ઇન્દિરા ગાંધીએ
ફોન ઉપાડતા સામેથી અવાજ આવ્યો 'બુદ્ધ હસ્યાં'
18 મે 1974નાં
દિવસે બુદ્ધ જયંતી હતી.
વડાપ્રધાન
ઇન્દિરા ગાંધી માટે એ દિવસ સૌથી મોટી પરીક્ષાનો દિવસ હતો. ઇન્દિરા ગાંધી રાહ જોઇ
રહ્યાં હતાં એક ફોન કૉલની અને જેવી તેમનાં ફોનની ઘંટડી વાગી ત્યારે ઇન્દિરાએ ફોન
ઉપાડતા સામેથી અવાજ આવ્યો 'બુદ્ધ હસ્યાં'. આ સંદેશ સાંભળી ઇન્દિરા ગાંધીએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આ ફોન એક વૈજ્ઞાનિકનો હતો અને 'બુદ્ધ હસ્યાં'નો સંદેશ
એ થાય છે કે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું છે જે સફળ રહ્યું છે. આ સફળતા બાદ
વિશ્વમાં ભારત એવો દેશ બની ગયો હતો કે જેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સભ્ય
ન હોવા છતાં પણ પરમાણુ પરિક્ષણ કરવાનું સાહસ કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો