ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017


૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1974-1981


૧૮ મે, ૧૯૭૪ -છેટા રેજો, અમારી પાસે પણ અણુશસ્ત્રો છે!
અમેરિકા-રશિયા અને યુરોપના દેશો એવુ માની બેઠા હતા કે પરમાણુ શસ્ત્રો પર તો અમારા જેવા આગેવાન દેશોનો જ અધિકાર છે. એ માન્યતાના ચૂરા ૧૯૭૪માં ભારતે ઉડાવી દીધા. છેક ૧૯૪૪થી ધીમે ધીમે ચાલતા પરમાણુ પ્રોજેક્ટને ઈન્દિરા ગાંધીએ ઝડપ અપાવી. આખરે ૧૯૭૪ની ૧૮મી મેની સવારે ગુપ્ત રીતે પોખરણના રણમાં ૧૦૭ ફીટ નીચે બોમ્બ ઉતારી ધડાકો કરવામાં આવ્યો. એ વખતે સવારના ૮ વાગીને ૫ મિનિટ થઈ હતી. સામાન્ય રીતે પરમાણુ ધડાકા પછી મશરૃમ વાદળ રચાય. પરંતુ અહીં એવુ કશું થયુ ન હતું કેમ કે ભારતનો વિસ્ફોટ ભુગર્ભમાં ખાસ્સો નીચે હતો. પરંતુ જાગતિક મંચ પર ભારતની તાકાતનું મેઘવાદળ અચૂક બંધાઈ ચૂક્યુ હતુ. ભારતને મહાસત્તા તરીકે સ્વીકારવાની શરૃઆત થઈ.

૧૫ માર્ચ, ૧૯૭૫ - ભારતે હોકી વિશ્વકપ જીત્યો
૧૯૭૫માં મલેશિયામાં ત્રીજો વિશ્વકપ યોજાયો હતો. કુલ બાર ટીમો ભાગ લઈ રહી હતી. આગલા એટલે કે ૧૯૭૩ના વર્લ્ડકપમાં ભારત રનર-અપ રહ્યું હતું. તો વળી સૌથી પહેલા વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને હતું. માટે ભારત ક્રમશ: પ્રગતી કરીને આ વખતે ફાઈનલમાં પહોંચ્યુ અને વિજેતા પણ થયું. વધુ મહત્ત્વ એ વાતનું હતું કે ભારતે ફાઈનલમાં હરીફ ટીમને ૨-૧થી હાર આપી હતી અને એ હરીફ ટીમનું નામ પાકિસ્તાન હતું. ભારત વતી મહત્ત્વની રમત અશોક કુમારે દાખવી હતી. અશોક કુમારને હોકીની રમત વારસામાં મળી હતી. માત્ર રમત નહીં, સાથે સફળતા પણ મળી હતી કેમ કે તેમના પિતાજીનું નામ ધ્યાનચંદ હતું!

૧૯ એપ્રિલ, ૧૯૭૫ - પ્રથમ ઉપગ્રહ લોન્ચ થયો
અમેરિકા સહિતના દેશો હવે ઉપગ્રહ લોન્ચ કરવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોની મદદ લે છે. બદલાયેલા સમયનું એ પ્રતિક છે. કેમ કે ખુદ ભારતે પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ પરદેશી રોકેટની મદદથી લોન્ચ કરાવવો પડયો હતો. અલબત્ત, છતાં પણ એ સિદ્ધિ હતી કેમ કે ભારત ઉપગ્રહ બનાવી શકે એવું જ માનવા તૈયાર ન હતા ત્યારે ભારતના વિજ્ઞાનીઓએ પ્રોફેસર યુ.આર.રાવની આગેવાનીમાં ઉપગ્રહ તૈયાર કરી દેખાડયો હતો. ૩૬૦ કિલોગ્રામ વજનના એ ઉપગ્રહને ભારતના મહાન ખગોળજ્ઞા આર્યભટ્ટનું નામ અપાયું હતુ. ૬ મહિના માટે બનેલો ઉપગ્રહ ૧૯૮૧ સુધી સક્રિય રહ્યો હતો.

માર્ચ, ૧૯૭૭ - કટોકટી પછી ફરી લોકશાહી 

ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદી આખા દેશને કેદ કર્યો. બે વર્ષ એ સ્થિતિ રહી અને એ પછી કટોકટી ઉઠાવી લેવાઈ. પરંતુ લોકોને ફરી લોકતંત્ર પર ત્યારે જ વિશ્વાસ બેઠો જ્યારે નવી ચૂંટણી થઈ. ઈન્દિરા ગાંધી સામે જનતા પાર્ટીના મોરારજી દેસાઈ વિજેતા થયા. માત્ર જનતા પાર્ટી વિજેતા થઈ એટલું નહીં, ઈન્દિરા પોતાની રાયબરેલીની બેઠક હારી ગયા અને કોંગ્રેસને કુલ ૧૮૯ બેઠકો મળી. વિજેતા જનતા પક્ષને ૩૪૫ બેઠકો મળી હતી. ભારતને આઝાદી પછી પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર મળી.

૨૯ ડિસેમ્બર, ૧૯૭૭ - ભારતમાં દુનિયાનું સૌથી મોટું થિએટર! 
મુંબઈના બાંદ્રામાં એ દિવસે ઓપન-એર ડ્રાઈવ-ઈન થિએટર ખુલ્લું મુકાયુ હતું. એ વખતે એ જગતનું સૌથી મોટું ઓપન એર થિએટર હતું. ત્યારે તેમાં ૮૦૦ કાર અંદર ગોઠવી શકાતી હતી અને તેનું ડ્રાઈવ-ઈન નામ સાર્થક થતું હતું. બાદમાં એ થિએટર તોડી પડાયુ હતું. હવે જોકે રિનોવેટ થઈને ફરીથી ખુલ્લું મુકાયુ છે. પણ હવે ૩૦૦થી વધુ કાર સમાઈ શકતી નથી. એ વખતે એવડું મોટુ ડ્રાઈવ ઈન જગતમાં ક્યાંય ન હતું.

૩ ઓક્ટોબર, ૧૯૭૮ - ટયુબે કૂખનું સ્થાન લીધું 
First Testtube baby

ટેસ્ટ ટયુબ બેબી એ આજે તો નિસંતાન દંપતીઓ માટે આશિર્વાદ સ્વરૃપ ટેકનોલોજી થઈ ચૂકી છે. પણ ભારતની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી કનુપ્રિયા અગ્રવાલ બંગાળી ડોક્ટર સુભાષ મુખોપાધ્યાયના પ્રયાસોથી જન્મી હતી. એ વખતે હજુ જગતની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી ઈંગ્લેન્ડમાં અવતરી તેને બે મહિના જ થયા હતા. માત્ર બે મહિનાના ટૂંકા ગાળમાં મેળવેલી એ સિદ્ધિ જોકે સરકારને ગુનો લાગતી હતી. માટે સુભાષ મુખોપાધ્યાયને એટલા બધા હેરાન કરવામાં આવ્યા કે તેમણે આત્મહત્યા કરી લીધી. તેમના મૃત્યુ પછી તેમની સિદ્ધિને સ્વીકારાઈ પણ ખરાં. તેમની એ સંઘર્ષકથા પરથી બોલિવૂડમાં 'એક ડોક્ટર કી મોત' નામે ફિલ્મ બની હતી. દરમિયાન કનુપ્રિયા પોતે પણ હવે તો માતા બની ચૂકી છે. 

જાન્યુઆરી ૧૯૭૯ - પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન 
નાગરિકો કોઈ પ્રજાહિતના પ્રશ્નને કોર્ટમાં પીઆઈએલ એટલે કે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી કરી શકે છે. એ અરજીની પ્રથા ૧૯૭૯માં શરૃ થઈ હતી. કપિલા હિંગોરાની નામના મહિલા વકીલે બિહારની મુઝફ્ફરપુરની જેલમાં દયનીય હાલતમાં સજા કાપી રહેલા કેદીઓનો પ્રશ્ન કોર્ટમાં ઉપસ્થિત કર્યો હતો. મહત્ત્વનો મુદ્દો એટલો જ હતો કે હિંગોરાની કે તેમના પતિ કેસ સાથે સંકળાયેલા ન હતા, છતાં તેમણે કોર્ટમાં અરજી કરી. ગુજરાતી જજ પી.એન.ભગવતી સહિતના જજોએ હિંગોરાનીની થર્ડ પાર્ટી અરજી ધ્યાનમાં લીધી અને એ રીતે પીઆઈએલની શરૃઆત થઈ. 

૧૦ ડિસેમ્બર, ૧૯૭૯ - આઝાદી પછી પ્રથમ નોબેલ 
૧૯ વર્ષની વયે યુરોપના મેસોડેનિયા દેશથી ભારત આવીને સ્થિર થયેલા સાધ્વી મધર ટેરેસાને ૧૯૭૯માં શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ભારતની આઝાદી પછી કોઈ ભારતીયને પ્રથમવાર એ સન્માન મળ્યું હતું. મિશનરી દ્વારા ગરીબ, રક્તપિતના દરદી, એઈડ્સ, ટીબી વગેરે ઘાતક રોગોના દરદીની સેવા માટે મધર ટેરેસાની પસંદગી થઈ હતી. અત્યારે મધર ટેરેસાની સંસ્થા ૧૩૩ દેશોમાં ૪૫૦૦ સિસ્ટર્ર્સની મદદથી સામાજિક કાર્યો કરે છે. ૧૯૯૮માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં તો ૨૦૧૪માં કૈલાસ સત્યાર્થીને શાંતિનું નોબેલ પણ મળ્યું છે. જ્યારે પરદેશમાં રહેતા ભારતીયો હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર અને વેંકટ રામાક્રિષ્નન પણ નોબેલ લોરિએટેસ છે. 

જુલાઈ ૧૮, ૧૯૮૦ : રોકેટ લોન્ચિંગ વ્હિકલ બનાવ્યું 
ભારતે ઉપગ્રહ તો બનાવી લીધો પણ લોન્ચ કરવા પારકે પાદર જવાનું હતું. ભારત પાસે ઉપગ્રહ લોન્ચ કરી શકે એવું રોકેટ એટલે કે લોન્ચિંગ વ્હિકલ ન હતું. દસેક વર્ષથી સાવ મર્યાદિત સાધનો વચ્ચે ભારતના ડો.અબ્દુલ કલામ સહિતના વિજ્ઞાનીઓ રોકેટ મેકિંગની કામગીરી કરી રહ્યાં હતા. ભારતે અગાઉ રોકેટ બનાવ્યા ન હતા, જ્યારે જે દેશો રોકેટ બનાવી જાણતા હતા એ રોકેટ આપવા તૈયાર ન હતા. એટલે પછી ભારતના વિજ્ઞાનીઓએ પોતાની રીતે જ રોકેટ તૈયાર કર્યું અને ઉપગ્રહ લોન્ચ પણ કરી બતાવ્યો. ૧૯૮૦માં ભારતે ભારતના રોકેટ વડે ભારતનો જ ઉપગ્રહ રોહિણી-૧ ભ્રમણકક્ષામાં મૂકી આપ્યો હતો. એ પછી તો હવે ભારતને પીએસએલવી રોકેટની ૧૦૦ ઉપગ્રહ એક સાથે લોન્ચ કરતાં પણ આવડી ગયું છે. તો વળી સમાનવ અવકાશયાત્રા માટે જીએસએલવી પણ તૈયાર થઈ રહ્યું છે. 

૧૯૮૧ - ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ 
 અત્યારે ખરીદી કરવા માટે ખિસ્સામાં પૈસા ન હોય તો પણ કંઈ ગનીમત નહીં. કેમ કે ખિસ્સામાં કાર્ડ હોય ને! કાર્ડ એટલે કે ક્રેડિટ કાર્ડ. અત્યારે પ્લાસ્ટીક મની તરીકે વધુ જાણીતા ક્રેડિટ કાર્ડની ભારતમાં બોલબાલા છે. તેની શરૃઆત ૧૯૮૧માં 'સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા'એ કરી હતી. પછી બીજી બેન્કો પણ તેને અનુસરી. જો ગ્રાહકો સાવચેત ન રહે તો પહેલા કાર્ડ પધરાવી દેવામાં અને પછી તેના દ્વારા ખર્ચો કરાવવામાં ભારતની બેન્કોએ મહારત હાંસલ કરી લીધી છે.
૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1965-1972


એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૬૫ : પાકિસ્તાનને પાઠ ભણાવાયો
કચ્છનું રણ રેઢું માનીને પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરી હતી.૧૯૬૨માં ચીન સામે ભારતની હાર પછી ભારતને નબળું પડેલું ધારી પાકિસ્તાની સત્તાધિશ જનરલ અયુબખાને કચ્છ-પંજાબ-કાશ્મીર એમ ત્રણ મોરચે મોટે પાયે જંગ આદર્યો હતો. પરંતુ દરેક મોરચે પાકિસ્તાનના ભાગે સિકસ્ત આવી હતી. ઉલટાના ભારતીય દળો પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને એ જમીન પર ભારતે દાવો કાયમી રાખ્યો હોત તો પાકિસ્તાનનો ઘણો ભાગ ભારતમાં હોત.

૨૦ મે, ૧૯૬૫ : એવરેસ્ટ પર પ્રથમ ભારતીય 
આર્મી અધિકારી કર્નલ અવતાર સિંહ શિમા ૧૯૬૫ના એવરેસ્ટ મિશનના આઠ પૈકીના એક સભ્ય હતા. અગાઉ બે વખત નિષ્ફળ થયા પછી તેઓ ત્રીજી વખત એવરેસ્ટ પર જઈ રહ્યાં હતા અને ૨૦મી મેના દિવસે સફળ પણ થયા. એ વખતે તેઓ પ્રથમ ભારતીય હતા જે જગતનું સૌથી ઊંચુ શીખર એવરેસ્ટ સર કરી શક્યા હોય. બાદમાં સરકારે તેમનું પદ્મશ્રી વડે સન્માન કર્યું હતુ. બાદમાં બચેન્દ્રી પાલ ૧૯૮૪માં એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતા.

૧૭ નવેમ્બર, ૧૯૬૬ : ભારતીય સૌંદર્યની કદર

લંડનમાં ચાલી રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતીય સ્પર્ધક રિટા ફારિયાની સ્ટેજ પર એન્ટ્રી થઈ. સ્પર્ધા માટે કુલ ૬૬ સુંદરીઓ દુનિયાના ખુણે ખુણેથી લંડન પહોંચી હતી. ભારત જેવા થર્ડ વર્લ્ડ ગણાતા દેશની તો ત્યાં ગણતરી જ ક્યાંથી હોય? ગોવામાં ૧૯૪૩માં જન્મેલી અને વ્યવસાયે ડોક્ટર-મોડેલ રિટાએ કેટલાંક કપડાં પણ સ્પર્ધામાં પહેરવા માટે બીજા પાસેથી મેળવ્યા હતા. સ્પર્ધાના અંતે રિટાને મિસ વર્લ્ડ જાહેર કરવામાં આવ્યા. ત્યારે તેઓ માત્ર ભારતીય નહીં પણ પહેલા એશિયન યુવતી હતા, જેમને આવુ સન્માન મળ્યું હોય. ૭૪ વર્ષના રિટાદેવી હવે આર્યલેન્ડમાં તેમના પરિવાર સાથે રહે છે. વર્ષો પછી ઐશ્વર્યા, સુસ્મીતા સેન, લારા દત્તા વગેરેએ પણ વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધાઓમાં ભારતનું નામ ઊજળું કર્યું હતું.

૧૯૬૭ : ખેતી પ્રધાન દેશમાં હરિતક્રાંતિ
ભારતમાં ખેતી તો હજારો વર્ષથી થતી આવે છે, પણ અંગ્રેજકાળમાં આખા દેશ સાથે ખેતી પણ વેર-વિખેર થઈ હતી. આઝાદી પછી ભારતના ખેતરો ખરેખર સોનું ઉગલી શકે એટલા માટે બિયારણ સુધારણાની જરૃર હતી. ખેતી સમૃદ્ધ કરવા માટે બિયારણ સમૃદ્ધ હોવું જોઈએ એવો આઈડિયા કોઈને આવ્યો ન હતો ત્યારે કૃૃષિ વિજ્ઞાાની એમ.એસ.સ્વામીનાથને નવાં બીજ પેદા કર્યા. અમેરિકામાં એ કામગીરી નોર્મન બોર્લોગ નામના કૃષિ વિજ્ઞાાની બે દાયકા અગાઉ કરી ચૂક્યા હતા. એ પછીના બે દાયકામાં અનેક કૃષિ પેદાશોમાં ભારતે શીખરો સર કર્યા. એટલે ભારત પાસે અનાજની કમી નથી. એક સમયે અનાજની આયાત કરતા ભારતે ૨૦૧૬માં ૨૭.૩ કરોડ ટન અનાજ પેદા કર્યું હતું.

૨૯ મે, ૧૯૬૮ : વિશ્વ ચેમ્પિયન દારા સિંહ
કુસ્તી ભારતની પરંપરાગત રમત ખરી, પણ ખેલાડી ક્યાં? આધુનિક ભારતમાં નામશેષ થઈ રહેલી આ રમતના કોઈ એક ખેલાડીનું નામ આપવાનું આવે તો અચૂકપણે દારા સિંહ યાદ આવે. મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અમેરિકી રેસલર (કુસ્તીબાજ) લો થેસ્ઝને હરાવીને દારા સિંહ ચેમ્પિયન બન્યા હતા. ૧૯૮૩માં દારા સિંહે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી, ત્યાં સુધીમાં કુલ ૫૦૦ સ્પર્ધા રમ્યા હતા. તેમાંથી કેટલી મેચમાં તેમની હાર થઈ હતી? એક પણ નહીં! પછી તો ટીવી સિરિયલ રામાયણમાં હનુમાનના રોલ માટે દારા સિંહ વધુ પ્રચલિત થયા હતા.

૧ માર્ચ, ૧૯૬૯ : રાજધાની નામે રેલવે ક્રાંતિ
ભારતમાં આજે રેલ મુસાફરીમાં રાજધાની એક્સપ્રેસ સૌથી ઊચ્ચ કક્ષાની ટ્રેનો ગણાય છે. ઝડપી અને ભારતના પાટગર સાથે રાજ્યના પાટનગર કે મોટાં શહેર જોડતી રાજધાનીની શરૂઆત ૧૯૬૯ની ૧લી માર્ચે શરૃ થઈ હતી. પાટનગર દિલ્હીથી કલકત્તાના રેલવે સ્ટેશન હાવડા વચ્ચે પહેલી આખેઆખી એર કન્ડીશન્ડ ટ્રેન દોડી હતી. માત્ર ૩ સ્ટોપ સાથે ૧૪૪૫ કિલોમીટરનું અંતર એ ટ્રેને ૧૭ કલાક ૨૦ મિનિટમાં પૂર્ણ કર્યું હતુ. આજે દેશમાં ૨૨ રાજધાની દોડે છે. તો વળી શતાબ્દી, દુરન્તો વગેરે જેવી બીજી સુવિધાજનક ટ્રેનો પણ ખરી.

૧૯૭૦ : જગતનો સૌથી મોટો ડેરી પ્રોગ્રામ શરૃ થયો 

'નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ' દ્વારા ૧૯૭૦માં 'ઓપરેશન ફ્લડ' નામે ડેરી સુધારણાની શરૂઆત કરવામાં આવી. એ પછી સ્થિતિ આવી કે ૧૯૯૮માં ભારત અમેરિકાને પાછળ રાખીને દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાષ્ટ્ર બન્યું. ડેરી સુધારણાની આગેવાની આણંદ સ્થિત અમુલ ડેરીએ લીધી હતી અને તેની પાછળ કેરળના એન્જિનિયર વર્ગિસ કુરિયનનું ભેજું હતું. કનૈયાનો દેશ ગણાતો ભારતવર્ષ એ પછી ખરા અર્થમાં ગૌ-પાલકો અને દૂધ-ઉત્પાદન કરનારા ખેડૂતોને ગૌરવ અપાવી શક્યો. ૨૦૧૫-૧૬માં ભારતે ૧૫.૫૫ કરોડ ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. સમયે અનાજની આયાત કરતા ભારતે ૨૦૧૬માં ૨૭.૩ કરોડ ટન અનાજ પેદા કર્યું હતું.

ડિસેમ્બર, ૧૯૭૧ - બાંગ્લાદેશને આઝાદી અપાવી 

પાકિસ્તાનનો એક ભાગ પશ્ચિમમાં એટલે કે આજનું પાકિસ્તાન અને બીજો ભાગ ૩ હજાર કિલોમીટર દૂર પૂર્વમાં. દુનિયામાં કોઈ દેશના ન હોય એવા જરાસંઘના શરીર જેવા તેના બે ફાડિયા હતા. એ ફાડિયા ૧૯૭૧માં નોખા પડયા જ્યારે ઈન્દિરા ગાંધીએ લશ્કરી પગલાં લઈને પૂર્વ પાકિસ્તાનને કાયમી ધોરણે પાકિસ્તાનથી નોખો પાડી દીધો. બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો ભારતમાં મોટેપાયે ઘૂસી આવતા હતા એ મોટી સમસ્યા હતી. આઝાદી પછી એ દેશ બાંગ્લાદેશ નામે ઓળખાય છે. પરંપરાગત દુશ્મન પાકિસ્તાન કરતા બાંગ્લાદેશ સાથે ભારતના સબંધો ઘણા સારા છે.

૧૯૭૧ - સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ 
આજે ભારતમાં બધુ મળીને ૧૦૦૦થી વધુ ફિલ્મો વર્ષે તૈયાર થાય છે એ વાતની કોઈ નવાઈ નથી. ભારત આખા જગતમાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે. ભારતે પ્રથમવાર એ સિદ્ધિ ૧૯૭૧માં હાંસલ કરી હતી. ત્યારે ભારતે એક વર્ષમાં ૪૩૩ ફિલ્મો બનાવી હતી. આ વખતે એ આંકડો આખી દુનિયામાં સૌથી મોટો હતો. બોલિવૂડ ઉપરાંત ભારતમાં દસેક ફિલ્મ ઈન્ડસ્ટ્રી નોંધપાત્ર કામ કરે છે.

૧૫ ઓગસ્ટ, ૧૯૭૨ - દેશમાં પિન-કોડ પ્રથા દાખલ થઈ 
૧૭૬૪માં ભારતમાં પહેલી પોસ્ટ ઓફિસ મુંબઈમાં અંગ્રેજોએ શરૃ કરી હતી. એ પછી તો આખા દેશમાં પોસ્ટ ઓફિસો શરૃ થઈ પણ ત્યાં સુધી ટપાલ સરળતાથી પહોંચાડવી કઈ રીતે? એ માટે જરૃર પડી પિન-કોડ એટલે કે પોસ્ટલ ઈન્ડેક્સ નંબરની. દેશના વિભાગો પ્રમાણે નંબર આપી દેવાયા અને પછી સરનામા સાથે પિન-કોડ લખવાની પ્રથા શરૃ થઈ. ૧૯૭૨ની ૧૫મી ઓગસ્ટે ભારતે પિન-કોડ પ્રથા શરૃ કરી હતી. ભારતમાં ૬ આંકડાના પિન-કોડ વપરાય છે અને પિન-કોડ મુજબ દેશના ૯ ઝોન પડેલા છે.
૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1950-1963

25 જાન્યુઆરી, 1950: બંધારણ
વિધાનસભાના મુખ્ય સભ્યો બંધારણની પ્રથમ નકલો પર હસ્તાક્ષર કરે છે.

૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1950-1963 ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ : આઝાદ દેશે બંધારણ અપનાવ્યું 'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ'નું નામ આજે કદાચ સાવ અજાણ્યુ લાગે, પણ ૧૯૫૦ની ૨૫મી જાન્યુઆરીની મધરાત સુધી ભારતમાં બંધારણના સ્થાને આ કાયદો લાગુ પડતો હતો. ૧૯૩૫માં અપનાવેલો એ એક્ટને ભારતે ૧૯૫૦માં તિલાંજલી આપી અને ૨૬મી જાન્યુઆરીથી બંધારણ અપનાવ્યું. એટલે કે આઝાદ દેશની સત્તા દેશના નાગરિકોના હાથમાં આવી. વર્ષો પહેલા ૧૯૩૦માં 'ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે' ૨૬મી જાન્યુઆરીના દિવસે જ પૂર્ણ સ્વરાજનો ખરડો પસાર કર્યો હતો. માટે આઝાદી પછી રાષ્ટ્રને ગણતંત્ર જાહેર કરવા એ તારીખ જ પસંદ કરવામાં આવી હતી. ભારતમાં કુલ ૩ રાષ્ટ્રીય તહેવારો છે, એમાંનો એક પ્રજાસત્તાક દિવસ પણ છે.

૧૯૫૧-૫૨ : આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી
ભારત વર્ષનો ઈતિહાસ ભલે હજારો વર્ષ પૂરાણો હોય પણ લોકશાહીનો સ્વાદ ચાખવાની શરૂઆત ૧૯૪૭ પછી થઈ છે. ભારતને આઝાદી મળી ત્યારે તો વચગાળાની સરકાર રચાઈ ગઈ હતી. એ પછી ૧૯૫૧માં દેશમાં પહેલી વખત લોકસભાની એટલે કે વડાપ્રધાનની પસંદગી કરવા માટે ચૂંટણી થઈ. ૧૯૫૧માં ચૂંટણી શરૃ થઈ અને ૧૯૫૨માં પૂરી થઈ હતી. કેમ કે પહેલી ચૂંટણી હતી, બધા માટે નવી પ્રક્રિયા હતી. એ વખતની લોકસભાની ૪૮૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠકો સાથે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજનો કદાવર પક્ષ ભાજપ ત્યારે ન હતો, પણ બીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) રહી હતી. દેશમાં ત્યારે ૩૬ કરોડ મતદારો હતા અને તેમાંથી ૪૫.૭ ટકા મતદારોએ એટલે કે ૧૭.૩ કરોડ લોકોએ જ મતદાન કર્યું હતુ.

જાન્યુઆરી ૧૯૫૨ : પ્રથમ આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ
ગોવામાં દર વર્ષે યોજાતો 'ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયા' ભારતનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટીવલ છે. આઝાદી પછી તુરંત તેની શરૂઆત થઈ હતી અને પ્રથમ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આજે આ ફેસ્ટીવલ એશિયાના મહત્ત્વના ફેસ્ટીવલોમાં સ્થાન ધરાવે છે. પ્રથમ ફેસ્ટીવલ જોકે મુંબઈમાં યોજાયો હતો અને બીજા શહેરોમાં પણ આયોજન થયું હતું. પ્રથમ ફેસ્ટીવલને પણ થોડા દિવસ પછી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.   
  
૪ ઓગસ્ટ, ૧૯૫૬ : પ્રથમ પરમાણુ રિએક્ટર
ભાભા એટમિક રિસર્ચ સેન્ટરે ૧૯૫૬ની ચોથી ઓગસ્ટે દેશનું પ્રથમ પરમાણુ રિએક્ટર શરૂ કર્યું, ત્યારે ભારત ઉપરાંત એશિયાનું પણ એ પ્રથમ રિએક્ટર હતું. વધુ મહત્ત્વની વાત એ હતી કે પરમાણુ રિએક્ટરની અત્યંત જટીલ ગણાતી ડિઝાઈન ભારતે જ તૈયાર કરી હતી અને બ્રિટનની મદદથી તેનું ઉત્પાદન કર્યું હતુ. ડો.હોમી ભાભાની આગેવાનીમાં માત્ર ૧૫ મહિનાના વિક્રમજનક સમયમાં એ પરમાણુ ભઠ્ઠી તૈયાર થઈ હતી. ભારતમાં હાલ ૨૨ પરમાણુ રિએક્ટર કાર્યરત છે, જે ભારતની કુલ જરૃરિયાત પૈકી સવા ૩ ટકા જેટલી ઊર્જા પેદા કરે છે.

૧૯૫૮ : વિનોબા ભાવેને રેમન મેગ્સેસે એવોર્ડ
ખેતી પ્રધાન દેશની પ્રજા પાસે ખેતી કરવા માટે જમીન જ ન હોય તો ખેતી પ્રધાન હોવાનો અર્થ શું? એટલે વિનોબા ભાવેએ આઝાદી પછી 'ભૂદાન' ચળવળ શરૂ કરી હતી. ચળવળ સિમ્પલ હતી, જેેમની પાસે વધુ પડતી જમીન હોય એ સ્વેચ્છાએ જમીન વિહોણા ગરીબને થોડી-ઘણી જમીન આપે! આખા દેશે પડકાર જીલી લીધો અને આજે અનેક લોકો ભૂદાન વખતે મળેલી જમીન ખેડે છે. એ કામગીરી બદલ ૧૯૫૮માં વિનોબાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. એવોર્ડ વિજેતા તેઓ પ્રથમ ભારતીય હતા. એ પછી ડઝનબંધ ભારતીયોને વિવિધ ૬ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે આ એવોર્ડ મળ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે!

સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ : દૂરદર્શનની સ્થાપના
હવે યુગ વેબ સિરિઝનો છે, મોબાઈલમાં જ ટીવી જોનારો વર્ગ વધી રહ્યો છે. પણ મનોરંજન યુગની શરૃઆત દૂરદર્શને કરી હતી. શરૃઆતમાં પ્રસારણ મર્યાદિત હતુ, ધીમે ધીમે ટેકનોલોજી સાથે ભારતના વિવિધ ભાગોમાં દૂરદર્શને દેખા દેવાની શરૃઆત કરી. દૂરદર્શન અત્યારે ૨૩ ચેનલો દ્વારા ભારતની ૯૨ ટકા પ્રજા સુધી પહોંચી વળ્યું છે. જગતનું એ સૌથી વધુ વ્યાપ ધરાવતુ ટેલિવિઝન નેટવર્ક છે. ડાયરેક્ટ ટુ હોમ સર્વિસને કારણે પણ દૂરદર્શન જોનારો વર્ગ વધ્યો છે. દીકરો આગળ જતાં પિતા કરતા મોટું નામ કરે એવો દૂરદર્શનનો કિસ્સો છે. કેમ કે શરૃઆતમાં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયોનો ભાગ હતું. આજે રેડિયો કરતાં તેનું કદ ઘણુ મોટુ થઈ ચૂક્યુ છે.

મે ૧૯૬૦ : એટલાન્ટિક પાર પહેલું ઈન્ડિયન વિમાન
એર ઈન્ડિયાએ ૧૪ મે, ૧૯૬૦ના દિવસે મુંબઈ-ન્યુયોર્ક વચ્ચે ફ્લાઈટ શરૃ કરી હતી. વાયા લંડન થઈને બોઈંગ-૭૦૭ વિમાન ન્યુયોર્ક પહોંચ્યુ હતું. એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકા પહોંચનારુ એ પ્રથમ વિમાન હતું. પોસ્ટ ખાતાએ એ ફ્લાઈટનું ખાસ કવર બહાર પાડયું હતું. ત્યારે ભારતે હજુ બોઈંગ વિમાન ખરીદવાની શરૃઆત કરી હતી અને એર હોસ્ટેસના ડ્રેસ તરીકે સાડી પણ અપનાવાઈ હતી. હવે રોજની સેંકડો ફ્લાઈટસ ભારતમાંથી પ્રવાસીઓને પરદેશ પહોંચાડે છે.

૪ માર્ચ, ૧૯૬૧ : પ્રથમ વિમાનવાહક જહાજ મળ્યું
૧૯૯૭માં નિવૃત્ત કરી દેવાયેલું 'આઈએનએસ વિક્રાંત' દેશનું પ્રથમ વિમાન વાહક (એરક્રાફ્ટ કરિયર) જહાજ હતું. વિશાળ દરિયાકાંઠો ધ્યાનમાં લઈને સરકારે બ્રિટન પાસેથી જૂનું થયેલું જહાજ ખરીદી ભારતની જરૂર પ્રમાણે તેમાં ફેરફારો કર્યા હતા. ૧૯૭૧ના યુદ્ધમાં બંગાળના અખાતમાં રહેલા વિક્રાંતનો શિકાર કરવા પાકિસ્તાની સબમરીન ગાઝી નીકળી હતી. વિક્રાંતે એ ગાઝીને જ દરિયા તળિયે પહોંચાડી દીધી હતી. હવે ભારત 'આઈએનએસ વિક્રાંત' નામે જ નવું યુદ્ધજહાજ બનાવી રહ્યું છે. એ સંપૂર્ણ થશે ત્યારે વળી સ્વદેશી જહાજ બનાવ્યાનું ગૌરવ દેશવાસીઓ અનુભવશે.

૨૦ ડિસેમ્બર, ૧૯૬૧ : દીવ-દમણ-ગોવા મુક્ત થયા
૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી દીવ-દમણ-ગોવા પર પોર્ટુગિઝોનો કબજો હતો. ભારત સરકારની સમજાવટ પછી પણ પોર્ટુગલ સરકાર ૪૫૦ વર્ષથી ડેરો જમાવેલા એ સ્થળો ખાલી કરવા તૈયાર ન હતી. માટે ભારતે 'ઓપરેશન વિજય' નામે સશસ્ત્ર કાર્યવાહી કરીને ત્રણેય સ્થળોને આઝાદી અપાવી. ૧૫૧૦થી ભારતમાં પ્રવેશેલી પોર્ટુગિઝ સત્તા ભારતીય સેના સામે ૩૬ કલાક સુધી ટકી શકી ન હતી.

૧૯૬૩ : દેશનો સૌથી મોટો ડેમ બન્યો
આજે તો ડેમ એટલે નર્મદા ડેમ એવી જ ઓળખ છે, પણ ભારતનો સૌથી મોટો ડેમ ૧૯૬૩માં બનેલો ભાખરા હતો. સતલજ નદી પર હિમાલચ પ્રદેશમાં ભાખરા બન્યો અને ૧૩ કિલોમીટર દૂર બીજો નંગલ ડેમ બન્યો. એ પ્રોજેક્ટ સંયુક્ત રીતે ભાખરા-નંગલ તરીકે ઓળખાય છે. બે પૈકી ભાખરા મોટો છે, મોટો એટલે સાડા સાતસો ફીટ ઊંચો. દુનિયાના સૌથી ઊંચા બંધોમાં તેનું સ્થાન આવે છે. ઉદ્ઘાટન વખતે જવાહરલાલ નહેરુએ ડેમને આધુનિક ભારતના ઉત્થાનનું પ્રતીક ગણાવ્યો હતો.  

દેશનો સૌથી ઊંચો ત્રિરંગો



અટારી સરહદે ભારતે સૌથી ઊંચો, મોટો, કદાવર ત્રિરંગો ફરકાવ્યો હતો.

દેશના સૌથી ઊંચા ધ્વજની એટલે કે થાંભલાની ઊંચાઈ ૧૧૦ મિટર (૩૫૫ ફીટ) હતી. ધ્વજ પોતે ૧૨૦ ફીટ લાંબો અને ૮૦ ફીટ પહોળો હતો.

થાંભલા સહિત સમગ્ર ધ્વજનું વજન ૫૫ ટન થતું હતું. ૨૦૧૭ની ૫મી માર્ચે સૌથી પહેલી વખત તેને ફરકાવાયો હતો.

સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૩.૫ કરોડ રૃપિયાનો ખર્ચ અમૃતસર ઈમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે કર્યો હતો.


જોકે આ કદાવર ધ્વજ સતત ફરકતો રહી ન શક્યો. તેનું વિશાળ કદ અને સરહદ પર ફૂંકાતા તેજ પવનને કારણે કાપડ ફાટી ગયું હતું. માટે હવે ધ્વજ નાનો કરી તેનું કદ ૭૨ ફીટ બાય ૪૮ ફીટ રાખવામાં આવ્યુ છે. અહીં સરહદ જોવા આવતા પ્રવાસીઓ માટે આ ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.  


શુક્રવાર, 11 ઑગસ્ટ, 2017

ISRO to develop full-fledged hyperspectral imaging satellite


A new set of future satellites called hyperspectral imaging satellites is set to add teeth to the way India is gleaned from about 600 km in space. The HySIS satellite has critical chip called an “optical imaging detector array’” indigenously developed by ISRO. Its launch will allow ISRO to enter
The Indian Space Research Organisation (ISRO) says it plans to launch a full-fledged niche Earth observation (EO) satellite — called the Hyperspectral Imaging Satellite or HySIS — using a critical chip it has developed.
ISRO is endeavouring to enter the domain of operational hyperspectral imaging from earth orbit" with a satellite that can see in 55 spectral or colour bands from 630 km above ground

ISRO for first time had tried out hyspex imaging technology in an 83-kg IMS-1 experimental satellite in May 2008.

The same year, it also had mounted hyperspectral camera on Chandrayaan-1 and used to map lunar mineral resources. Globally so far, very few space agencies have such a satellite.


Namami Gange Jagriti Yatra: The new clean Ganga campaign launched by UP government


The UP Government has launched a new awareness drive called Namami Gange Jagriti Yatra. The drive will be focusing on cleanliness along the banks of Ganga river and maintain hygiene. The campaign was flagged off in the state capital Lucknow by CM Adityanath in hopes of making the river and the banks much more cleaner in the future.

Further information about “ Namami Gange Jagriti Yatra ” :


  • The drive has been organised by Uttar Pradesh Homeguard volunteers and will help in spreading awareness in about 25 districts situated on the banks of river Ganga in the state
  • It will urge people to maintain the cleanliness and hygiene of the Ganga river
  • The drive will be covering a total area of around 1,025 kms
  • It will pass through 108 blocks of 25 districts of UP from Bijnore to Ballia alongide the Ganga river
  • More than one lakh Homeguard volunteers will be organise public gatherings and other awareness programmes in the districts under the Namami Gange Project
  • It will urge people to refrain from practices and other things that pollute the Ganga River.


Cyber Coordination Centre made operational: IT Mininstry



10th August:

The Union Ministry of Electronics and Information Technology (MEITY) has announced that The first phase of National Cyber Coordination Centre, set up to scan the country’s web traffic to detect cyber security threats, has been made operational.

NCCC scans internet traffic coming into the country to detect real-time cyber threat and alert various organisations as well as internet service providers for timely action.

The government has also made operational botnet and malware cleaning centre that will detect malicious software in devices of citizens and clean them.

The Government has proposed to set up National Cyber Coordination Centre (NCCC). Phase-I of NCCC has been made operational.

The Centre will scan the cyberspace in the country for cyber security threats at metadata level to generate situational awareness.

NCCC, a multi-stakeholder body, will be implemented by Indian Computer Emergency Response Team (CERT-In) at Ministry of Electronics and Information Technology.

The Centre derives necessary powers as per provisions of section 69B of the Information Technology Act, 2000 and the Rules notified thereunder.