મંગળવાર, 5 માર્ચ, 2019

મુકેશ અંબાણી વિશ્વના અબજપતિઓની યાદીમાં છ ક્રમની છલાંગ સાથે 13મા ક્રમે

 

Image result for mukesh ambani


- ફોર્બ્સે વિશ્વના અબજપતિઓની યાદી જાહેર કરી

- 2018માં મુકેશ અંબાણીની સંપત્તિ 40.1 અબજ ડોલરની હતી જે 2019માં વધીને 50 અબજ ડોલર થઇ. 

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૧૩૧ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક 
સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના અબજપતિઓની યાદીમાં ૬ ક્રમની છલાંગ લગાવીને ૧૩મા ક્રમે પહોંચી ગયા છે. આ યાદીમાં ફરી એક વખત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. ૧૩૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૫૫ વર્ષીય જેફ બેઝોસ બિલ ગેટ્સ અને વોરેન બફેટ કરતા પણ આગળ છે. 
૬૧ વર્ષીય મુકેશ અંબાણીની૨૦૧૮માં ૪૦.૧ અબજ ડોલરની સંપત્તિ હતી જે ૨૦૧૯માં વધીને ૫૦ અબજ ડોલર થઇ છે. જેના કારણે તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં ૧૩મા ક્રમે પહોંચી ગયા છે. ૨૦૧૮માં મુકેશ અંબાણી ૧૯મા ક્રમે હતાં. 
ફોર્બ્સના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી ૬૦ અબજ ડોલરની આવક ધરાવતા ઓઇલ એન્ડ ગેસ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકીની એક છે. 
રિલાયન્સે ૨૦૧૬માં ફોરજી ફોન સર્વિસ જીઓ લોન્ચ કરીને ભારતીય ટેલિકોમ બજારમાં પ્રાઇસ વોર શરૃ કર્યુ હતું. રિલાયન્સના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૨૮ કરોડ ગ્રાહકો જીઓ સાથે જોડાઇ ગયા છે.  વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી ૨૨.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૩૬મા ક્રમે છે. એચસીએલના સહ સ્થાપક શિવ નાદર ૮૨મા ક્રમે તથા આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ ૯૧મા ક્રમે છે.  આ યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં આદિત્ય બિરલા ગુ્રપના ચેરમેન કુમાર બિરલા ૧૨૨મા ક્રમે, અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણી ૧૬૭ના ક્રમે, ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ ૨૪૪મા ક્રમે છે. 
વિશ્વના ધનિકોની યાદીમાં સામેલ ભારતીયો 

નામ
ક્રમ
મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડ.)
૧૩
અઝીમ પ્રેમજી (વિપ્રો)
૩૬
શિવ નાદર (એચસીએસએલ ટેક)
૮૨
લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ)
૯૧
કુમાર બિરલા(આદિત્ય બિરલા)
૧૨૨
ગૌતમ અદાણી(અદાણી)
૧૬૭
સુનીલ મિત્તલ(એરટેલ)
૨૪૪
આચાર્ય બાલકૃષ્ણ(પતંજલિ)
૩૬૫
અજય પિરામલ (પિરામલ)
૪૩૬
મઝુમદાર શો(બાયોકોન)
૬૧૭

સોમવાર, 4 માર્ચ, 2019


PM મોદીએ અમેઠીમાં ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રા.લિ. રાષ્ટ્રને કર્યું સમર્પિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆજે ઉત્તરપ્રદેશના અમેઠીના પ્રવાસ પર છે. તેઓ અમેઠીની મુલાકાત પણ હતા. તેમણે અમેઠી ખાતે ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. અહીં તેમણે જન સભા પણ સંબોધી હતી. 
જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વધુમાં તેમણે કહ્યું , કે તત્કાલીન સરકાર પાસે સેનાએ બુલેટ પ્રુફ જેકેટ અને અત્યાધુનિક શસ્ત્રો પણ માંગ્યાં હતા. 
પણ તે સરકારે ધ્યાન આપ્યું ન હતું. પણ એનડીએ સરકારે , સેના માટે 2 લાખ 30 હજાર બુલેટ પ્રુફ જેકેટ ખરીદ્યાં છે. ઉલ્લેખનીય છે , કે પ્રધાનમંત્રીએ, આજે અમેઠી ખાતે 530 કરોડથી વધુની કિંમતની 17 જેટલી વિકાસલક્ષી યોજનાઓનું  લોકાર્પણ કર્યું હતું. 



આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ, સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર

સોમનાથ મહાદેવ મંદિરે પ્રાતઃશૃંગાર દર્શન અને આરતીમાં માનવમહેરામણ ઉમટ્યુ
આજે મહા શિવરાત્રીનું પાવન પર્વ છે.
તે નિમિત્તે ગુજરાત સ્થિત પ્રથમ જયોતિર્લીગ ગણાતા સોમનાથ મંદિર ખાતે મોડી રાત્રીથી જ મોટી સંખ્યામાં શિવ ભકતો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દર્શનાર્થીઓને ભોળાનાથના દર્શન થાય તે આશયથી આગામી બે દિવસ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સળંગ 42 કલાક સુધી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત શિવરાત્રીના દિવસે ભોળાનાથની ભવ્ય શોભા યાત્રા સાથે , પાલખી યાત્રા યોજાશે. મહાપૂજા સાથે ચાર પ્રહરની આરતી- શૃંગાર દર્શન, ઘ્વજ પુજા, મહા મૃત્યુજય યજ્ઞ, હોમાત્મક લઘુરૂદ્ર સહિત , ધાર્મિક કાર્યક્રમોનું , આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિષરમાં તંત્ર દ્વારા વિશેષ અને સઘન સુરક્ષા કરવામા આવી છે.



અમદાવાદ-આજે વિશ્વ ઉમિયા ધામ પરિસરનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી

નબળા વર્ગના વિદ્યાર્થીઓના છાત્રાલયનો પણ શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અનેક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. 
પ્રથમ કડીમાં રૂપિયા એક હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા 'વિશ્વ ઉમિયા ધામ' મંદિરના પરિસર ખાતે ખાતમુર્હત કરશે. ઉપરાંત મંદિર પરિસરમાં સમાજના જરૂરિયાતમંદો માટે વેપાર, શિક્ષણ, સ્વાસ્થ્ય વિષયો અંગે માહિતી આપતા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મંગળવારના રોજ , ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતે ,માં અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે નિર્માણ પામનાર છાત્રાલયનો શિલાન્યાસ પણ કરશે



અમદાવાદીઓની આતુરતાનો અંત, આજે મેટ્રો ટ્રેનની ગિફ્ટ આપશે PM

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદીઓ જે મેટ્રો ટ્રેનની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યાં છે તેનો અંત આવશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પ્રાથમિક તબક્કે મેટ્રો ટ્રેન વસ્ત્રાલ થી એપરેલ પાર્ક સુધી દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર મેટ્રો રેલની રેન્જ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો શરૂ થતા શહેર ટ્રાફિકનો ભારણ ઘટશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સક્ષમ બનશે.

પાકના 1000 વર્ષ જુના આ શિવમંદિરમાં ભારતીયો વગર મનાવાઈ રહી છે શિવરાત્રી, જાણો ઈતિહાસ
 
પાકિસ્તાનમાં લાહોરથી 280 કિમી દુર આવેલા 1000 વર્ષ કરતા પણ વધારે જુના ભગવાન શિવના કટાસરાજ મંદિરમાં આજે એક પણ ભારતીય ભાવિકની હાજરી વગર જ શિવરાત્રી ઉજવાઈ રહી છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચકવાલ જિલ્લામાં આવેલુ આ મંદિર પૌરાણિક ઈમારતોથી ઘેરાયેલુ છે.તેની વચ્ચે સરોવર આવેલુ છે.દર વર્ષે સેકંડો ભારતીય શ્રધ્ધાળુઓ શિવરાત્રી નિમિત્તે ત્યાં જતા હોય છે.જોકે ભારત અને પાક વચ્ચેના તનાવના પગલે એક પણ ભારતીયે આ વખતે મંદિરમાં દર્શન કરવા જવા વિઝા માંગ્યો નથી.
આવુ પહેલા 1999ના કારગીલ યુધ્ધ અને 2008ના મુંબઈ હુમલા બાદ થયુ હતુ.
શિવરાત્રીને ધ્યાનમાં રાખીને ઐતહાસિક ધરોહર સમા મંદિરની સફાઈ કરાવાઈ હતી.મંદિરમાં સરોવરનુ પાણી કાચ જેવુ ચોખ્ખુ છે.
થોડા સમય પહેલા નજીકમાં આવેલી સીમેન્ટ ફેક્ટરીઓ જમીનમાંથી પાણી ખેંચી રહી હોવાથી મંદિરના આ જળાશયનુ પાણી ઘટી ગયુ હતુ અને તે સુકાઈ જવાની અણી પર આવી ગયુ હતુ.એ પછી સિંધમાં રહેતા હિન્દુઓએ કરેલી પિટિશન બાદ પાક સુપ્રીમ કોર્ટે સરોવરની કાળજી લેવાનો આદેશ આપ્યો હતો.
આ વખતે 141 ભાવિકોએ મંદિરમાં દર્શન કરવા વિઝા માંગ્યા હતા પણ પછી તેમણે હાલના તનાવને જોતા પાક જવાની યોજના માંડી વાળી છે.હવે સિંધના હિન્દુ પરિવારો ભગવાન શિવને શિવરાત્રી નિમિત્તે અભિષેક કરશે.
1972માં નક્કી થયેલા પ્રોટોકોલ પ્રમાણે દર વર્ષે 200 ભારતીયોને આ મંદિરમાં દર્શન કરવા માટે વિઝા આપી શકાય છે.
છઠ્ઠી સદીમાં મંદિરનુ નિર્માણ કરાવાયુ હતુ.કહેવાય છેકે મંદિર મહાભારત યુગમાં પણ હતુ.પાંડવોએ વનવાસનો કેટલોક સમય આ મંદિરમાં વિતાવ્યો હતો.મંદિરનુ જે કટાક્ષ કુંડ છે તે ભગવાન શંકરના આંસુથી બનેલો હોવાનો મનાય છે.એક કથા એવી છે કે જ્યારે દેવી સતીનુ નિધન થયુ ત્યારે ભગવાન શિવ તેમના દુખમાં એટલા રડ્યા હતા કે આંસુઓની એક નદી બની હતી.જેમાંથી બે કુંડ બન્યા હતા .એક કુંડ રાજસ્થાના પુષ્કરમાં છે અને બીજો કુંડ પાકિસ્તાના આ મંદિરમાં છે.

રવિવાર, 3 માર્ચ, 2019

'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાતી રાજધાની એક્સપ્રેસ દેશની પ્રથમ ફુલ્લી એસી ટ્રેન હતી

 

- ૧૯૬૯-૨૦૧૯ : રાજધાની સાથે દેશને જોડતી ટ્રેનની અડધી સદી


- નવી દિલ્હીથી ૧લી માર્ચ, ૧૯૬૯ના દિવસે ઉપડેલી રાજધાની ૧૭ કલાક, ૨૦ મિનિટ પછી ૧૪૪૫ કિલોમીટરનું અંતર કાપી હાવડા સ્ટેશને પહોંચી હતી



રાજધાની એક્સપ્રેસની ગણતરી દેશની સર્વોત્તમ ટ્રેનમાં થાય છે. દેશની રાજધાની દિલ્હી સાથે વિવિધ રાજ્યોના પાટનગર અથવા મહત્ત્વના શહેરોને જોડતી હોવાથી તેને રાજધાની એક્સપ્રેસ નામ આપી દેવાયું છે.
પાટા પર રોજ હજારો કિલોમીટરની મુસાફરી કરતી રાજધાની એક્સપ્રેસે અડધી સદીની સફર પૂરી કરી છે. પહેલી રાજધાની એક્સપ્રેસ નવી દિલ્હી અને હાવડા (કલકતા) વચ્ચે દોડી હતી.
૧૯૬૯ની ૧લી માર્ચે સાંજે ૫:૩૦ વાગ્યે ટ્રેન ઉપડી હતી અને વચ્ચે ૩ ટેકનિકલ હોલ્ટ સિવાય ક્યાંય રોકાયા વગર ૧૭ કલાક, ૨૦ મિનિટની સફર કરી હાવડા પહોંચી હતી. એ વખતે ટ્રેને કુલ ૧૪૪૫ કિલોમીટરનું અંતર કાપ્યુ હતુ. વળી હાવડાથી ૩જી માર્ચે સાંજે પાંચ વાગ્યે રવાના થયેલી રાજધાની દિલ્હી બીજા દિવસે સવારે ૧૦:૨૦ વાગ્યે પહોંચી હતી.
૧૯૬૯-૭૦ના રેલવે બજેટમાં જ એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે સરકાર સપ્તાહમાં બે વખત ચાલે એવી રાજધાની એક્સપ્રેસ દિલ્હી-હાવડા વચ્ચે દોડાવશે. એ પછી તુરંત તેના પર કામ શરૃ થયુ હતુ અને ટ્રેન દોડતી કરી દેવાઈ હતી.
શરૃ થઈ ત્યારે માત્ર બે શહેર વચ્ચે અને એ પણ અઠવાડિયામાં બે દિવસ પુરતી ટ્રેન હતી. પરંતુ તેની સફળતા તથા પ્રતિષ્ઠા જોઈને દરેક રાજ્ય દ્વારા આવી ટ્રેનની ડિમાન્ડ થવા લાગી હતી. માટે રેલવે મંત્રાલયે બીજી રાજધાની દિલ્હી-મુંબઈ વચ્ચે મંજૂર કરી હતી.
આજે મોટા ભાગની ટ્રેનોમાં એરકન્ડિશનર ડબ્બાની સગવડ છે અને ઘણી સ્પેશિયલ ટ્રેનો આખેઆખી એરકન્ડિશન્ડ છે. પણ એ વખતે ફુલ્લી એસી હોય એવી રાજધાની પહેલી ટ્રેન હતી. સરકારે એ ટ્રેન માટે ત્યારે ૬૫ લાખનો ખર્ચ કર્યો હતો. શરૃ થઈ ત્યારે દિલ્હી-હાવડા રાજધાની ૯ ડબ્બાની હતી, આજે એ ટ્રેન ૨૦ ડબ્બા સાથે દોડે છે. 
શરૃઆતમાં આ ફાસ્ટ ટ્રેનની સ્પીડ ૧૪૦ સુધી મંજૂર કરવા ડિમાન્ડ થઈ હતી. પરંતુ એટલી ઝડપ ખમી શકે એવા રેલવે ટ્રેક ન હતા. માટે ૧૨૦ની ઝડપને મંજૂરી અપાઈ હતી. એ પછી ૧૩૦ની ઝડપ અને હવે ૧૫૦ કિલોમીટર સુધીની ઝડપે દોડી શકે છે.
અલબત્ત, રાજધાનીની ઓળખ લક્ઝરી અને સુપર ટ્રેન તરીકેની છે, એ ફાસ્ટેસ્ટ ટ્રેન નથી. એ વિક્રમ બીજી ટ્રેનોના નામે છે. પરંતુ ઓછા બ્રેક લેતી હોવાથી આ ટ્રેન આપોઆપ ઝડપી બની રહે છે. તેની સામે તેનું ભાડુ પણ ઘણુ મોંઘુ હોય છે.
અત્યારે દેશમાં વિવિધ સ્થળો વચ્ચે ૨૬ રાજધાની એક્સપ્રેસની જોડી દોડે છે અને રોજેરોજ દોડે છે. જોડી એટલા માટે કે દિલ્હીથી ઉપડીને કોઈ શહેર તરફ જાય અને ત્યાંથી રાજધાની પરત દિલ્હી આવે છે. માટે કુલ ટ્રેન સંખ્યા ૫૨ થાય છે. ભારતનું રેલવેતંત્ર ખોટ કરવા માટે જાણીતું છે. પરંતુ રાજધાની એ વખતે નફો કરતી હતી. ત્યારે દેશમાં બહુ ઓછી ટ્રેન નફો કરી શકતી હતી.
વિવિધ રાજ્યો વચ્ચે પોતાને ત્યાં રાજધાની આવે એ માટે ખંચતાણ ચાલતી રહેતી હતી. કેમ કે એ ટ્રેન મોભાનું પ્રતિક બની હતી અને આજે પણ મોભાદાર છે. ટ્રેનમાં ભોજન પિરસતી હોય એવી પણ ટ્રેનોની સંખ્યા ત્યારે મર્યાદિત હતી, જેમાં રાજધાનીનો સમાવેશ થતો હતો. એક સમાન ઓળખ જળવાઈ રહે એટલા માટે બધી ગાડીના નંબર ૧૨થી જ શરૃ થાય એ રીતે અપાતા હતા.
જેમ કે અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડતી સુવર્ણજયંતિ રાજધાનીનો  નંબર ૧૨૯૫૭/૧૨૯૫૮ છે. હવે જોકે પાછળથી શરૃ થયેલી કેટલીક ટ્રેનોના નંબર અલગ પણ છે. પરંતુ મોટા ભાગની ગાડીઓના નંબરમાં બારનો આંકડો જોવા મળે છે. મોટા ભાગની રાજધાનીના ડબ્બાને ચમકતો કેસરી રંગ કરવામાં આવ્યો છે. માટે તેનુ બીજું નામ ગોલ્ડન ગર્લ પણ છે. અલબત્ત, હવે અમુક ટ્રેનોમાં જૂદો કલર જોવા મળે છે. પરંતુ બહુદ્યા રાજધાનીનો કલર ચળકતો કેસરી જ હોય છે.
આજે દેશના દરેક ખૂણે રાજધાની પહોંચી ચૂકી છે. સૌથી લાંબી રાજધાની દિલ્હી-તિરૃવનંથપુરમ વચ્ચે દોડે છે. ૩૧૪૯ કિલોમીટરનું અંતર એ રેલગાડી ૪૨ કલાકમાં કાપે છે. તો વળી દિલ્હીથી જમ્મુ તાવી જતી રાજધાની સૌથી ટૂંકી છે, કેમ કે તેણે પોણા છસ્સો કિલોમીટરનું જ અંતર કાપવાનું થાય છે. ભારતમાં રાજધાની ટ્રેનોના અકસ્માતનો દર પણ સૌથી ઓછો છે. મુસાફરો તેમાં સલામતીનો અહેસાસ કરી શકે છે.