શુક્રવાર, 20 જુલાઈ, 2018

સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


- જાણો આખો ઈતિહાસ..કયારે કોણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યુ

સંસદમાં હાલમાં મોદી સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.જોકે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પરંપરા આજની નહી વર્ષો જુની છે.
સૌથી પહેલા 1963માં જવાહરલાલ નહેરુ સરકાર સામે સમાજવાદી નેતા આચાર્ચ કૃપલાણી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.જે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત બન્યુ હતુ.જોકે આ પ્રસ્તાવ 347 મતોથી ફગાવી દેવાયો હતો અને નહેરુ સરકારને તેની કોઈ અસર થઈ ન હતી.
ભારતમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો રેકોર્ડ  ઈંદિરા ગાંધીના નામે છે.જેમની સરકાર સામે 1966થી 1975 સુધીમાં 12 વખત અને 1981 તેમજ 82માં ત્રણ વખત એમ કુલ 15 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો.
અવિશ્વાસના પ્રસ્તાવથી સરકાર ઉથલી પડી હોય તેવા કિસ્સા ત્રણ વખત જ બન્યા છે.જેમાં 1990માં વીપી સિહં સરકાર, 1997માં દેવગૌડા સરકાર અને 1999માં અટલ બિહારી વાજપાઈની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવના કારણે પડી ગઈ હતી.
2003માં અવિશ્વાસનો પ્રસ્તાવ  કોંગ્રેસ દ્વારા અટલ બિહારી વાજપાઈની સરકાર સામે રજુ થયો હતો.જોકે સરકારના પક્ષમાં 325 અને વિરોધમાં 212 મત પડતા આ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો.
3 કિસ્સા એવા પણ બન્યા હતા જેમાં તત્કાલીન વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ.જેમાં જુલાઈ 1979માં મોરારજીભાઈ દેસાઈ, ઓગષ્ટ 1979માં ચૌધરી ચરણસિંહ અને 1996માં અટલ બિહારી વાજપાઈએ મતદાન પહેલા રાજીનામુ ધરી દીધુ હતુ.
2008માં અમેરિકા સાથે ન્યુક્લીયર ડીલ પર લેફ્ટ પાર્ટીઓએ યુપીએ સરકારનુ સમર્થન પાછુ ખેંચ્યુ હતુ.એ પછી સરકારે 2008 જુલાઈમાં જાતે જ વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો.જેમાં યુપીએ સરકારની જીત થઈ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો