ખાદ્ય ચીજો પર 0% GST : કાર, ફ્રિજ, AC પર ૨૮%
આજે શ્રીનગરમાં “ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ” કાઉન્સિલની બેઠક યોજાઇ
હતી.
·      જેમાં ઘંઉ, ચોખા, અનાજ,
કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
હોવાથી તેના ભાવ નીચા રહેશે. 
·        
સાબૂ,માથામાં નાખવાનું તેલ અને
ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી
લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
·        
અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર
પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા
રહેશે. 
·      જીએસટી કાઉન્સિલની મિટિંગના પહેલા જ દિવસે ૧૨૧૧ આઈટેમ્સના જીએસટીના
રેટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી જુલાઈથી આ દર લાગુ પડે તેવી ધારણા છે.
·        
મીઠાઈ પર પાંચ ટકાના દરે ટેક્સ લેવાનો નિર્ણય
કરવામાં આવ્યો છે. 
·        
સાકર, ચા, કોફી
(ઇન્સ્ટન્ટ કોફી સિવાયની કોફી), ખાદ્ય તેલ પર પાંચ ટકાના દરે
જીએસટી લેવામાં આવશે. 
·        
કોલસા પર અત્યારે ૧૧.૬૯ ટકાના દરે વેરો લેવામાં
આવે છે, ત્યારે તેના પર માત્ર ૫ ટકાના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું
છે. તેનો સીધો લાભ પાવર જનરેટિંગ કંપનીઓને મળશે. 
કઇ વસ્તુ પર કેટલો જીએસટી
| 
ચીજવસ્તુ                       | 
જીએસટીના
  દર | 
| 
દૂધ, દહીં, અનાજ, ઘઉં, ચોખા
  કઠોળ | 
શૂન્ય
  ટકા | 
| 
મોટર, ફ્રીજ, એરકન્ડિશનર | 
૨૮ ટકા | 
| 
ઠંડા
  પીણા | 
૨૮
  ટકા | 
| 
હેરઓઈલ, સાબૂ,ટૂથપેસ્ટ | 
૧૮ ટકા | 
| 
ખાદ્યતેલ, કોલસો, જીવનરક્ષક
  દવા | 
૫
  ટકા | 
 

 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો