શુક્રવાર, 19 મે, 2017

દેશમાં ૧૦ પરમાણુ રિએક્ટર્સ બનાવવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આપી મંજૂરી


પરમાણુ રિએકટર્સના નિર્માણ માટે ઘરેલુ પરમાણુ ઉદ્યોગને ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો હેઠળ કરચોરી અને વિદેશોમાં કાળું નાણું જમા થતું રોકવા માટે કર સંધિઓમાં સંશોધન કરવાની મંજૂરી આપવામાં આવી છે.


સંરક્ષિત સ્મારકો પાસે કેન્દ્રના ભંડોળથી શરૃ કરવામાં આવનારા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના બાંધકામને મંજૂરી આપવા સંબધિત કાયદામાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


કેન્દ્રીય ઉર્જા પ્રધાન પિયૂષ ગોયેલના જણાવ્યા અનુસાર ૧૦ પરમાણુ રિએક્ટર્સના નિર્માણને કારણે ૭૦૦૦ મેગાવોટની ક્ષમતા ઉમેરાશે. આ ૧૦ રિએક્ટર્સ રાજસ્થાનના મહી બંસવાડા(યુનિટ 1,2,3 અને 4), મધ્ય પ્રદેશના ચુટકા(યુનિટ 1 અને 2), કર્ણાટકના કૈગા(યુનિટ 5 અને 6) અને હરિયાણાના ગોરખપુર(યુનિટ 3 અને 4)માં સ્થાપવામાં આવશે. ૧૦ પરમાણુ રિએક્ટર્સને કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૩,૪૦૦ નોકરીનું સર્જન થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો