ગુજરાતના સાંસ્ક્રૃતિક વન

૧. પુનિત વન (2004)
-    
ગાંધીનગર 
-    
સંત પુનિત મહારાજના નામ પરથી
ગુજરાતનું પ્રથમ વન સાબરમતી ના કિનારે.
૨. માંગલ્ય વન (2005)
-    
અંબાજી (બનાસકાંઠા)
-    
ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ પાસે.
૩. તીર્થંકર વન (2006)
-    
તારંગા (મહેસાણા)
-    
અજિતનાથ ના જૈન દેરાસર પાસે.
૪. હરિહર વન (2007)
-    
સોમનાથ (ગીર સોમનાથ)
-    
પ્રથમ જ્યોર્તિલિંગ પાસે.
૫. ભક્તિ વન (2008)
-    
ચોટીલા (સુરેન્દ્રનગર)
-    
ચામુંડા માતા ના મંદિર પાસે..
૬. શ્યામળ વન (2009)
-    
શામળાજી (અરવલ્લી)
-    
મેશ્વો નદીના કિનારે , શામળાજીના ડુંગર અને શામળાજીના મંદિર પાસે.
૭. પાવક વન (2010)
-    
પાલીતાણા (ભાવનગર)
-    
જૈનોના ધામમાં.
૮. વિરાસત વન (2011)
-    
પાવાગઢ (પંચમહાલ)
-    
મહાકાળી માતાના મંદિર પાસે , વિશ્વામિત્રી નદી પાસે.
૯. ગોવિંદગુરુ સ્મૃતિ વન (2012)
-    
માનગઢ હીલ ગઢડા (મહીસાગર)
-    
આદિવાસી નેતા તથા સુધારક ગુરૂ
ગોવિંદની યાદમાં.
૧૦. નાગેશ વન (2013)
-    
દ્વારકા 
-    
ગુજરાતનું બીજું જ્યોર્તિલિંગ.
૧૧. શક્તિ વન (2014)
-    
કાગવડ (જેતપુર , રાજકોટ)
-    
ખોડલધામ માં નારી તું નારાયણી થીમ
ઉપર બનેલું વન
૧૨. જાનકી વન (2015)
-    
વાસંદા (નવસારી)
-    
પુર્ણા નદી ની બાજુમાં રામાયણ થીમ
પર બનેલું વન
૧૩. આમ્ર વન (2016)
-    
ધરમપુર (વલસાડ)
૧૪. એકતા વન (2016)
-    
બારડોલી (સુરત)
-    
સરદાર પટેલની યાદમાં 
૧૫. મહીસાગર વન (2016)
-    
વહેળાની ખાડી (આણંદ)
૧૬. શહીદ વન (2016)
-    
ભૂચર મોરી (ધ્રોલ,જામનગર)
-    
ઈ.સ.૧૫૯૧માં અકબરના સૂબા મીરઝા અઝીઝ
કોકા અને નવાનગર (વર્તમાન જામનગર) ના રાજા જામ સતાજી વચ્ચે થયેલા યુધ્ધના શહીદોની
યાદમાં.
૧૭. વિરાંજલિ વન (2017)
-    
પાલદઢવાવ (સાબરકાંઠા)
-    
વિજયનગરના પોળો ખાતે પાલદઢવાવના
શહીદોની યાદમાં.
૧૮. રક્ષક વન
(2018)
-    
કચ્છ
-    
કચ્છના ભૂજ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ
પાસે
-    
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય
બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને
અને માધાપરની મહિલાઓ દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજ
ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનના સમારકામની કામગીરીની યાદમાં સ્વતંત્ર
ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત સાંસ્કૃતિક વનનું નિર્માણ
કરાયું છે.
`રક્ષક વન'ના મુખ્ય
આકર્ષણોમાં રક્ષક દ્વાર, વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો-12)
જેમાં એકમાં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપરની
વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને આઠ ભીંતચિત્રો આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના છે. અહીં વિવિધ પ્રકારના
લોકઉપયોગી તથા આયુર્વેદિક મહત્ત્વ ધરાવતા વનો બનાવવામાં આવ્યાં  છે, જેમાં આરોગ્ય વન,
રાશિ વન , ખજૂરી વન, દેવ
વન, નક્ષત્ર વન, કેકટસ વનનો સમાવેશ થાય
છે. ત્રણ ઝૂલતા પુલો સાથે ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો ઉપરાંત શિશુવાટિકા અને ઓપન
જીમ, વોટર ફોલ, કલાત્મક ફેન્સિંગ,
શૌર્ય શિલ્પ, બે કિલોમીટરની પગદંડી, ગુજરાતમાં જોવા મળતા વિવિધ રોપાઓ, વોચ ટાવરનો સમાવેશ
થાય છે.  
આજ સુધી બનેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું
9.5 હેકટરમાં બનેલું સાંસ્કૃતિક વન કચ્છનું પ્રથમ નંબરનું બન્યું છે. સૌથી મોટી
વોટર સંગ્રહની ક્ષમતા 7.5 લાખ લિટરની રક્ષક વનમાં સામેલ છે.
(મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજયકક્ષાનો
69માં વન મહોત્સવની ઉજવણી કરી હતી. )
વન મહોત્સવ :- જુલાઈ મહિના માં ઉજવામાં આવે છે
શરૂઆત :- કનૈયાલાલ મુનસી દ્વારા 1950 માં
 
 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો