આજે વર્લ્ડ સ્પેરો
ડે / નવનિર્માણ
આંદોલનમાં ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી આજે પણ અમદાવાદની પોળમાં છે
- 1974ના રોટી રમખાણમાં પોલીસ
ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી છે
- અમદાવાદની ઢાળની પોળમાં આ ખાંભી આજે ય મોજુદ છે
20 માર્ચ વર્લ્ડ
સ્પેરો ડેની ઉજવણી થાય છે. આજથી 45 વર્ષ પહેલાં 2 માર્ચ 1974એ ગુજરાતમાં
ફાટી નીકળેલાં રોટી રમખાણમાં પોલીસ ગોળીબારમાં એક ચકલી મૃત્યુ પામી હતી. જીવદયા
પ્રેમીઓએ તેની ખાંભી આસ્ટોડિયામાં આવેલી ઢાળની પોળમાં બનાવી હતી. ખાંભીની કાયમી
જાળવણી માટે તેનું રિનોવેશન કરાયું છે. સાડા ચાર દાયકા પહેલાની આ ઘટનામાં પોળના
રહીશો આખાય સમગ્ર આસ્ટોડિયામાં ચકલીની સ્મશાન યાત્રા કાઢી હતી.
એ પછી જે
સ્થળે ગોળી વાગવાથી ચકલીનું મૃત્યુ થયું હતું ત્યાં જ તેની ખાંભી બનાવવામાં આવી
હતી. આજે પણ ઢાળની પોળમાં આ ખાંભીનું અસ્તિત્વ છે. સ્થાનિક રહીશ ધીરેન્દ્ર પાઠકે
જણાવ્યું હતું કે, મનુષ્ય વિકાસની દોડમાં નિર્દોષ પ્રાણીઓ અને
પક્ષીઓ તરફ બેદરકાર ન રહે અને તેમનો વિચાર કરે તે હેતુથી આ સ્મારક બનાવાયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો