મંગળવાર, 2 ઑક્ટોબર, 2018


'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં મળે છે 'મન'ને ચિરશાંતિ: વિનાશકારી વિચારોનું વિસર્જન


રાજકોટને આંગણે નિર્માણ પામેલુ વિશ્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખરેખણ મનને ચિર શાંતિ અર્પે છે.અહી પગ મૂકતાની સાથે જ ખરાબ કે વિનાશકારી વિચારોનું વિસર્જન થઈ જાય છે.


આજે ગાંધીજયંતિના પાવન અવસરે 'અબતક' મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિશેષ મુલાકાત લીધી હતી અને સહેલાણીઓ સાથે તેઓના અનુભવ વિશેની વાતો કરી હતી.

તાજેતરમાં જ ખૂલ્લુ મુકાયેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીજીએ જે શાળામાં ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો કે કાઠીયાવાડ હાઈસ્કુલ જે બાદમાં આલ્ફેડ નામથીક ચાલતી હતી ત્યાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ આ મ્યુઝીયમનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકો પણ આ મ્યુઝીયમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે. કુલ ૪૦ રૂમ સાથેના આ ભવ્ય મ્યુઝીયમમાં ગાંધીજીના સંપૂર્ણ જીવન તથા તેમના વિચારોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે લેશરશો પણ રાખવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધીજીની આઝાદીની ચળવળો, તેમને ભોગવેલ કારાવાસ, દાંડીકૂચ, અંગ્રેજો સામેની તેમની અલગ અલગ ચળવળો તથા ગાંધીજીના આદર્શો જેવા કે સત્ય, અહિંસા, સર્વધર્મ સમાન નિડરતા, સ્વાવલંબી જેવા બધા જનો ખુબ સરસ રીતે સુત્રો સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.

અલગ અલગ વિડિયો પ્રેઝનટેશન દ્વારા ગાંધીજીના જીવનના પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ગાંધીજીનો અમુક સ્પીચ પણ ઓડીઓ સ્વરૂપે રાખવામાં આવી છે. ગાંધી જયંતીના દિવસે મોટી સંખ્યામાં લોકોએ આ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.

ખાસ કરીને યુવા વર્ગ અને બાળકોને આ મ્યુઝીયમ ગાંધીજીના સિધ્ધાંતો વિશે ઘણુ જાણવા મળશે. આઝાદી માટે ગાંધીજીએ કરેલી ચળવળો વિશે પણ લોકો માહિતગાર થશે.


આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનકાળ સાથે સાથે ગાંધીજી સાથે સંકળાયેલા લોકો તેમની માતા પૂતળીબાઈ, તેમના પિતા કરમચંદ ગાંધી તેમના પત્ની કસ્તુરબા વિશે પણ ખૂબજ સરસ માહિતી આપવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો