મંગળવાર, 2 ઑક્ટોબર, 2018

ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવજન'ને ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપ્યું

 

ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવજન તો તેને રે કહીએ'ને વિશ્વના ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીની ૧૪૯મી જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સેનિટેશન કોન્ફરન્સના સમાપન વખતે આ અનોખું ભજન રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભજનની નવી સંગીતમય આવૃત્તિ લોન્ચ કરાવાઈ હતી.

વિદેશ મંત્રાલયે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કેઆ પ્રસંગે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસવિદેશ મંત્રી સુષમા સ્વરાજવૉટર એન્ડ સેનિટેશન મંત્રી ઉમા ભારતી અને અન્ય મંત્રીઓ,અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિદેશી પ્રતિનિધિમંડળ સહિત તમામ નેતાઓએ 'વૈષ્ણવજન'ની આ નવી આવૃત્તિના વખાણ કર્યા હતા.

ગાંધીજીના કારણે વિશ્વ વિખ્યાત થયેલું આ ગુજરાતી ભજન ૧૫મી સદીમાં કવિ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. ગાંધીજીએ આશ્રમજીવનનની શરૃઆત કરી ત્યારે સવારની પ્રાર્થનામાં આ ભજનનો સમાવેશ કર્યો હતો. ભારતીય પ્રતિનિધિઓ દ્વારા વિદેશી સંગીતકારોને આ ભજનની માહિતી અપાઈ હતી. બાદમાં તેમણે સ્થાનિક સંગીતકારો સાથે તેને સંગીત આપ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કેઆ ભજનને અંગોલાઆર્મેનિયાશ્રીલંકાસર્બિયાઈરાક અને આઈલેન્ડના અગ્રણી સંગીતકારોએ સંગીત આપ્યું હતું. આ દરમિયાન વિશ્વભરના કલાકારોની કલા ખીલી ઊઠી હતી. આ પ્રસંગના અમે પાંચેક મિનિટના બે વીડિયો પણ જાહેર કર્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો