મંગળવાર, 5 માર્ચ, 2019

મુકેશ અંબાણી વિશ્વના અબજપતિઓની યાદીમાં છ ક્રમની છલાંગ સાથે 13મા ક્રમે

 

Image result for mukesh ambani


- ફોર્બ્સે વિશ્વના અબજપતિઓની યાદી જાહેર કરી

- 2018માં મુકેશ અંબાણીની સંપત્તિ 40.1 અબજ ડોલરની હતી જે 2019માં વધીને 50 અબજ ડોલર થઇ. 

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૧૩૧ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક 
સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના અબજપતિઓની યાદીમાં ૬ ક્રમની છલાંગ લગાવીને ૧૩મા ક્રમે પહોંચી ગયા છે. આ યાદીમાં ફરી એક વખત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. ૧૩૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૫૫ વર્ષીય જેફ બેઝોસ બિલ ગેટ્સ અને વોરેન બફેટ કરતા પણ આગળ છે. 
૬૧ વર્ષીય મુકેશ અંબાણીની૨૦૧૮માં ૪૦.૧ અબજ ડોલરની સંપત્તિ હતી જે ૨૦૧૯માં વધીને ૫૦ અબજ ડોલર થઇ છે. જેના કારણે તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં ૧૩મા ક્રમે પહોંચી ગયા છે. ૨૦૧૮માં મુકેશ અંબાણી ૧૯મા ક્રમે હતાં. 
ફોર્બ્સના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી ૬૦ અબજ ડોલરની આવક ધરાવતા ઓઇલ એન્ડ ગેસ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકીની એક છે. 
રિલાયન્સે ૨૦૧૬માં ફોરજી ફોન સર્વિસ જીઓ લોન્ચ કરીને ભારતીય ટેલિકોમ બજારમાં પ્રાઇસ વોર શરૃ કર્યુ હતું. રિલાયન્સના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૨૮ કરોડ ગ્રાહકો જીઓ સાથે જોડાઇ ગયા છે.  વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી ૨૨.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ૩૬મા ક્રમે છે. એચસીએલના સહ સ્થાપક શિવ નાદર ૮૨મા ક્રમે તથા આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઇઓ લક્ષ્મી મિત્તલ ૯૧મા ક્રમે છે.  આ યાદીમાં સામેલ અન્ય ભારતીયોમાં આદિત્ય બિરલા ગુ્રપના ચેરમેન કુમાર બિરલા ૧૨૨મા ક્રમે, અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણી ૧૬૭ના ક્રમે, ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલ ૨૪૪મા ક્રમે છે. 
વિશ્વના ધનિકોની યાદીમાં સામેલ ભારતીયો 

નામ
ક્રમ
મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડ.)
૧૩
અઝીમ પ્રેમજી (વિપ્રો)
૩૬
શિવ નાદર (એચસીએસએલ ટેક)
૮૨
લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ)
૯૧
કુમાર બિરલા(આદિત્ય બિરલા)
૧૨૨
ગૌતમ અદાણી(અદાણી)
૧૬૭
સુનીલ મિત્તલ(એરટેલ)
૨૪૪
આચાર્ય બાલકૃષ્ણ(પતંજલિ)
૩૬૫
અજય પિરામલ (પિરામલ)
૪૩૬
મઝુમદાર શો(બાયોકોન)
૬૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો