ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

વેળાવદરમાં ઘાસના સપાટ મેદાનો પર કાળિયારને દોડતા-કૂદતા જોવા એક લાહવો

- કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની વર્ષે 616 વિદેશી સહિત 11,390 પ્રવાસીઓએ મૂલાકાત લીધી
 
ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ઘાસના સપાટ મેદાનો પર દોડતા-કૂદતા કાળિયારોને જોવા તે દરેક વ્યક્તિ માટે એક લાહવો છે. આજે વિશ્વ પ્રવાસન દિવસ છે, ત્યારે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવી ઘટે ! અહીં વિતેલા એક વર્ષમાં 10,774 ભારતીય અને 616 વિદેશી સહિત 11,390 પ્રવાસીઓએ મૂલાકાત લીધી હતી. જેમાં ફોરેસ્ટને રૂ. 26,55,753ની આવક થઈ હતી.

કાળિયારના મોટા ટોળાનો એક સાથે શિકાર કરવા કેટલીક શિકારી ટોળકીઓ સક્રિય બની હતી. જેથી કાળિયારને શિકારીઓથી બચાવવા 1969માં અભ્યારણ્યની સ્થાપના થઈ હતી. 1976માં આ સમગ્ર વિસ્તારની 1800 હેક્ટર જમીનને આવરી લઈ કાળિયારો માટે અહીં રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યુ હતુ. કાળિયાર હરણ તેના દેહસૌષ્ઠવ, છલાંગોવાળી ગતિ, સુંદર શિંગડા અને આકર્ષક દેખાવના કારણે વિશ્વના સુંદર તૃણભક્ષી પ્રાણીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

કૃષ્ણમૃગના નામથી ઓળખાતા કાળિયાર એક મૃગ પરિવારનું સુંદર પ્રાણી છે. જેની બરોબરી દુનિયાની બીજી કોઈ મૃગજાત ભાગ્યે જ કરી શકશે. આ કાળિયાર જાત ભારતીય છે. જે ભારત બહારની અન્ય કોઈ વન્ય સૃષ્ટિમાં જોવા મળતી નથી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારો માટે આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા કોઈ પણ વિદેશી કાળિયારને જોવાની તક ચૂકતા નથી. ચોમાસા દરમિયાન હાલ અભ્યારણ્ય બંધ છે. પરંતુ ગત વર્ષ દરમિયાન 616 વિદેશીઓએ કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યની મૂલાકાત લીધી હતી. સાથો સાથ 10,774 ભારતીય પ્રવાસીઓ પણ કાળિયાર અભ્યારણ્યના મહેમાન બન્યા હતા. 

આજે વિશ્વ પ્રવાસન દિને આ સ્થળની માત્ર ભાવનગર જ નહીં દેશભરમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે નોંધ લેવાઈ છે.

બુધવાર, 26 સપ્ટેમ્બર, 2018

વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનૂ ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઇ ચાનૂ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ સિવાય 20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં છે.
Image result for meera bai chanu and virat kohli gold medal
મીરાંબાઇ ચાનૂ

રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. સચિન અને ધોની બાદ કોહલી ખેલરત્ન એવોર્ડ મેળવનાર ત્રીજા ક્રિકેટર બન્યા છે. આ અગાઉ 2013માં અર્જુન એવોર્ડ મેળવનારા કોહલીને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.

તેમજ ચાનૂની ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીતવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી થઇ છે. તેમણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંતુ ઇજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઇ શકી નહોતી.


મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2018


લોન્ચ થયાના 24 કલાકમાં જ 1000 લોકોએ આયુષ્માન ભારત સ્કીમનો લાભ લીધો
પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કર્યાના 24 કલાકમાં 1000 લોકોએ તેનો લાભ લીધો હોવાનો દાવો સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
આયુષ્માન ભારત યોજનાને સરકાર દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે.23 સપ્ટેમ્બરે તેનુ પીએમ મોદીએ ઝારખંડમાં લોન્ચિંગ કર્યુ હતુ.
આ યોજનાના ભાગરુપે 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રુપિયા સુધીની તબીબી સારવાર મળવાની છે. જેનુ પ્રીમીયમ સરકાર ભરશે. આમ ગરીબો માટે પણ હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર શક્ય બની છે.
બીજી તરફ આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે લોન્ચ થયાના 24 કલાકમાં 1000 લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે.
આ યોજનાનો લાભ કોન મળશે તે જાણવા માટે mera.pmjay.gov.in વેબસાઈટ પર જઈને જાણકારી મેળવી શકાય છે. આ યોજનાની વધારે જાણકારી 14555 ફોન નંબર પર ઉપલબ્ધ છે.

