શુક્રવાર, 19 મે, 2017

રેન્સમવેર વાઇરસ
 
રેન્સમવેર વાઇરસે સરકારી કચેરીઓના અનેક કોમ્પ્યુટરોને ઝપટે લીધા છે. જેના લીધે કામગીરી ખોરવાઇ ગઈ છે. તમામ કોમ્પ્યુટરોમાં એન્ટિવાઇરસ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરાઇ રહી છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયાને લઇને હાલમાં સિસ્ટમ જ બંધ હોવાથી તમામ કચેરીઓમાં કોમ્પ્યુટરો અને સિસ્ટમ ડેડ હાલતમાં પડી છે.

જીસ્વાનમાં વાઇરસ આવેલ હોવાથી રેશનકાર્ડની, પીવીસી સ્માર્ટકોર્ડ સહિતની તમામ કામગીરી બંધ હોવાની નોટિસ.

અમદાવાદમાં કલેક્ટર કચેરી, મહેસુલ ભવન-દશક્રોઇ, મામલતદાર, જનસેવા સહિતની કચેરીઓમાં રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ પીવીસી, ઇ-ધરા સહિતની કામગીરી બંધ રહેતા હજારો અરજદારોને ધક્કો પડયો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો