સોમવાર, 6 નવેમ્બર, 2017

પહેલી ડિસેમ્બરથી નવી વેચાતી કાર પર 'FASTag' ફિટ કરવું ફરજિયાત



- ટોલ પ્લાઝા પર ટોલટેક્સની ડિજિટલ ચૂકવણી

- 'FASTag' કારના વિન્ડશિલ્ડ પર ફિટ થશે: ટોલ પ્લાઝામાં કાર અટકાવ્યા વિના જ ટોલ ટેક્સની ચૂકવણી થશે

કાર ટોલ પ્લાઝામાં પસાર થાય કે તરત જ ફાસ્ટટેગનું રિડિંગ થઇ ટોલ ટેક્સ બેન્ક ખાતામાંથી ડેબિટ થઇ જશે નવી દિલ્હી, તા. 3 નવેમ્બર, 2017, શુક્રવાર રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે આગામી પહેલી ડિસેમ્બરથી નવી વેચાયેલી કારમાં 'ફાસ્ટેગ' નામનું સાધન ફિટ કરવાનું ફરજિયાત કર્યું છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રૃલ્સ ૧૯૮૯માં સુધારો કરીને બનાવાયેલ આ નિયમમાં વધુ જણાયું છે કે જો ઉત્પાદક વિન્ડશિલ્ડ વિના જ વાહન વેચે તો ખરીદનારે તેનું રજિસ્ટ્રેશન કરતા પહેલાં આ સાધન ફિટ કરાવવાનું રહેશે.


ફાસ્ટેગ (FASTag)એ રેડિયો ફ્રિકવન્સી ટેકનોલોજી પર આધારિત છે તે ટોલ ટેક્સ ચૂકવવા માટેનું ઝડપી સાધન છે. ટોલ પ્લાઝામાં પસાર થતાં વાહનો રોક્યા વિના જ આ સાધન દ્વારા ટોલટેક્સ ચૂકવાઇ જાય છે. કાર ટોલ પ્લઝામાંથી પસાર થાય ત્યારે વિન્ડશીલ્ડ પર લગાવેલા ફાસ્ટેગની ઓટોમેટિક ચકાસણી થઇ જાય છે અને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. આ સાધન ઝડપી ટોલટેક્સ પેમેન્ટ કરવાનું ઉપયોગી છે. કાર ચાલકે રોકડા નાણા રાખવા નહીં પડે કે કાર પણ થોભાવવી નહીં પડે. ફાસ્ટટેગ ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ વિગેરેમાંથી રિચાર્જ થઇ શકે છે. આ નિયમથી કાર ઉત્પાદકોને વધુ ફરક નહીં પડે નવી લગભગ તમામ કારમાં આરએફ આઇડી હોય છે. ફાસ્ટેગને તેની સાથે લિન્ક કરવું પડશે. જૂના વાહનો ધરાવતા લોકોના આ સાધન ખરીદવું ફરજિયાત નથી પરંતુ તેઓ સમય બચાવવા ઇચ્છતા હોય તો ખરીદી શકે છે. ટોલ પ્લાઝામાં ટોલની ચૂકવણી એકદમ સરળ બનાવતા આ સાધનથી વડાપ્રધાન મોદીની ડિજીટલ ઇન્ડિયાને વધુ વેગ મળ્યો છે. ટોલ પ્લાઝા પર થતી વાહનોની ભીડ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ પણ થયો છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો