શુક્રવાર, 19 મે, 2017

કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતને પાકિસ્તાન સામે મોટી જીત મળી છે.

પાકિસ્તાને આરોપ મૂક્યો હતો કે, ભારતનો પૂર્વ નેવી અધિકારી જાધવ પાકિસ્તાનની સરહદમાં જાસૂસી કરવા માટે જ ઘૂસ્યો હતો.

આંતરરાષ્ટ્રીય કોર્ટના પ્રેસિડેન્ટ રોની અબ્રાહમે જણાવ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૧૭માં આ કેસનો આખરી ચુકાદો ના આવે ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી નહીં આપી શકે. યુનાઈટેડ નેશન્સની સર્વોચ્ચ અદાલતના ૧૧ જસ્ટિસે સર્વસંમતિથી નોંધ્યું હતું કે, આ કેસમાં પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને કુલભૂષણ જાધવને મળવાની મંજૂરી આપવી પડશે.

ભારત અને પાકિસ્તાન બંનેએ ૧૯૭૭ના વિયેના સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. એટલે આ બંને દેશ આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો માનવા બંધાયેલા છે.

ભારત વતી જાધવનો કેસ સિનિયર વકીલ હરીશ સાલવેએ ફક્ત એક રૃપિયો ફી લઇ લડ્યો હતો.

કુલભૂષણ જાધવ સાતારા જિલ્લાના જાવબી ગામના વતની છે


આંતરરાષ્ટ્રીય કોર્ટ, હોલેન્ડના હેગમાં આવેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો