રવિવાર, 26 ઑગસ્ટ, 2018

પોરબંદર 1028 વર્ષનું થયું- નારિયેળી પુનમ રક્ષાબંધનને દિવસે



  • આજે પોરબંદર એક હજાર અને અઠ્ઠાવીસ વર્ષનું થયું! પોરબંદરનો આજે ૧૦૨૯મો સ્થાપના દિન છે.
  • યોગાનુયોગ એ છે કે ઘૂમલીના જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ઈ.સ. ૯૯૦ની શ્રાવણી પૂનમે પૌરવેલાકુળની સ્થાપના થઈ અને
  • બરાબર ૭૯૫ વર્ષ પછી ઈ.સ. ૧૭૮૫ની શ્રાવણી પૂનમે રાજધાની તરીકે પોરનું તોરણ બંધાયું! બન્ને પ્રસંગો શનિવારે સવારે બન્યા છે!
 
૧૭૮૫થી ૧૯૪૮ સુધીના ૧૬૩ વર્ષ જેઠવા વંશની રાજધાની તરીકે રહીને ફેબુ્રઆરી ૧૯૪૮માં પોરબંદર રાજ્યનું વિલીનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું. આ પછી ૩૦મી સપ્ટેમ્બર ૧૯૪૯થી પોરબંદર નગરપાલિકા કામ કરતી થઈ. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ શહેરના બાહોશ વકીલ પી.ડી. કક્કડ સાહેબ હતા. યાદ રહે નગરપાલિકાનો આરંભ તો ૧૮૮૭થી થઈ ગયો હતો પણ ત્યારે રાજ્ય દ્વારા નિમાતા પ્રમુખ હતા. ચૂંટાતા પ્રમુખો નહિં.
 
પોરબંદર નગરપાલિકાના નિમણુંક પામેલા પ્રથમ પ્રમુખ વાડિયા હતા. ૧૯૮૭માં નગરપાલિકાની શતાબ્દી પણ ઉજવાઈ હતી. ૧૯૫૦માં સીટી બસ શરૃ થઈ, સરદાર પટેલના હાથે કીર્તિમંદિરનું ઉદઘાટન થયું અને રૃપાળીબા મહિલા બાગ ખુલ્લો મુકાયો.
 
૧૯૫૪ના યાદગાર ત્રણ પગલાં તે આર્યકન્યા ગુરુકુળના સંચાલન હેઠળ મહિલા કોલેજનો શિલાન્યાસ, દરિયા મહેલમાં રાજમાતા રામબાના સ્મરણમાં શિક્ષણની કોલેજનો આરંભ અને આજની સ્ટેટ લાયબ્રેરીના ઉપલે મજલે ગામના વિચારવાન નાગરિકો દ્વારા થિયોસોફીકલ સોસાયટી, શ્રી સુદામા લોજની શરૃઆત.
 

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018


વીર કવિ નર્મદની જન્મજયંતી



નર્મદાશંકર લાલશંકર દવે (24 ઓગષ્ટ 1833 - 26 ફેબ્રુઆરી 1886),જેને લોકપ્રિય રીતે નર્મદ તરીકે ઓળખવામાં આવે છે , બ્રિટિશરાજ હેઠળ ગુજરાતી કવિ, નાટ્યલેખક, નિબંધકાર, વક્તા, ભાષાશાસ્ત્રી અને સુધારક હતા . તેમને આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક ગણવામાં આવે છે. તેમની કવિતા, જય જય ગરવી ગુજરાત " (1873), ગુજરાત માટેનું એક રાજ્ય ગીત તરીકે વપરાય છે .

જન્મ

24 ઓગષ્ટ 1833 સુરત

અવસાન

25 ફેબ્રુઆરી 1886સુરત

કુટુમ્બ

  • માતા –  નવદુર્ગા ;   પિતા લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
  • પત્ની પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)

અભ્યાસ

  • સુરત અને મુંબાઇ
  • 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.

વ્યવસાય

  • 1858 સુધી શિક્ષણ
  • 1864- ડાંડિયોપાક્ષિક શરુ કર્યું.

બુધવાર, 22 ઑગસ્ટ, 2018


ગુજરાતના સાંસ્ક્રૃતિક વન

Image result for rakshak van kutch

૧. પુનિત વન (2004)
-     ગાંધીનગર 
-     સંત પુનિત મહારાજના નામ પરથી ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.

૨. માંગલ્ય વન (2005)
-     અંબાજી (બનાસકાંઠા)
-     ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.

૩. તીર્થંકર વન (2006)
-     તારંગા (મહેસાણા)
-     અજિતનાથ ના જૈન દેરાસર પાસે.

૪. હરિહર વન (2007)
-     સોમનાથ (ગીર સોમનાથ)
-     પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.

૫. ભક્તિ વન (2008)
-     ચોટીલા (સુરેન્દ્રનગર)
-     ચામુંડા માતા ના મંદિર પાસે..

૬. શ્યામળ વન (2009)
-     શામળાજી (અરવલ્લી)
-     મેશ્વો નદીના કિનારે , શામળાજીના ડુંગર અને શામળાજીના મંદિર પાસે.

૭. પાવક વન (2010)
-     પાલીતાણા (ભાવનગર)
-     જૈનોના ધામમાં.

૮. વિરાસત વન (2011)
-     પાવાગઢ (પંચમહાલ)
-     મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.

૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
-     માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
-     આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ ગોવિંદની યાદમાં.

૧૦. નાગેશ વન (2013)
-     દ્વારકા 
-     ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.

૧૧. શક્તિ વન (2014)
-     કાગવડ (જેતપુર , રાજકોટ)
-     ખોડલધામ માં નારી તું નારાયણી થીમ ઉપર બનેલું વન

૧૨. જાનકી વન (2015)
-     વાસંદા (નવસારી)
-     પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ પર બનેલું વન

૧૩. આમ્ર વન (2016)
-     ધરમપુર (વલસાડ)

૧૪. એકતા વન (2016)
-     બારડોલી (સુરત)
-     સરદાર પટેલની યાદમાં 

૧૫. મહીસાગર વન (2016)
-     વહેળાની ખાડી (આણંદ)

૧૬. શહીદ વન (2016)
-     ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
-     ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની યાદમાં.

૧૭. વિરાંજલિ વન (2017)
-     પાલદઢવાવ (સાબરકાંઠા)
-     વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના શહીદોની યાદમાં.

. રક્ષક વન (2018)
-     કચ્છ
-     કચ્છના ભૂજ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ પાસે

-     ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને અને માધાપરની મહિલાઓ દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનના સમારકામની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું છે.

`રક્ષક વન'ના મુખ્ય આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો-12) જેમાં એકમાં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપરની વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને આઠ ભીંતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના છે. અહીં વિવિધ પ્રકારના લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્ત્વ ધરાવતા વનો બનાવવામાં આવ્યાં  છે, જેમાં આરોગ્ય વન, રાશિ વન , ખજૂરી વન, દેવ વન, નક્ષત્ર વન, કેકટસ વનનો સમાવેશ થાય છે. ત્રણ ઝૂલતા પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને ઓપન જીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સિંગ, શૌર્ય શિલ્પ, બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઓ, વોચ ટાવરનો સમાવેશ થાય છે. 

આજ સુધી બનેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું 9.5 હેકટરમાં બનેલું સાંસ્કૃતિક વન કચ્છનું પ્રથમ નંબરનું બન્યું છે. સૌથી મોટી વોટર સંગ્રહની ક્ષમતા 7.5 લાખ લિટરની રક્ષક વનમાં સામેલ છે.
(મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજયકક્ષાનો 69માં વન મહોત્સવની ઉજવણી કરી હતી. )
વન મહોત્સવ :- જુલાઈ મહિના માં ઉજવામાં આવે છે
શરૂઆત :- કનૈયાલાલ મુનસી દ્વારા 1950 માં

ASIAN GAMES 2018: ભારતને ત્રીજો ગોલ્ડ, 16 વર્ષના શૂટર સૌરભે અપાવ્યો મેડલ


21 ઓગસ્ટ 2018 મંગળવાર એશિયન ગેમ્સનો ત્રીજો દિવસ છે. ત્રણ ગોલ્ડ સાથે ભારત પાસે કુલ 7 મેડલ છે. 
18 એશિયન ગેમ્સમાં આજે (21 ઓગસ્ટ) પુરૂષની 10 મીટર એર પિસ્તોલ નિશાનબાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતના 16 વર્ષના નિશાનબાજ સૌરભે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ઉત્તર પ્રદેશના મેરઠનાં ગામડામાં રહેતા ખેડૂતના પુત્રએ ઈન્ડોનેશિયામાં ગોલ્ડન સફળતા મેળવતા જ એશિયાડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતના માત્ર પાંચમા શૂટર તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. 
ભારતને ત્રીજા દિવસે પ્રથમ ગોલ્ડ મેડલ છે.
આ સિવાય સ્પર્ધામાં અન્ય એક ભારતીય નિશાનેબાજ અભિષેક વર્માએ કાંસ્ય મેડલ મેળવ્યો છે. સૌરભે એશિયન ગેમ્સમાં રેકોર્ડ તોડતા કુલ 240.7 અંક સાથે ગોલ્ડ જીત્યો. અભિષેક ફાઇનલમાં 219.3 અંક સાથે ત્રીજા સ્થાને રહ્યા. અત્યાર સુધી ભારતે 7 મેડલ મેળવ્યા છે.


મંગળવાર, 21 ઑગસ્ટ, 2018

ભારતનું રાષ્ટ્ર ગીત, રાષ્ટ્ર ગાન અને ઝંડાગીત



ગુગલે કર્યુ ડુડલ : પોતાની કલમને બંદૂક બનાવીને મહિલાઓ માટે લડત લડનારી દબંગ લેખિકાની વાર્તા


21મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ લેખક ઇસમત ચુગતાઈની 107મી જન્મ જયંતિ છે. આ ખાસ પ્રસંગે ગૂગલે એક ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી છે. ચુગાતાઈ તેમની વાર્તાઓ દ્વારા વિશ્વની સામે મહિલાઓ માટે લડાઇ લડવા માટે જાણીતા છે. કેટલાક લોકો તેમને ઇસ્મત આપા કહે છે

ગૂગલે પોતાના ડૂડલમા ઇસમત ચુગતાઈને સફેદ સાડી પહેરેલ બતાવ્યા છે તેમજ આ ડૂડલમાં લખતા બતાવ્યા છે. ચુગતાઈ નો જન્મ 21 ઓગસ્ટ, 1915 ના રોજ ઉત્તર પ્રદેશના બદાયુમાં થયો હતો. કેટલાક લોકો માને છે કે તેમનો જન્મ 15 ઓગસ્ટ, 1915 ના રોજ થયો હતો

ચુગતાઈએ સમગ્ર જીવન પોતાનિ પેનને બંદૂક બનાવીને મહિલાઓના અધિકાર માટે સંઘર્ષ કર્યો. તેમણે પોતાના લેખન દ્વારા, મહિલાઓના દબાઇ ગયેલા અવાજને વિશ્વની સામે ઉઠવ્યો હતો. 

1942માં, તેમણે સૌથી વધુ વિવાદાસ્પદ વાર્તા લખી, 'લિહાફ', જેના કારણે તેમણે લાહોર હાઈકોર્ટમાં દાવો માંડ્યો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ લેખમાં ચુગતાઈએ અશ્લીલતા દર્શાવી હતી. જો કે આ કેસ પાછળથી બરતરફ કરવામાં આવ્યો હતો. આ વાર્તા ભારતીય સાહિત્યમાં લેસ્બિયન પ્રેમની પ્રથમ વાર્તા છે. 

ચુગાતાઇએ તેમની પ્રથમ વાર્તા 1939માં લખી હતી, જે પ્રતિષ્ઠિત સામયિક સાકીમાં પ્રકાશિત થઈ હતી. આ પછી પણ, તેમણે અનેક કથાઓ લખી હતી જેના કારણે તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

24 ઓક્ટોબર, 1991 ના રોજ,તેઓ મૃત્યુ પામ્યા હતો,
દંગલ પાર્ટ-2 : ફોગાટની મહિલા કુસ્તીમાં ભારતને 'ગોલ્ડન' ગિફ્ટ
- એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા રેસલર બની
- ફાઇનલમાં વિનેશે જાપાનની યુકીને 6-2થી પરાજય આપ્યો




ભારતની રેસલર વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ-૨૦૧૮ની વિમેન્સ રેસલિંગ સ્પર્ધાના ૫૦ કિલોગ્રામ વજનજૂથમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા રેસલર બની ગઇ છે. 
વિનેશનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૯૪ના હરિયાણાના બલાલી ગામમાં થયો હતો.