સોમવાર, 6 નવેમ્બર, 2017

દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે 918 કિલો ખીચડી બનાવવાનો વિશ્વ વિક્રમ

- જાણીતા શેફ સંજીવ કપૂરની આગેવાનીમાં ભારત સરકારની પહેલ

- 50 રસોઇયાએ 500 કિલો ચોખા, 300 કિલો દાળ અને 100 કિલો ઘી સહિતની સામગ્રીથી ખીચડી રાંધી ખીચડી બનાવવા ૧,૨૦૦ કિલોની ક્ષમતા ધરાવતી ૩૪૩ કિલોની કડાઇ લવાઈ વિશ્વ વિક્રમ માટે તૈયાર કરેલી ખીચડી અક્ષયપાત્ર સંસ્થા ૬૦ હજાર ગરીબોને વહેંચશે.

ખીચડીને રાષ્ટ્રીય ફૂડ જાહેર કરવાની માગ થઈ રહી છે ત્યારે ઈન્ડિયા ગેટ પર જાણીતા શેફ સંજીવકપૂરની આગેવાનીમાં ભારતે ૯૧૮ કિલો ખીચડી બનાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપી દીધો છે. ભારત સરકાર દ્વારા આયોજિત ખીચડી બનાવવાના આ કાર્યક્રમની આગેવાની સંજીવ કપૂર અને જાણીતી સ્વૈચ્છિક સંસ્થા અક્ષય પાત્રએ સંભાળી હતી. આ મહાકાય ખીચડી ડિશને યોગ ગુરુ બાબા રામદેવે તડકો લગાવ્યો હતો.
  
એકસાથે આટલી ખીચડી બનાવવા સંજીવકપૂરની આગેવાનીમાં ૫૦ રસોયાએ રાતભર તૈયારી કરી હતી. આશરે હજાર કિલો ખીચડી પકાવવા ૧,૨૦૦ કિલોની ક્ષમતા ધરાવતી ૩૪૩ કિલોની કઢાઈ તૈયાર કરાઈ હતી. આ મસાલેદાર ખીચડી બનાવવા ૫૦૦ કિલો ચોખા, ૩૦૦ કિલો દાળ અને ૧૦૦ કિલો ઘી સહિત અનેક મસાલા અને શાકભાજીનો પણ ઉપયોગ કરાયો હતો. સંજીવ કપૂરે કહ્યું હતું કે, અત્યાર સુધી આપણે ભારતમાં વિદેશી ફૂડનું પ્રમોશન કરતા હતા, પરંતુ હવે આપણને ભારતના સુપરફૂડને વિદેશોને બતાવવાની તક મળી છે.

આ ખીચડીને અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા ૬૦ હજાર ગરીબોને વહેંચવામાં આવી હતી. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ગિનિસના પ્રોજેક્ટ મેનેજર પોલીના સાપિન્સ્કાએ કહ્યું હતું કે, હવે અમે પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં જ એકસાથે ૯૧૮ કિલો ખીચડી રાંધવામાં આવ્યાનો વર્લ્ડ રેકોર્ડ નોંધીશું.

વર્લ્ડ રેકોર્ડ માટે કોઈ પણ વસ્તુ ઓછામાં ઓછી ૫૦૦ કિલો રાંધવી જરૃરી છે. આ કાર્યક્રમ વખતે ૮૦૦ કિલો ખીચડી બનાવવાનો લક્ષ્યાંક હતો, પરંતુ શેફ ૯૧૮ કિલો સ્વાદિષ્ટ ખીચડી બનાવી શક્યા હતા. બાબા રામદેવે કહ્યું હતું કે, ખીચડી આરોગ્યપ્રદ સુપરફૂડ છે. ફૂડ સપ્લિમેન્ટ્સ પર આધાર રાખતા લોકો માટે ખીચડી શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં બધા જ પોષક દ્રવ્યો હોય છે. બીજી તરફ, કેટલાક લોકોએ સૂચન કર્યું હતું કે, ખીચડીને રાષ્ટ્રીય ખોરાક નહીં પણ 'બ્રાન્ડ ઈન્ડિયા' તરીકે પ્રમોટ કરવી જોઈએ કારણ કે, ખીચડી એક આરોગ્યપ્રદ સુપરફૂડ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો