શુક્રવાર, 10 નવેમ્બર, 2017

પી.વી. સિંધુને હરાવીને સાયનાએ વિમેન્સ નેશનલ ટાઈટલ જીત્યુ



- નેશનલ બેડમિન્ટનમાં શ્રીકાંતને આંચકો આપીને પ્રણોય મેન્સ ચેમ્પિયન

- સિંધુ અને શ્રીકાંત વિમેન્સ અને મેન્સમાં વર્લ્ડ નંબર ટુ છે છતાં હાર્યા


સાયના નેહવાલ અને એચ.એસ. પ્રણોય અનુક્રમે વીમેન્સ અને મેન્સ નેશનલ બેડમિંટન ચેમ્પિયન બન્યા છે. જોગાનુજોગ બંને વિશ્વમાં ૧૧મો ક્રમ ધરાવે છે. 

સાયના માટે આ નેશનલ ટાઈટલનું મહત્વ એ રીતે છે કે તેણે ફાઈનલમાં પી.વી. સિંધુને હરાવી હતી. પ્રણોયે શ્રીકાંતને પરાજય આપી મેન્સ સિનિયર ટાઈટલ જીત્યું હતું. સિંધુ વર્લ્ડ નંબર બે ખેલાડી છે અને વર્તમાન ફોર્મ જોતા તે જીતવા માટે ફેવરિટ હતી. સાયનાએ સિંધુને ૨૧-૧૭, ૨૭-૨૫થી હરાવી હતી તેના પરથી કેવી રસાકસી સર્જાઈ હશે તેની કલ્પના કરી શકાય. છ વખત સાનિયા મેચ પોઈન્ટ પર આવી અને સિંધુએ વળતો પ્રતિકાર કર્યો હતો. બીજા સેટમાં સિંધુ ૫-૧થી આગળ હતી તે પછી સાયનાની જોરદાર રમતથી ૬-૬નો સ્કોર થયો તે પછી સિંધુએ ૧૮-૧૫ની લીડ મેળવી. 

મેરી કોમે એશિયન બોક્સિંગમાં પાંચમી વખત ગોલ્ડ મેડલ જીત્યો



એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પાંચમો ગોલ્ડ અને છઠ્ઠો મેડલ જીત્યા બાદ ભારતની લેજન્ડરી બોક્સર એમસી મેરી કોમે કહ્યું કે, મારા દરેક મેડલમાં મારા સંઘર્ષની ગાથા છુપાયેલી છે. ખાસ કરીને બોક્સિંગ રિંગની બહાર મારી જવાબદારી વધી ગઈ છે અને હું વધારે વ્યસ્ત બની ગઈ છું, તેમ છતાં હું એશિયન ચેમ્પિયન બની શકી તેનાથી ખુશ છું. મેરી કોમ હવે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનારી કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ભાગ લેશે. એશિયન બોક્સિંગમાં પાંચમા ગોલ્ડ બાદ મેરી કોમે કહ્યું કે,અન્ય તમામ મેડલની જેમ આ મેડલ પણ મારા માટે ખાસ મહત્વ ધરાવે છે. અનોખા પ્રકારના સંઘર્ષની સાથે પ્રેક્ટિસ કરીને મેં આ મેડલ જીત્યો છે. આ મેડલ હું સાંસદ બની તે પછી જીત્યો છે, તેના કારણે ખાસ છે. આ કારણે મારી પ્રતિષ્ઠા વધશે અને મારુ સ્ટેટસ વધુ વિકાસ પામશે.

સોનિયાને સિલ્વર : ભારતના કુલ સાત મેડલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા. ભારતીય બોક્સિંગ ટીમમાં એકમાત્ર મેરી કોમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભારતની સોનિયા લાથેરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી સોનિયાને ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ચીનની યીન જુન્હુઆ સામે સ્પ્લીટ વર્ડિક્ટમાં હારનો સામનો કરવો કરવો પડયો હતો. આમ છતાં તે એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા બોક્સર બની હતી. ભારત તરફથી એલ. સરિતા દેવીએ ૬૪ કિગ્રા વજન વર્ગમાંપ્રિયંકા ચૌધરીએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં, લોવલીના બોર્ગોહાઈને ૬૯ કિગ્રા વજન વર્ગમાં, સીમા પુનિયાએ ૮૧થી વધુ કિગ્રા વજન વર્ગમાં અને શિક્ષાએ ૫૪ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.


મેરી કોમે એશિયન બોક્સિંગમાં ૧૪ વર્ષ પહેલા ગોલ્ડ જીત્યો હતો આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં જિવંત દંતકથા સમાન ભારતીય બોક્સર મેરી કોમે એશિયન બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ૩૪ વર્ષની મેરી કોમે એશિયન બોક્સિંગમાં તેનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ ૧૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૩માં જીત્યો હતો. તે સમયે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં હિસ્સારમાં યોજાઈ હતી. આ પછી તે ૨૦૦૫માં તાઈવાનના કાઓસીઉંગમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે ૨૦૦૮માં ગુવાહાટીમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેણે ૨૦૧૦માં કઝાખસ્તાનના અસ્થાનામાં અને ૨૦૧૨માં મોંગોલિયાના ઉલાન્ટબારમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

વિશ્વમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૬૯માં ઓસ્ટ્રિયાએ બહાર પાડયું હતું



- આ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું હતું, માત્ર એક જ મહિનામાં એક લાખ પોસ્ટ કાર્ડ વેચાયા હતા.

- સૌથી પહેલું પોસ્ટકાર્ડ પણ પીળા રંગનું જ હતું

વિશ્વમાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૬૯ ,૧ ઓકટોબરના રોજ ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું.ઓસ્ટ્રીયાના કોલ્બેસ્ટીનર નામના એક નાગરીકને પોસ્ટકાર્ડ બહાર પાડવાનો પ્રથમ વિચાર આવ્યો હતો.આ અંગે તેણે સૈન્ય એકેડમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર એમુનઅલ હર્લેને વાત કરતા એમુનઅલે સરકારના પોસ્ટલ મંત્રાલયને ઉદેશીને એક લેખ લખ્યો હતો.

ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે


ભારતમાં હલકા ભૂરા રંગનું  પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૭૯માં બહાર પાડવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામ લખવામાં આવ્યું હતું. કાર્ડની મધ્યમાં રાજચિહ્ન અને જમણી બાજુ રાણી વિકટોરિયાનો ફોટો હતો.  

ઇસ ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ કાઢીને ઇન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું. ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ ક્સ્તુરબા,નાનું બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા. 

એક માહિતી મુજબ ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે. એક પોસ્ટકાર્ડ પર ૭ રુપિયા જેટલું નુકસાન જાય છે. ૨૦૧૨-૧૩માં પોસ્ટખાતાને ૯૦.૪૭ કરોડનું નુકસાન થયું હતું.

બુધવાર, 8 નવેમ્બર, 2017

પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર બંને માટે “શી-બોક્સ” પોર્ટલ શરૂ કર્યું



મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (Women and Child Development - WCD) કાર્યાલયમાં જાતીય સતામણીની ફરિયાદો દાખલ કરવા મહિલાઓ માટે એક વ્યાપક શી-બોક્સ (જાતીય સતામણી e-box) ઓનલાઇન ફરિયાદ મેનેજમેન્ટ સિસ્ટમ રજૂ કરી છે.

તે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ (SH Act), 2013 ના અસરકારક અમલને સુનિશ્ચિત કરવા માટે જાહેર અને ખાનગી બંને સંસ્થાઓમાં કામ કરતી મહિલાઓ માટે મુખ્યત્વે છે. 

અગાઉ, કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં કામ કરતા મહિલાઓ માટે જુલાઈ 2017 માં પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. હવે તે બધી મહિલાઓને ઍક્સેસ કરી શકાય છે જે સમગ્ર દેશમાં સંગઠિત ક્ષેત્રે કર્મચારીઓનો ભાગ છે.
નિર્ભય પેટા-સોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (Defence Research and Development Organisation - DRDO) એ સફળતાપૂર્વક ચંદીપુર, ઓડિશામાં પરીક્ષણ શ્રેણીથી તેના સ્વદેશી ડિઝાઇન અને વિકસિત લાંબા અંતરની પેટા-સોનિક ક્રૂઝ મિસાઇલ 'નિર્ભય' નુ પરિક્ષણ હાથ ધર્યું હતું.


તે નિર્ભેય મિસાઈલ સિસ્ટમની પાંચમી પ્રાયોગિક કસોટી હતી. તે છેલ્લે સુધી સંપૂર્ણપણે તમામ હેતુઓ પાર પાડયા હતા, ટ્રાયલ સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોનો વિશ્વાસ વધ્યો.

નિરહાય મિસાઇલ


તે ભારતની પ્રથમ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત લાંબા રેંજ પેટા-સોનિક ક્રૂઝ મિસાઇલ છે. તેમાં મિસાઈલ અને એરોનોટિકલ ટેક્નોલૉજીનું મિશ્રણ છે, જે તેને વિમાનની જેમ આડા જેવી મિસાઈલ અને ક્રુઝની જેમ ઉભા કરે છે

મંગળવાર, 7 નવેમ્બર, 2017

જાણો ટેક્સહેવન શું છે અને આવા દેશોમાં લોકો પૈસા કેમ રોકે છે ?



- દુનિયાભરમાં આશરે ૯૦ જેટલા ટેક્સ હેવન દેશો છે

- 19 દેશોના નામ બહાર આવ્યા છે

પનામા પેપરની જેમ પેરેડાઇઝ પેપરમાં પણ એવો જ ઘટસ્ફોટ થયો છે. જે મુજબ આ મોટી હસ્તીઓએ ટેક્સ હેવન દેશોમાં ગુપ્ત રીતે મોટી રકમ રોકી છે. દુનિયાભરમાં આશરે ૯૦ જેટલા ટેક્સ હેવન દેશો છે. જેમાં આ યાદીમાં 19 નામો સામે આવ્યા છે કે જ્યાં ભારતીયો સહીતનાએ નાણા રોક્યા છે.

ટેક્સ હેવન દેશોમાં ટેક્સ સંબંધી કાયદા બહુ જ લચીલા છે. અને અહીં વ્યાજદર શૂન્ય અથવા તો ન બરાબર હોય છે. તેથી રોકાણ પર ઓછો ટેક્સ ચુકવવો પડે છે. બાદમાં અહીં જે પૈસા રોક્યા હોય તેને એવા દેશોમાં વિદેશી રોકાણ જેવા ગતકડાં કરીને પૈસા રોકવામાં આવે છે કે જ્યાં વ્યાજદર વધુ હોય.

ઉદાહરણ તરીકે ભારત. આ બધુ હવાલા મારફતે પણ થતું હોય છે. ટેક્સ હેવન દેશોમાં જેમના પણ નાણા હોય તેમના નામ ગુપ્ત રાખવામાં આવે છે. વળી ટેક્સ હેવન દેશોના આ લાભ લેવા માટે ત્યાના સ્થાનીક નાગરીક હોવું પણ જરૃરી નથી. અન્ય દેશોમાં રહીંને પણ આ ટેક્સ હેવન દેશોની બેંકોમાં પૈસા રાખી શકો છો.

શું છે પેરેડાઇઝ પેપર ?

બરમૂડાની 119 વર્ષ જુની એક આંતરરાષ્ટ્રીય લો કંપની એપલબયના લીક થયેલા પેરેડાઇઝ પેપર સૌપ્રથમ જર્મનની એક અખબારના હાથમાં આવ્યા હતા, જેને બાદમાં આ અખબારે ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇંવેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે)ને સોપવામાં આવ્યા.


આ સંસ્થાએ જુદા જુદા દેશની કુલ 96 મીડિયા સંસ્થાઓ સાથે મળીને આ પેપરની તપાસ કરી. આ પેપરમાં કુલ 1.34 કરોડ ડોક્યુમેન્ટ્સ સામેલ છે. બરમૂડાની આ આંતરરાષ્ટ્રીય કંપનીએ ભારત સહીત 180 દેશોના ઉધ્યોગપતીઓ, મોટી હસ્તીઓ અને રાજનેતાઓની કંપનીઓ ટેક્સહેવન દેશોમાં ઉભી કરી આપી હતી. ટેક્સહેવન દેશો એવા હોય છે કે જ્યાં ટેક્સની ભરપાઇથી છુટછાટ મળતી હોય છે. આ પેરેડાઇઝ પેપરમાં હજુ પણ ખુલાસા થઇ શકે છે.


સોમવાર, 6 નવેમ્બર, 2017

ચીનને હરાવીને ભારત ૧૩ વર્ષ બાદ એશિયા કપ મહિલા હોકીમાં ચેમ્પિયન



- ભારતની મહિલા હોકી ટીમ ૨૦૧૮ના વર્લ્ડ કપમાં પણ ક્વોલિફાય

- નિર્ધારિત સમય બાદ બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહ્યા બાદ ભારતનો પેનલ્ટી શૂટઆઉટમાં દિલધડક વિજય કાકામીગાહારા


ભારતીય મહિલા હોકી ટીમે ચીન સામેની દિલધડક ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી વિજય મેળવીને એશિયા કપ જીતી લીધો હતો. જાપાનમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં ભારત અને ચીન નિર્ધારિત સમય બાદ ૧-૧થી બરોબરી પર રહ્યા હતા. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભારતે ૫-૪થી ચીનને પછડાટ આપી હતી. ભારત તરફથી ગોલકિપર સવિતાએ નિર્ણાયક દેખાવ કર્યો હતો. એશિયન હોકીમાં આ સાથે ભારતે પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. તાજેતરમાં રમાયેલી મેન્સ એશિયા કપ હોકીમાં ભારત ચેમ્પિયન બન્યું હતુ, જે પછી મહિલા ટીમે પણ એશિયન ચેમ્પિયનનું ટાઈટલ મેળવ્યું હતુ.