગાર્ડન,ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ પ્રવાસીના આનંદમાં ઉમેરો કરશે.
જાપાન: શિન્ઝો એબેને મળ્યા PM મોદી, 13મી ભારત જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે




PM મોદી બે દિવસીય પ્રવાસ પર જાપાન પહોચ્યા છે. ત્યાં તેઓ 13મી ભારત અને જાપાન રાષ્ટ્રીય સમિટમાં ભાગ લેશે. પરંતુ PM મોદીની મુલાકાત શિન્ઝો આબે સાથે થઈ ગઈ છે. બન્ને ટોક્યોના માઉન્ટ ફુજી હોટેલમાં મળ્યા હતા.

શનિવારે ટાક્ટો પહોચંતા ભારતીય સમુદાયના લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતુ. બીજી વાર PM મોદી જાપાનની યાત્રા પર છે. 

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ટોક્યો પહોચી ગયો છુ. હું ખાતરી આપુ છું કે આ યાત્રા ભારત અને જાપાનના મજબૂત સંબંધોમાં નવા અધ્યાય જોડશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે શિન્ઝો આબેની સાથે 13માં વાર્ષિક સમ્મેલનમાં ટોક્યો પોહચતા PMમોદીનું સ્વાગત કર્યું છે. જાપાન એ દેશોમાં છે જેની સાથે ભારત વાર્ષિક સમ્મેલન કરે છે.