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2018


સિક્કિમના પ્રથમ એરપોર્ટ પાક્યોંગની ખાસિયતો





વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાક્યોંગમાં બનેલા સિક્કિમના પ્રથમ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ. વર્ષ 2009માં આ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેના લગભગ 9 વર્ષ બાદ સિક્કિમનું આ સપનુ પૂરુ થયુ. આ એરપોર્ટ ગંગટોકથી લગભગ 33 કિલોમીટરના અંતરે છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્કિમ પ્રવાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યુ કે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પાક્યોંગમાં સેન્ટ જેવિયર્સ સ્કુલમાં બાળકોને સંબોધિત પણ કરશે.

 

આ છે એરપોર્ટની ખાસ વાતો

- આ સિક્કિમનું પહેલુ અને ભારતનું 100મું એરપોર્ટ છે.

- પાક્યોંગ એરપોર્ટ સમુદ્ર તળથી 4,500 ફૂટની ઉંચાઈ પર બનેલુ છે

- આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી મળી હતી

- આ એરપોર્ટ 206 એકરમાં ફેલાયેલુ છે. જેમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતોના હિસાબમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે

- Airports Authority Of Indiaના અધિકારીના જણાવ્યા અનુસાર પાકયોંગ એરપોર્ટનું નિર્માણ લગભગ 600 કરોડ રૂપિયામાં થયુ છે.

- આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલુ છે.

- ગંગટોકથી આ એરપોર્ટનું અંતર 33 કિલોમીટર છે

 

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
- મહત્વાકાંક્ષી યોજનાને ૨૪મી સપ્ટેમ્બરે લોન્ચ કરાશે
- વિશ્વની સૌથી મોટી આ હેલ્થકેર સ્કીમમાં દેશના ૧૦.૩૪ કરોડ ગરીબ પરિવારને પાંચ લાખનો વીમો મળશે
Image result for pradhan mantri jan arogya yojana

વડાપ્રધાન મોદી ૨૩મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ખૂલ્લી મૂકશે. દેશની ખાનગી તેમજ પબ્લિક ૧૫૦૦૦ હોસ્પિટલે આ યોજનામાં જોડાઇને ૧૦.૭૪ કરોડ ગરીબ પરિવારને આરોગ્ય વીમાનો લાભ આપવા પેનલમાં જોડાવા તૈયારી દર્શાવી છે.
વડાપ્રધાન ૨૩મી સપ્ટેમ્બરે યોજનાનું લોંચિંગ કરશે અને તેનો અમલ ૨૫મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
દેશના ૨૭ રાજ્યે કેન્દ્ર સાથે એમઓયુ કરીને આ યોજનામાં સ્થાન મેળવ્યું છે. બાકીના છ રાજ્ય ભવિષ્યમાં જોડાશે.
આ યોજનામાં દેશના ગરીબ પરિવારને રૂપિયા પાંચ લાખના વીમાનું રક્ષણ મળશે. આ લાભ દેશની ૪૦ ટકા જનતાને મળશે. આ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના બનશે.

પ્રવાસી ભારતીય દિવસ

Image result for પ્રવાસી ભારતીય દિવસ

પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે તેનો હેતું વિદેશી ભારતીય સમુદાયને દેશ ના વિકાસ માટે કરેલા યોગદાન ને દર્શાવે છે.

વર્તમાનમાં લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છે, ભારતના પ્રથમ ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે, 'લક્ષ્મીમલ સિંઘવી' સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. 

13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી જયારે 9 જાન્યુઆરી1915 ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત (મુંબઇ)  પરત ફર્યા હતા તે વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી  કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય.

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2018

ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપતો પ્રસ્તાવ ઉત્તરાખંડમાં પાસ

- ઉત્તરાખંડ ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપનાર સૌપ્રથમ રાજ્ય

Image result for Uttarakhand Uttarakhand-Assembly Rashtra-Mata Cow Rekha-Arya

ઉત્તરાખંડની વિધાનસભામાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપતા પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. આ સાથે ઉત્તરાખંડ દેશમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપતુ પહેલુ રાજ્ય બની જશે. ઉત્તરાખંડના પશુપાલન મંત્રી રેખા આર્યાએ વિધાનસભામાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જેને સર્વ સમ્મતિથી પાસ કરવામાં આવ્યો હતો. જે બાદ પ્રસ્તાવને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે રેખા આર્યાએ જણાવ્યુ હતુ કે, 
આ મામલે રેખા આર્યાએ જણાવ્યુ હતુ કે,
- ગાયને મા તરીકે પુજવામાં આવે છે.
- ગાયના દુધને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
- ગાય દેશના કરોડો હિંદુઆની ભાવના અને આસ્થા સાથે જોડાયેલો મુદો છે.
- ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે, દર્શન માત્રથી તમામ પાપ દુર થાય છે.
- ગાયનું છાણ અને ગૌમુત્રમાં ઔષધીય ગુણ પણ
- ગાય એકમાત્ર એવું પ્રાણી છે જે ફક્ત ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે.