શુક્રવાર, 26 જાન્યુઆરી, 2018


વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનારા ૮૫ મહાનુભાવને પદ્મ એવોર્ડની જાહેરાત



સંગીત કલાક્ષેત્રે તમિલનાડુના ઇલિયારાજા, મહારાષ્ટ્રના ગુલામ મુસ્તુફા ખાન અને સાહિત્ય ક્ષેત્રે કેરલના પરમેશ્વરન પરમેશ્વરનને પદ્મવિભૂષણ એવોર્ડ, સુપ્રસિધ્ધ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને પદ્મભૂષણ.

દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડ શ્રેણીના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડની આજે ગણતંત્ર દિન નિમિત્તે જાહેરાત થઇ હતી. આ એવોર્ડ વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન કરનાર હસ્તીઓને એનાયત થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ એક સમારંભમાં એનાયત થાય છે. આ વર્ષે ૮૫ પદ્મ એવોર્ડ જાહેર થયા છે. જેમા ત્રણ પદ્મ વિભૂષણ, ૯ પદ્મભૂષણ અને ૭૩ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયા હતા. જેમાં ૧૪ મહિલા હસ્તીઓ છે અને ૧૬ વિદેશી એનઆરઆઈ છે. ત્રણ એવોર્ડ મરણોત્તર છે.

આજે જાહેર કરાયેલા ત્રણ પદ્મવિભૂષણ પૈકી એવોર્ડ તમિલનાડુના ગીત સંગીત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરનારા શ્રી ઇલૈયારાજા, શ્રી ગુલામ મુસ્તુફા ખાન અને સાહિત્યતેમજ શિક્ષણ ક્ષેત્રે શ્રી પરમેસ્વરન પરમેશ્વરનને ફાળે ગયા હતા. પદ્મભૂષણ એવોર્ડ મેળવનારાઓ પૈકી રમત ગમત ક્ષેત્રે પંકજ અડવાણી, ક્રિકેટર મહેન્દ્ર ધોની, ચિત્રકાર લક્ષ્મણ પાઈ અને સંગીતકાર અરવિંદ પરિખનો સમાવેશ થાય છે.

પદ્મશ્રી એવોર્ડ મેળવનારામાં સમાજ સેવક દામોદર બાપટ, લોકસંગીતકાર મોહન સ્વરૃપ ભાટિયા, મણીપુરના વેઇટ લિફ્ટર સાઈપોમ મિરાબાઈ ચાનુ, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે જોસ મા જોઈ (વિદેશી), કળા અભિનય ક્ષેત્રે મનોજ જોષી, અધ્યાત્મિક ક્ષેત્રે રાજસ્થાનના નારાયણદાસ મહારાજ, યોગવિદ્યા ક્ષેત્રે નૌફ મારવાઈ (વિદેશી) સાહિત્ય, શિક્ષણ અને પત્રકાર ક્ષેત્રે 'ગુજરાત સમાચાર'ના તસવીરકાર ઝવેરીલાલ મહેતા, સામાજિક કાર્યકર સુભાશિની મિસ્ત્રી, ગુજરાતના સિવિલ સર્વિસ ક્ષેત્રે એસ.એસ.રાઠોડ અને મેડિસિન ક્ષેત્ર પંકજ એન. શાહનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિન નિમિત્તે જાહેર કરાયેલા આ એવોર્ડસ દર વર્ષે માર્ચ કે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભ યોજીને રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થાય છે.


ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018


52 અમરનાથ યાત્રીઓના જીવ બચાવનારા ગુજરાતના બસ ડ્રાઇવરને 'ઉત્તમ જીવન રક્ષક પદક'

Click here for online test


- પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલયની જાહેરાત
- શેખ સલીમ ગફુરે ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ કાશ્મીરમાં આતંકી હુમલા વખતે બસ દોડાવતા પ્રવાસીઓ બચી ગયેલ  : આ સાથે જ ૧૦૭ પોલીસ વીરતા મેડલની પણ કરાયેલી જાહેરાત

આતંકી હુમલા સમયે 52 અમરનાથ યાત્રીઓના પ્રાણ બચાવવા બદલ ગુજરાતના બસ ડ્રાઇવર શેખ સલીમ ગફુરને બહાદુરી માટે નાગરિકોને અપાતા બીજા સૌથી મોટા પુરસ્કાર 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલા વખતે આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હોવા છતાં બસ ડ્રાઇવર ગફુરે પોતાના જીવ જોખમમાં મૂકી બસ ચલાવવાનું રાખ્યું હતું જેના કારણે બસમાં સવાર બાવન યાત્રીઓના જીવ બચી ગયા હતાં.

આ હુમલામાં સાત અમરનાથ યાત્રીઓના મોત થયા હતાં અને અન્ય ૧૪ ઘાયલ થયા હતાં. આ એવોર્ડ ઉપરાંત ગફુરને રોકડા એક લાખ રૃપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત ચાલુ વર્ષે ૧૦૭ પોલીસ વીરતા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  મેડલ મેળવનારાઓમા જમ્મુ-કાશ્મીર પોલીસના ૩૮ જવાનો, સીઆરપીએફના ૩૫ જવાનોે, છત્તીસગઢના ૧૦, મહારાષ્ટ્રના સાત, તેલંગણાના ૬ પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. વિજેતાઓમાં પાંચ આઇપીએસ અધિકારીઓ પણ સામેલ છે.


ગુજરાત પોલીસના નવ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

Click here for online test


-પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે


૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગુજરાત પોલીસમાં નવ  પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કર્યા હતા. જેમાં બે પીએસઆઈ, બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને આઈબીના બે આસિ.આઈઓનો સમાવેશ થાય છે. જો કે આ વખતે ગુજરાત પોલીસમાં વિશિષ્ટ સેવા મેડલ કોઈ અધિકારીને ફાળવવામાં આવ્યો નથી.

પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે.

આણંદના પીએસઆઈ એસ.કે.ગઢવી,

ભાવનગરના વાયરલેસ પીએસઆઈ રામદેવસિંહ જે.રાણા,

સુરતના એએસઆઈ રમેશચંદ્ર દુર્લભભાઈ પટેલ,

સુરતના હેડકોન્સ્ટેબલ મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત,

મહેસાણા એસઆરપીના એએસઆઈ દીલીપસિંહ ચીમનસિંહ વાઘેલા,

એટીએસ અમદાવાદના હેડકોન્સ્ટેબલ ગોપાલ ભગવાનસ્વરૃપ શર્મા,

અમદાવાદના હેડકોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી


તેમજ ગુજરાત આઈબીના બે આસિ.આઈઓ જયરાજસિંહ બલવંતસિંહ જાડેજા અને વસંતકુમાર કલ્યાણદાસ પરમારનો સમાવેશ થાય છે.
પર્યાવરણનું રક્ષણ કરવાના ક્ષેત્રે ભારત તળિયે : ૧૮૦ દેશોમાથી ૧૭૭મા ક્રમે

- એન્વાયરમેન્ટલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)ના રેન્કિંગમાં ભારત તળિયાના પાંચ દેશોમાં
- પર્યાવરણીય નીતિમાં બેદરકારી અને ઔદ્યોગિકીકરણના કારણે ભારતનું પર્યાવરણીય સ્તર કથળ્યું

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત ૧૮૦ દેશોના રેન્કિંગમાં ૧૭૭ના ક્રમે છે. યેલ યુનિવર્સિટી અને કોલમ્બિયા યુનિવર્સિટીએ સંયુક્ત રીતે હાથ ધરેલા સવે એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)માં આ વિગતો બહાર આવી છે. ભારતમાં હવાનું પ્રદૂષણ વધુ ઘાતક બની રહ્યું હોવાનું આ અહેવાલમાં જાહેર થયું છે.

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત તળિયાના પાંચ દેશોમાં હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)એ તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ વિશ્વના ૧૮૦ દેશોમાં પર્યાવરણ અને પર્યાવરણીય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભારત ૧૭૭મા ક્રમે છે. વર્ષ ૨૦૧૬માં ભારત ૧૪૧મા ક્રમે હતું, જ્યાંથી સરકીને ૧૭૭મા ક્રમે પહોંચ્યુ છે. ઈપીઆઈનો અહેવાલ યેલ યુનિવર્સિટી અને કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવે છે.

ટોંચના પાંચ દેશ
તળિયાના પાંચ દેશ
સ્વિત્ઝર્લેન્ડ
નેપાળ
ફ્રાન્સ
ભારત
ડેન્માર્ક
કોંગા
માલ્ટા
બાંગ્લાદેશ
સ્વીડન
બુરુન્ડી



બુધવાર, 24 જાન્યુઆરી, 2018

સમુદ્રની રેતીમાંથી બનેલિ એક માત્ર જૈન તિર્થકારની પ્રતિમા બરોડામાં છે



શહેરના મધ્યમાં નરસિંહજીની પોળમાં આવેલા 'દાદા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય'ના જિર્ણોધ્ધારને ૧૦૧ વર્ષ પુરા થતા હોવાથી તા.૨૨થી ૨૯ જાન્યુઆરી દરમિયાન સાત દિવસના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયુ છે.
આ જિનાલયને આમ તો ૪૫૦ વર્ષ થયા અને સમગ્ર દેશમાં આવેલા તમામ જિનાલયોમાં વિશિષ્ટ છે કેમ કે અહી દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમુદ્રની રેતીમાંથી બનેલી છે અને આ પ્રકારની પ્રતિમાં દેશમાં કે વિદેશમાં અન્ય કોઇ સ્થાને નથી.
૪૫૦ વર્ષ પહેલા અહી લાકડાથી બનેલુ જિનાલય હતું, ૧૦૧ વર્ષ પહેલા જિર્ણોધ્ધાર કરીને શિખરબધ્ધ જિનાલય બન્યુ. જિનાલયનો 'જૈન તિર્થ'માં સમાવેશ
જિનાલયના ટ્રસ્ટી રોશન ઝવેરીએ કહ્યું હતુ કે 'અગાઉ આ સ્થળે કાષ્ઠ (લાકડામાંથી બનેલ) જિનાલય હતું અને તેનું નિર્માણ વસ્તુપાળજીના ભાઇ તેજપાલ મંત્રીશ્વરે કરાવ્યુ હતું. જે બાદ સમયાંતરે તેનો જિર્ણોધ્ધાર થતો રહ્યો અને છેલ્લે ૧૦૧ વર્ષ પહેલા ઝવેરી પરિવારે આ સ્થળે શિખરબદ્ધ જિનાલય બનાવ્યુ અને તેમાં મૂળ નાયક તરીકે દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ.પૂ.શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થઇ હતી'
'દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો ઇતિહાસ એવો છે કે વડોદરામાં હાલમાં ભૂતડીઝાંપા વિસ્તાર છે તે વિસ્તારમાં ખોદકામ દરમિયાન આ પ્રતિમા મળી આવી હતી. પ્રતિમા સમુદ્રની રેતી, ગાયનુ છાણ અને અન્ય પવિત્ર વસ્તુઓના ઉપયોગથી સિદ્ધ કરાયેલી છે.
ખોદકામ દરમિયાન દાદાના માથા પર ફણીધર નાગની ફેણ તૂટી ગઇ હતી અને તે સમયે તેમાંથી દૂધની ધારા વહી હતી.જૈન પરંપરામાં કોઇ પણ જિનાલયને ૧૦૦વર્ષથી વધુનો સમય થાય એટલે તેનો 'તિર્થ'માં સમાવેશ થાય છે એટલે આ જિનાલય હવે જૈન તિર્થ છે. આઠ દિવસના સમારોહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે જેમાં દેશ અને વિદેશમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે.


વૈજ્ઞાનિક એસ. સોમનાથની વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે નિમણુક




જાણીતા વૈજ્ઞાનિક એસ સોમનાથ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (Vikram Sarabhai Space Centre -VSSC), તિરુવનંતપુરમ, કેરળના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 
આ પહેલાં, તેઓ LPSC (Liquid Propulsion Systems Centre) ના ડિરેક્ટર હતા,આ મુખ્ય કેન્દ્ર છે જે લિક્વિડ એન્જિન તેમજ ઇસરોના બધા લોન્ચ વાહનો અને સેટેલાઈટ કાર્યક્રમો માટેના તબક્કાઓ માટે જવાબદાર છે.

એસ સોમનાથ

એસ સોમનાથ 1985 માં ઇસરોમાં જોડાયા હતા અને PSLVના પ્રારંભિક વિકાસના તબક્કા દરમિયાન અને PSLVની પ્રથમ ઉડાન દરમિયાન અને બીજા ઉડ્ડયન PSLV-D2 માં સફળ થવા માટે ટીમના અગ્રણી હતા. 

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)

ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (ડીઓએસ) હેઠળ VSSC ઇસરોનું મુખ્ય જગ્યા સંશોધન કેન્દ્ર છે.  તે ભારતના કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમમાં સ્થિત છે. VSSC ઇસરોમાં મુખ્ય સંશોધન અને વિકાસ સંસ્થાઓ પૈકી એક તરીકે ઊભરી આવી છે.
તેની સ્થાપના 1963માં કરવામાં આવી હતી અને તેની શરૂઆત એ થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) તરીકે 1962 માં થઈ હતી. પાછળથી તેનું નામ બદલીને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના નામે કરવામાં આવ્યું હતું. VSSC, ધ્વનિ રોકેટ, રોહિણી અને મેનકા પ્રક્ષેપકો, અને લોન્ચ વાહનોના એસએસએલવી, પીએસએલવી, જીએસએલવી અને જીએસએલવી એમકે ત્રીજા પરિવારોના વિકાસ માટે કામ કરતી એક સંપૂર્ણ સ્વદેશી સુવિધા છે.


મંગળવાર, 23 જાન્યુઆરી, 2018

ગુજરાતના માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે એમપીના રાજ્યપાલ તરીકે શપથ લીધા



- આજથી સંભાળ્યો મધ્યપ્રદેશના રાજ્યપાલનો કારભાર

- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રહ્યા હાજર

ગુજરાત માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા.
આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવવ્યા હતા.