સોમવાર, 6 નવેમ્બર, 2017

વિદેશમાં નોકરી કરતાં ભારતીયો EPFOના સભ્ય બની શકશે



- જે તે દેશની સોશ્યિલ સિકયુરિટી છોડીને

- વિદેશમાં કામ કરતાં ભારતીયોને પ્રોવિડન્ટ ફંડમાં જોડવા ૧૮ દેશો સાથે કરાર થયા.

વિદેશમાં નોકરી કરતાં ભારતીયો તે દેશની સોશ્યિલ સિકયુરિટી સ્કીમ છોડીને ભારતના પ્રોવિડન્ટ ફંડ સ્કિમમાં જોડાઈ શકશે તેમ સીપીએફસીના વડા વી.પી. જોયે જણાવ્યું હતું. સરકારે ઇપીએફઓના સબ્ય થવા ઇચ્છતા વિદેશી નોકરિયાત માટે ઓનલાઇન સુવિધા ચાલુ કરી છે. વિદેશમાં નોકરી કરતાં ભારતીયો ઇપીએફઓમાં દાખલ થઇ શકશે.


એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને ૧૮ દેશો સાથે કરાર કરીને આ સુવિધા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સરકારે વિદેશમાં કામ કરતાં ભારતીયો માટે સર્ટિફિકેટ ઓફ કવરેજની સુવિધા કરી છે. કર્મચારીઓ આ સુવિધા ઓનલાઇન મેળવી શકશે. સરકારની આ યોજના વિદેશમાં નોકરી કરતાં ભારતીયો માટે છે. વિદેશમાં કામ કરતા ભારતીયોને વધુ ને વધુ સહાય કરવા સરકાર તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો