ચીનને હરાવીને ભારત ૧૩ વર્ષ બાદ એશિયા કપ મહિલા હોકીમાં
ચેમ્પિયન
- ભારતની મહિલા
હોકી ટીમ ૨૦૧૮ના વર્લ્ડ કપમાં પણ ક્વોલિફાય
- નિર્ધારિત
સમય બાદ બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહ્યા બાદ ભારતનો પેનલ્ટી શૂટઆઉટમાં દિલધડક
વિજય કાકામીગાહારા
ભારતીય મહિલા
હોકી ટીમે ચીન સામેની દિલધડક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી વિજય મેળવીને એશિયા
કપ જીતી લીધો હતો. જાપાનમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં ભારત અને ચીન નિર્ધારિત સમય
બાદ ૧-૧થી બરોબરી પર રહ્યા હતા. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભારતે ૫-૪થી ચીનને પછડાટ આપી હતી. ભારત તરફથી ગોલકિપર સવિતાએ
નિર્ણાયક દેખાવ કર્યો હતો. એશિયન હોકીમાં આ સાથે ભારતે પોતાનો દબદબો પ્રસ્થાપિત
કર્યો છે. તાજેતરમાં રમાયેલી મેન્સ એશિયા કપ હોકીમાં ભારત ચેમ્પિયન બન્યું હતુ,
જે પછી મહિલા ટીમે પણ એશિયન ચેમ્પિયનનું ટાઈટલ મેળવ્યું હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો