મંગળવાર, 26 નવેમ્બર, 2019
બુધવાર, 20 નવેમ્બર, 2019
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌસેને , એકેડમીનો પ્રતિષ્ઠીત રાષ્ટ્રપતિ ધ્વજ કર્યો પ્રદાન
- બુદ્ધ અને શાંતિકાળમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવતો
પ્રસિડન્ટ કલર ધ્વજ , ઉત્કૃષ્ઠતાનું છે પ્રતિક.

રાષ્ટ્રપતિ અને ભારતીય
સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર , રામનાથ કોવિંદે , આજે ભારતીય નૌ
સેના એકેડેમીને , પ્રેસિડન્ટ કલર ધ્વજ પ્રદાન કર્યો
હતો. પ્રેસિડન્ટ કલર ધ્વજ , કોઈ સૈન્ય એકમને અપાનાર , સર્વોચ્ચ
સન્માન છે.
ભારતીય નૌ-સેનાને અપનાર પ્રેસિડન્ટ કલર સન્માન આ સંસ્થા
દ્વારા 3 અલગ - અલગ સ્થળ ,- કોચી, ગોવા , અને એજીમાલામાં , ગત પચાસ વર્ષ
દરમિયાન , ભારતીય નૌ-સેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં , કરવામાં આવેલી
વિશિષ્ટ સેવાને માન્યતા આપે છે.
નૌ-સેનાને પ્રથમ 1968માં , કોચીમાં અસ્થાયીરૂપે સ્થાપવામાં
આવ્યું હતું. ભારતીય નૌ-સેના એકેડેમીને , સ્થાઈરૂપથી એજીમાલા કેરલમાં સ્થાપિત
કરવામાં આવી છે. આ એકેડેમીનું , આઠમી જાન્યુઆરી 2009માં ઉદઘાટન
કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અધિકારીઓને , તેમના પરિશ્રમ
અને કર્તવ્ય નિષ્ઠા માટે , શુભેચ્છા પાઠવી હતી.
મંગળવાર, 19 નવેમ્બર, 2019
દસકા બાદ સુપ્રીમની કોલેજિયમમાં મહિલા જજ સભ્ય બન્યા
- ગોગોઇ નિવૃત થતા સભ્ય
પદ ખાલી પડયું હતું
- તામિલનાડુના ન્યાયાધીશ
ભાનુમતી જુલાઇ 2020 સુધી કોલેજિયમના સભ્ય રહેશે

સુપ્રીમ
કોર્ટની પાંચ જજોની કોલેજિયમમાં હવે ન્યાયાધીશ આર. ભાનુમતીનો પણ સમાવેશ કરવામાં
આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પદેથી રંજન ગોગોઇ નિવૃત થયા છે જેને પગલે તેઓએ
કોલેજિયમના સભ્ય પદને પણ છોડી દીધુ છે. જેને પગલે પાંચ સભ્યોમાંથી એક જગ્યા ખાલી
પડી હોવાથી આર. ભાનુમતીને પસંદ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 13 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં પહેલી વખત મહિલા જજનો
સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2006માં ન્યાયાધીશ રૂમા પાલ ત્રણ વર્ષ
સુધી કોલેજિયમના સભ્ય રહ્યા હતા, જેમના નિવૃત થયા બાદ કોઇ મહિલા જજ આ
પદ પર નથી રહ્યું.
તામિલનાડુના
રહેવાસી ભાનુમતિ હાલ સુપ્રીમ કોર્ટમાં જે સૌથી વરીષ્ઠ પાંચ જજો છે તેમાં સામેલ થતા
હોવાથી તેમને આ કોલેજિયમના સભ્ય બનાવવામાં આવ્યા છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ
બોબડે સહીત અન્ય ચાર સૌથી વરીષ્ઠ જજો પણ કોલેજિયમમાં સભ્ય પદે છે.
બોબડે અને
ભાનુમતી બાદ અન્ય ત્રણ જજોમાં ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ
અરૂણ મિશ્રા અને આરએફ નરીમનનો સમાવેશ થાય છે. ભાનુમતી 2020માં જુલાઇ
મહિનામાં નિવૃત થશે, જોકે ત્યાં સુધી તેઓ કોલેજિયમના સભ્ય
રહેશે. કોલેજિયમ સામાન્ય રીતે જજોની પસંદગીથી લઇને કોર્ટના અન્ય મહત્વપૂર્ણ
નિર્ણયો લેવા માટેની એક સ્વતંત્ર બંધારણીય બોડી છે.
ભારત
અંતરીક્ષમાંથી સરહદો પર ચાંપતી નજર રાખશે, ISRO કાર્ટોસેટ થ્રીની તૈયારી કરી રહ્યું છે
- અર્થ એાબ્ઝર્વેશન
સેટેલાઇટ લોન્ચ થશે

અંતરીક્ષમાં રહેલો ઉપગ્રહ આપણી સરહદો પર ચાંપતી નજર રાખી શકે એવો એક ઉપગ્રહ કાર્ટોસેટ થ્રી લોંચ કરવાની તૈયારી ઇસરો કરી રહ્યું હોવાની માહિતી મળી હતી.
ટેક્નીકલ ભાષામાં એને અર્થ ઓબ્ઝર્વેશન
અથવા સર્વેલન્સ સેટેલાઇટ કહી શકાય. આમાંનો પહેલો ઉપગ્રહ 25 નવેંબરે લોંચ કરાશે. બાકીના બે
ડિસેંબરમાં લોંચ કરવાની યોજના છે. આ ઉપગ્રહો સતત ભારતીય સરહદ પર ચાંપતી નજર રાખશે
અને પાડોશમાં રહેલા શત્રુ દેશોની ગતિવિધિ વિશે આપણન સતત
માહિતગાર કરશે.
ગોગોઇ નિવૃત થતા
બોબડે સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બન્યા
- રાષ્ટ્રપતિ ભવન ખાતે
બોબડેએ શપથ ગ્રહણ કર્યા
- 63 વર્ષીય બોબડે રામ
મંદિર, રાઇટ ટૂ પ્રાઇવસી, આધાર કાર્ડ
ફરજીયાત નહીં જેવા ચુકાદામાં સામેલ રહ્યા

અયોધ્યામાં રામ મંદિર અંગે
ચુકાદો આપનારા રંજન ગોગોઇ 17મીએ નિવૃત થઇ
ગયા હતા, જેને પગલે 18મીએ સોમવારે સુપ્રીમ
કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 63 વર્ષીય
શરદ અરવિંદ બોબડેને શપથ લેવડાવ્યા હતા.
શરદ અરવિંદ
બોબડે દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
બોબડે 17 મહિના સુધી
દેશના મુખ્ય ન્યાયાધીશ પદે રહેશે અને આગામી 23મી એપ્રીલ, 2021ના રોજ તેમનો
કાર્યકાળ પુરો થશે. બોબડેએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના
નાગપુરમાં 1956માં જન્મેલા બોબડે પણ અયોધ્યા કેસનો ચુકાદો આપનારી પાંચ
જજોની બંધારણીય બેંચમાં સામેલ હતા.
તેઓ સુપ્રીમ
કોર્ટના સિનિયર ન્યાયાધીશ હોવાથી અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓમાં તેઓ સામેલ રહી ચુક્યા
છે, જેમાં રાઇટ ટુ પ્રાઇવસી, આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. બોબડે 2012માં મધ્ય
પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, જે બાદ તેમને 2013માં સુપ્રીમ
કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
પૂર્વ PM ઈન્દિરા ગાંધીની આજે 102મી જન્મજયંતિ: PM મોદી, સોનિયા
ગાંધી, મનમોહન સિંહે
શ્રદ્ધાંજલિ અર્પી
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા
ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો.
તેઓ બે અલગ-અલગ સમયકાળમાં 15 વર્ષથી વધારે દેશના પ્રધાનમંત્રી રહ્યાં.
31 ઓક્ટોબર,
1984માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
મંગળવાર, 12 નવેમ્બર, 2019
લાંબી રાજકીય
હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની
ચૂંટણીના પરિણામના 19 દિવસ
બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી
બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ
સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય
અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં
રાષ્ટ્રપતિ શાસન લાગવાની સાથે જ રાજ્યની વિધાનસભા નિલંબિત અવસ્થામાં આવી ગઈ છે.
રાજ્યમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગાવાયું છે.પરંતુ
કોઈ પાર્ટી કે ગઠબંધન પહેલાં બહૂમતિના આંકડા સુધી પહોંચવાની વ્યવસ્થા કરી લેશે તો
તેને 6 મહિના પહેલાં ખત્મ કરી શકાશે.
આ અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બંધારણ અનુસાર મહારાષ્ટ્ર સરકાર ચલાવી શકાતી નથી અને આજે બંધારણની કલમ President 356 (રાષ્ટ્રપતિ શાસન)ની જોગવાઈઓ દ્વારા વિચારણા મુજબનો રિપોર્ટ રજૂ કર્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
