મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

ત્રણ બેન્કોનું મર્જર

કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના મર્જરની જાહેરાત કરી દીધી છે. જેના કારણે હવે બેન્કના માળખામાં થનારા ફેરફારને લઈને ત્રણે બેન્કના લાખો એકાઉન્ટ ધારકો મૂંઝવણમાં છે.
જોકે હજી સુધી મર્જર બાદ બેન્કનુ નવુ નામ જાહેર કરાયુ નથી.પણ ગ્રાહકો માટે કઈ ચીજો બદલાશે તે આ પ્રમાણે છે.
  • ગ્રાહકોની ડિપોઝીટ જે પણ બેન્કમાં હશે તે નવી બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે.આ માટે કદાચ ગ્રાહકોએ પેપર વર્ક કરવુ પડશે.
  • મર્જર બાદ નવી બેન્કના નામની ચેકબૂક ગ્રાહકે લેવી પડશે.
  • એટીએમ કાર્ડ પણ ગ્રાહકને નવુ અપાશે.જોકે તેના માટે ગ્રાહકોને પુરતો સમય મળશે.
  • નવી બેન્કનુ ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ પણ બદલાઈ શકે છે.આવા સંજોગોમાં  ઈન્ટરનેટ બેન્કિંગ કરતા ગ્રાહકોને નવેસરથી લોગ ઈન આઈડી અને પાસવર્ડ અપાઈ શકે છે.
  • આઈએફએસસી કોડ બદલાશે.જોકે તેમાં હજી સમય લાગશે.આ માટે ગ્રાહકોને જાણકારી અપાશે.
  • કોડ બદલવાની સાથે બેંકની બ્રાન્ચ પણ બદલાઈ શકે છે.કોઈ એક વિસ્તારમાં જો મર્જરમાં સામેલ બેન્કોની બે બ્રાન્ચ છે તો એક બ્રાન્ચ બંધ કરી શકાય છે.
  • નવી એપ બનાવવામાં આવે તેવી શક્યતા છે.ગ્રાહકોએ સત્તાવાર એપનો ઉપયોગ કરવા માટે ધ્યાન રાખવુ પડશે.


રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

ભારત અને ફ્રાન્સ વચ્ચે દરિયાઇ સુરક્ષા બાબતે કરાર

- અવકાશ ક્ષેત્રે ભારતના પ્રથમ વાર વિદેશ સાથે કરાર

- ઈસરો સાથે સમાનવ અવકાશયાત્રા 'ગગનયાન'માં ટેકનિકલ સહકાર માટે ફ્રાન્સ સાથે કરાર થયા

- હિન્દુ મહાસાગરમાં ચીનના વધતા જતા પગપેસારાને ધ્યાનમાં રાખી દરિયાઇ સીમા પર નજર રાખવાનું નક્કી કર્યું

ભારત અને ફ્રાન્સ સાથે મળીને દરિયાકાંઠાના સર્વેલન્સ માટે આઠથી દસ સેટેલાઇટ લોંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સેટેલાઇટ અવકાશમાં એક 'નક્ષત્ર'  સ્વરૂપે  પ્રદક્ષિણા કરશે.
વિશ્વની અન્ય દેશ સાથે અવકાશ સહકાર ક્ષેત્રે ભારતનું આ પ્રથમ મિશન હશે. 

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

વડાપ્રધાન મોદીએ અભિયાન શરૂ કર્યું

 

- દેશભરમાં ગાંધી જયંતિ સુધી 15 દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવાશે

- મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ થકી જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, અમિતાભ બચ્ચન અને રતન તાતા સહિતના અગ્રણીઓ સાથે પણ સંવાદ કર્યો
- દેશભરના અગ્રણીઓ લોકોને સ્વચ્છ ભારતમાં જોડાવવા અપીલ કરે એવું પણ વડાપ્રધાનનું સૂચન
, દેશમાં અનેક સ્થળોએ મંત્રીઓએ ઝાડુ લગાવ્યું
- ગંગાની સફાઈના પ્રયાસ માટે યોગી આદિત્યનાથના વખાણ કર્યા, દેશના ૧૯ રાજ્યે ખુલ્લામાં હાજતમાંથી મુક્તિ મેળવ્યાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પહાડગંજની બાબાસાહેબ આંબેડકર સ્કૂલમાંથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ગાંધી જયંતિ સુધી ચલાવવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ થકી આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, મા અમૃતાનંદમયી, અમિતાભ બચ્ચન, રતન તાતા સહિત અને અગ્રણીઓ અને મંત્રીઓ સાથે વાત કરીને સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવા લોકોને અપીલ કરવાનું સૂચન કર્યું હતું. 


દેશમાં આજે 'એન્જિનિયર્સ ડે'ની ઉજવણી



ભારતમાં સર મોક્ષગુંદમ્ વિશ્વેસ્વરૈયાના જન્મદિવસ તા.૧૫ સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ ડે ઉજવાય 

છે.  સર એમ.વી.થી ઓળખાતા.

એન્જિનિયર્સ ડેની વિશ્વમાં જુદા જુદા દિવસે ઉજવણી થાય છે, જેમ કે ઈટાલીમાં ૧૫ જૂન તો નેપાલાં 

શ્રાવણ ત્રીજ, પાકિસ્તાનમાં ૧૦ જાન્યુઆરી તો અમેરિકામાં ફેબુ્રઆરીમાં તો યુ.કે.માં માર્ચમાં અને 

રશિયામાં ૨૨ ડિસેમ્બરે અને ભારતમાં આવતીકાલે ૧૫ સપ્ટેમ્બરે ઉજવાશે

એન્જિનિયર દિવસે ગૂગલે ડૂડલ બનાવી ભારત રત્ન વિશ્વસરૈયાને યાદ કર્યા

 
આજે વિશ્વસરૈયાનો 158મો જન્મ દિવસ છે. ગૂગલે વિશ્વસરૈયાનું ડૂડલ બનાવીને યાદ કર્યા. સર મોક્ષગુંડમ વિશ્વસરૈયા આધુનિક ભારતના સૌથી મોટા એન્જિનિયર હતા. 

વર્ષ 1880માં કર્ણાટકમાં કોલારમાં જન્મેલા વિશ્વસરૈયાનું ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન છે. 1985માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. 
આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વસરૈયાએ પ્રાથમિક શિક્ષણમાં મૈસૂર મેળવ્યુ હતું. ઉચ્ચ અભ્યાસ તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ કોલેજ માં કર્યો હતો. તેમને ભારતના વિકાસના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 
તેમણે ઘણા મહત્વના કાર્યો કર્યા છે. જેમ કે નદીઓ પર બંધ, બ્રિજ અને પીવાના પાણીની યોજનાઓ બનાવી હતી. કૃષ્ણા સાગર બંધ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. 


શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

हिन्दी दिवस -14 सितंबर

Image result for hindi diwas

14 सितंबर, 1949 के दिन हिन्दी को राजभाषा का दर्जा मिला था. तब से हर साल यह दिन 'हिन्दी दिवस' के तौर पर मनाया जाता है. 

साल 1947 में जब अंग्रेजी हुकूमत से भारत आजाद हुआ तो उसके सामने भाषा को लेकर सबसे बड़ा सवाल था. क्योंकि भारतमें सैकड़ों भाषाएं और बोलियां बोली जाती है. 6 दिसंबर 1946 में आजाद भारत का संविधान तैयार करने के लिए संविधान का गठन हुआ. संविधान सभा ने अपना 26 नवंबर 1949 को संविधान के अंतिम प्रारूप को मंजूरी दे दी. आजाद भारत का अपना संविधान 26 जनवरी 1950 से पूरे देश में लागू हुआ.
लेकिन भारत की कौन सी राष्ट्रभाषा चुनी जाएगी ये मुद्दा काफी अहम था. काफी सोच विचार के बाद हिम्दी और अंग्रेजी को नए राष्ट्र की भाषा चुना गया. संविधान सभा ने देवनागरी लिपी में लिखी हिन्दी को अंग्रजों के साथ राष्ट्र की आधिकारिक भाषा के तौर पर स्वीकार किया था. 14 सितंबर 1949 को संविधान सभा ने एक मत से निर्णय लिया कि हिन्दी ही भारत की राजभाषा होगी.
देश के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू ने कहा कि इस दिन के महत्व देखते हुए हर साल 14 सितंबर को हिन्दी दिवस मनाया जाए. बतादें पहला हिन्दी दिवस 14 सितंबर 1953 में मनाया गया था.
अंग्रेजी भाषा को लेकर हुआ विरोध
14 सितंबर 1949 को संविधान सभा ने एक मत से निर्णय लिया कि हिन्दी ही भारत की राजभाषा होगी. अंग्रेजी भाषा को हटाए जाने की खबर पर देश के कुछ हिस्सों में विरोध प्रर्दशन शुरू हो गया था. तमिलनाडू में जनवरी 1965 में भाषा विवाद को लेकर दंगे हुए थे.

जनमानस की भाषा हैं हिन्दी
साल 1918 में महात्मा गांधी ने हिन्दी साहित्य सम्मेलन में हिन्दी भाषा को राष्ट्रभाषा बनाने को कहा था. इसे गांधी जी ने जनमानस की भाषा भी कहा था.