શુક્રવાર, 24 માર્ચ, 2017

દુનિયાના સૌથી ખુશ દેશોની યાદીમાં ભારત ૧૨૨ મા સ્થાને

Date 21/03/2017

ખુશ દેશોની યાદીમાં ભારતનું સ્થાન

દુનિયાના સૌથી ખુશ દેશોની યાદીમાં ભારત ૧૨૨ મા સ્થાને



મોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

Date :- 24/03/2017

ઓબીસી પંચ રદ, તેનું સ્થાન હવે નવું NSEBC પંચ લેશે : હવે અન્ય પછાતવર્ગને અનામત આપવાનો અધિકાર સંસદ પાસે
મોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

જાટ, ગુર્જર, મરાઠા કે પાટીદારો સહિત અનામતનાં લાભો મેળવવાની માગ કરતાં લોકો, સમુદાયોની માગણી સંતોષવા માટે મોદી સરકારનું મહત્વનું પગલું : નવા NSEBC પંચને બંધારણીય દરજ્જો અપાશે : બંધારણમાં સુધારા કરીને સંસદમાં તેને પસાર કરાશે : હવે સંસદની મંજૂરી વિના ઓબીસીમાં નવી જાતિનો સમાવેશ નહીં.

નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) આ રીતે અસ્તિત્વમાં આવશે

1. સામાજિક નએ આર્થિક રીતે પછતવર્ગના લોકો માટે નવું રાષ્ટ્રીય પંચ રચવું. જેમાં બંધારણમાં સુધારો કરીને અનુચ્છેદ ૩૩૮B ને જોડવો.
2. બંધારણના અનુચ્છેદ ૩૪૧ અને ૩૪૨ સાથે અનુચ્છેદ ૩૪૨A ને જોડવાની કામગીરી કરવી આને કારણે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં નવી જાતિનું નામ ઉમેરવા કે હટાવવા માટે સંસદની મંજૂરી  લેવાનું આવશ્યક બનશે.
3. બંધારણના અનુચ્છેદ ૩૬૬માં ૨૬C ની જોગવાઈને જોડવામાં આવશે અને દેશમાં સામાજિક તેમજ આર્થિક રીતે પછાતવર્ગનાં લોકોની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવશે.
4. અગાઉનાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ૧૯૯૩ ના કાયદાને પણ નવો કાયદો ન બને ત્યાં સુધી રદ કરવામાં આવશે.
5. આ કાયદા હેઠળ રચવામાં આવેલાં ઓબીસી કમિશનને વિખેરી નાખવામાં આવશે.
6. બંધારણમાં સુધારા કરીને નવું પંચ નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) ની રચના કરવામાં આવશે. આ પંચમાં એક ચેરપર્સન, એક વાઇસ ચેરપર્સન અને ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે.





લોન વુલ્ફ એટેક ???

Date :- 24/03/2017
લોન વુલ્ફ એટેક

લોન વુલ્ફ ટેરરિઝમ બ્રિટનની સુરક્ષા એજન્સીઓ માટે સૌથી વધુ ચિંતાજનક

એકલો આતંકવાદી જ્યારે આ પ્રકારના આતંકવાદી હુમલો કરે છે, ત્યારે તે નુકસાન વધુ કરતો હોય છે. તેને લોન વુલ્ફ એટેકર કહેવાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એકલો હુમલો કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક દાયકા પહેલાં લોન વુલ્ફ શબ્દ ભાગ્યે જ આજના જેટલો ચર્ચામાં રહ્યો છે.






ગુરુવાર, 23 માર્ચ, 2017

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્ર્મ ૧૩૧મો.


ભારત અશિયાનું ત્રીજુ મોટુ અર્થતંત્ર હોવા છત્તા ૧૮૮ દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘનુ પાછળ રહ્યું 

છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ ૨0૧૬માં ભારતને મિડિયમ ક્રમના દેશ તરીકે સ્થાન મળ્યું છે. પડોશી દેશો 

પણ ભારતથી પાછળ છે. બંગ્લાદેશ ૧૩૯મા ક્રમે, ભુતાન ૧૩૨મા ક્રમે, નેપાળ ૧૪૪મા ક્રમે રહ્યા હતા.નોર્વે 

પ્રથમ ક્રમે.

ગુજરાત સહિત નવ રાજ્યો ખાદ્ય સુરક્ષાનો અમલ કરવામાં નિષ્ફળ

ગુજરાત સહિત નવ રાજ્યો ખાદ્ય સુરક્ષાનો અમલ કરવામાં નિષ્ફળ


રાષ્ટીય ખાધ્ય સુરક્ષા કાયદા (NFSA)નો અમલ કરવામાં નીષ્ફ્ળ રહેવાથી ગુજરાત સહિતના નવ 

દુષ્કાળ પ્રભાવીત રાજ્યોને સુપ્રીમ કોર્ટે નોટીસ ફ્ટકારી હતી.તેમાં ગુજરાત , મહારાષ્ટ્ર, કર્નાટકા, આંધ્ર 

પ્રદેશ, ઝારખંડ, બિહાર, હરિયાણ, છત્તીસગઢ નો પણ સમાવેશ થાય છે.

ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા CBI ના જોઇન્ટ ડિરેકટર પદે નિયુક્ત

ગુજરાત કેડરના IPS  એ.કે.શર્મા CBI ના જોઇન્ટ ડિરેકટર પદે નિયુક્ત


ગાંધીનગર : સીબીઆઈમાં બીજો સૌથી પાવરફૂલ ગણાતા જોઈન્ટ ડિરેકટરના હોદ્દા પર ગુજરાત 

કેડરના ૧૯૮૭ની બેચના આઇપીએસ અધિકાર અરુણ કુમાર શર્માની નિમણુક કરવામાં આવી છે.હાલમાં 

સીબીઆઈમાં એન્ટી કરપ્શન વિભાગનો કાર્યભાર સંભાળે છે. નવી નિમણુક બાદ તેઓ નવી દિલ્હીમાં જ

કેન્દ્રિય ગૃહમંત્રાલય જ્યાં છે તે નોર્થ બ્લોકમાં બેસશે.

ગામડાઓમાં ૨00 ચો.મી. સુધીની જમીન અપાશે: ભૂપેન્દ્ર્સિંહ

ગામડાઓમાં ૨00 ચો.મી. સુધીની જમીન અપાશે: ભૂપેન્દ્ર્સિંહ

ગુજરાતમાં ૧.૪૧ લાખ વાડાની જમીનો નિયમબધ્ધ કરી અપાશે

ચો.મીટરે રૂ. ૫૦ની કિંમતે વાડાની જમીનો સોંપવા વિધનસભામાં મહેસૂલ વિભાગની એતિહાસિક જાહેરાત.