શુક્રવાર, 21 જુલાઈ, 2017

રામનાથ કોવિંદ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......


કોવિંદ ભાજપના પ્રથમ નેતા છે જે રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. 

રામનાથ કોવિંદ પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમના નામની જાહેરાત થઇ ત્યારે તેમની દેશના સામાન્ય નાગરિકોને ઓળખ તો શું પણ નામની પણ જાણકારી ન હતી. દેશના અખબારો કે ન્યૂઝ ચેનલોમાં ચમક્યા પણ ન હતા આજે તેઓ રાષ્ટ્રપતિ જેવા શિખર હોદ્દા માટે ચૂંટાયા છે. તેમના વતન ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં ઉજવણીનો વહેલી સવારથી જ માહોલ હતો. રાષ્ટ્રપતિ તરીકેના ઉમેદવારની મહોર લાગી ત્યારે તેઓ બિહારના ગવર્નરના હોદ્દા પર બિરાજમાન હતા. ૭૧ વર્ષીય કોવિંદ ખૂબ જ લો પ્રોફાઇલ રહે છે અને આટલા વર્ષોમાં પબ્લિસીટીથી દૂર રહ્યા છે.

રામનાથ કોવિંદનો જન્મ ૧૯૫૪, ૧લી ઓક્ટોબરે કાનપુરન પાસેના પાસેના પરોંખ ગામે થયો હતો.૧૯૯૧ થી તેઓ ભાજપમાં છે.
૭૦ વર્ષ પહેલાં ભારતે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......




૨૨મી જુલાઈ ભારતમાં ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવાય છે કેમ કે ૧૯૪૭ની ૨૨મી જુલાઈએ વર્તમાન રાષ્ટ્રધ્વજને સ્વિકૃત્તિ આપી હતી. એ વખતે ભારત અંગ્રેજોના તાબામાં હતો. દેશનો કોઈ ચોક્કસ રાષ્ટ્રધ્વજ ન હતો. અલબત્ત, વિવિધ ડિઝાઈનો બનાવાઈ હતી અને વિવિધ દેશભક્તોએ પોતાની રીતે રાષ્ટધ્વજ ફરકાવ્યા પણ હતા. પરંતુ દેશની આઝાદી વખતે સર્વસ્વીકૃત રાષ્ટ્રધ્વજની જરૂર હતી.

૧૯૪૭ની ૨૨મી જુલાઈએ પાર્લામેન્ટ હાઉસના કોન્સ્ટીટયૂશન હોલમાં સભાના સભ્યો મળ્યાં હતા. આજે સંસદ મળે છે, એ રીતે જ એ સભા ભરાઈ હતી. સભા સમક્ષ જવાહરલાલે ધ્વજ સ્વીકારવા અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમણે ધ્વજનું વર્ણન પણ કર્યું હતું. એ પછી ધ્વજ અંગે તેમણે ભાષણ કર્યું હતુ. સભા પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે એ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને હાજર સભ્યોએ તેના પર સહી કરી હતી. એ સાથે ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ મળી હતી. એ પછી ૧૪મી ઓગસ્ટે મધરાતે ભારતને આઝાદી મળી અને ૧૫મી ઓગસ્ટે સત્તાવાર રીતે ધ્વજને લાલ કિલ્લા ખાતે ફરકાવાયો હતો.

પિંગલિ વૈંકયા નામના આઝાદીના લડવૈયાએ ૧૯૨૧માં કાકીનાડા ખાતે ભરાયેલી રાષ્ટ્રીય કોંગ્રેસની સભામાં રાષ્ટ્રધ્વજનો વિચાર રજૂ કર્યો હતો. એ વિચારને હાકારાત્મક પ્રતિભાવ મળ્યાં પછી તેમણે ડિઝાઈન કરી હતી, જે રાષ્ટ્રધ્વજ આજે આખા દેશમાં અને પરદેશમાં પણ ભારતની ઓળખ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે. ૧૮૭૬માં જન્મેલા વેંકૈયાનું ૧૯૬૩માં અવસાન થયું હતું.

૧૯મી સદીમાં ભારત વિવિધ રજવાડાંઓમાં અને બ્રિટિશરો વચ્ચે વહેંચાયેલુ હતું. માટે ધ્વજ પણ રજવાડાનાં પોતાના અને બ્રિટનનો યુનિયન જેક હતો. ૧૯૦૬માં પ્રથમવાર બિનસત્તાવાર રીતે ભારતનો ધ્વજ કલકતામાં લહેરાવાયો હતો, જેમાં વંદે માતરમ પણ લખેલું હતું. તેની ડિઝાઈન જોકે અલગ હતી. પછી ૧૯૦૭માં મેડમ કામાએ પ્રથમવાર પરદેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.


હાલ ભારતમાં પંજાબમાં પાકિસ્તાન સરહદે આવેલા અટારી ખાતે દેશનો સૌથી ઊંચો ધ્વજ ફરકે છે. માર્ચ ૨૦૧૭માં ગોઠવાયેલો આ ધ્વજ ૩૬૦ ફીટ ઊંચો છે. એ ધ્વજની પહોળાઈ ૨૪ મીટર છે અને કુલ મળીને થાંભલા સહિત ૫૫ ટન તેનું વજન છે. એ ધ્વજ પાછળ રૃપિયા ૩.૫૦ કરોડનો ખર્ચ થયો હતો.


બુધવાર, 19 જુલાઈ, 2017

ટાટા મોટર્સે ભારતની પ્રથમ બાયો સીએનજી બસનો પ્રારંભ કર્યો...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......


Moving towards gas power will not only contribute majorly towards decreasing emissions for a cleaner environment, but operating engines on bio-methane will also help promote Government of India’s Smart City initiative.

Tata Motors unveils India’s first Bio-CNG bus


ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપની
TATA Motorsએ દેશની પ્રથમ બાયો સીએનજી (બાયો-મિથેન) બસ બહાર પાડી છે. સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા આયોજિત ઉર્જા ઉત્સવ, બાયો-એનર્જી પ્રોગ્રામ ખાતે બસની શરૂઆત કરવામાં આવી હતી.

બાયોમિથેન એક કુદરતી રીતે બનતું ગેસ છે, જે મૃત પ્રાણીઓ અને વનસ્પતિ સામગ્રી, ખાતર, મળપાણી, કાર્બનિક કચરો વગેરે જેવા કાર્બનિક દ્રવ્યોના એનારોબિક પાચન દ્વારા ઉત્પન્ન થાય છે. આ ગેસને પ્રાકૃતિક અધઃપતનની પ્રક્રિયામાંથી બહાર કાઢવામાં આવે છે, જે વાતાવરણમાં વપરાયેલ નથી. જો તે એન્જિનમાં ભરેલો છે અને ઓટોમોબાઈલ એન્જિનમાં વપરાય છે, તો પર્યાવરણ પર ચોખ્ખી અસર ઘટાડે છે અને તે જ સમયે ઉપયોગી શક્તિ પેદા કરે છે.


SBI ઘર ખરીદદારો માટે 'એસબીઆઇ રિયલ્ટી' પોર્ટલ લોન્ચ કર્યુ છે...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......


ભારતની સૌથી મોટી બેંક “સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા” (SBI) એક એસબીઆઇ રિયલ્ટી (SBI Realty), પોર્ટલ બહાર પાડયુ છે, જે દેશના સમગ્ર 3,000 મંજૂર થયેલ પ્રોજેક્ટ્સમાંથી ઘર ખરીદકર્તાઓને ફ્લેટ પસંદ કરવામાં મદદ કરશે. SBI Realty ઘરના ખરીદદારો માટે એક સ્ટોપ એન્ટીગ્રેટેડ વેબસાઇટ હશે.

તે ગ્રાહકોને 3,000 એસબીઆઇ મંજૂર કરેલ પ્રોજેક્ટ્સમાંથી પોતાના સ્વપ્નનું ઘર પસંદ કરવા માટે મદદ કરશે, જે 30 શહેરોને આવરી લેતા 13 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે.

થાપણો, શાખાઓ, નફામાં, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કોમર્શિયલ બેંક એટલે  SBI છે. તેના રૂ. 25.85 લાખ કરોડનું ડિપોઝીટ બેઝ છે. તેનુ વ્યાપક નેટવર્ક છે, ભારતની 24 હજાર શાખાઓ અને 35 અન્ય દેશોમાં 194 વિદેશી કચેરીઓ
યુ.એસ. નૌકાદળએ વિશ્વની પ્રથમ લેસર વેપન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યુ

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



યુનાઇટેડ સ્ટેટ્સ નેવી(United States Navy) એ વિશ્વની સૌ પ્રથમ સક્રિય લેસર વેપન્સ સિસ્ટમ (LaWS) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પરીક્ષણમાં, ટ્રાન્સપોર્ટ જહાજ પર તૈનાત ફ્લાઇટમાં ડ્રોનને ખતમ કરવામાં અને ફારસી ગલ્ફ પર લક્ષ્યને હટાવવા માટે સક્ષમ હતા.

યુ.એસ.એસ. પોન્સે આજની અદ્યતન હથિયાર પ્રણાલી સાથે ઉપયોગમાં લેવા માટે વિશ્વમાં પ્રથમ જહાજ છે.


હાલતી ચાલતી ફિલ્મના શોધક : લ્યુમિયર ભાઇ

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



ફોટોગ્રાફીની શોધ થયા પછી વિજ્ઞાનીઓ હાલતી ચાલતી તસવીરો ઉપજાવવાના પ્રયાસો કરવા લાગ્યા.

કોઇ દ્રશ્ય  કે વ્યક્તિના હલન-ચલનની ઝડપે સળંગ તસ્વીરોને હાલતી ચાલતી દર્શાવવા માટેના પ્રોજેક્ટરની શોધ લ્યુમિયર નામના બે ભાઇઓએ કરી હતી.

લ્યુમિયર ભાઇઓમાંનો મોટો લ્યુઇસ નિકોલસ ૧૮૬૨ અને નાનો લૂઇસ ૧૮૬૪માં ફ્રાન્સના બેસ્કાકોનમાં જન્મયા હતા. બંને ભાઇઓ લીઓનની સૌથી મોટી ટેકનિકલ સ્કૂલમાં ભણ્યા હતાં. તેના પિતાને ફોટોગ્રાફીનો સામાન વેચવાની દુકાન હતી.

તેમા બંને ભાઇઓએ ફોટો પ્રોસેસ કરવાની નવી પદ્ધતિ શોધી કાઢી અને ૧૮૯૫માં પ્રોજેક્ટર દ્વારા તેના કારખાનાના કારીગરો ઘેર જતા હોય તેવી ફિલ્મ દર્શાવી. આ પ્રોજેક્ટરને તેઓ સિનેમેટીગ્રાફ નામ આપેલું.

૧૮૯૫ના ડિસેમ્બરની ૨૮ તારીખે પેરિસના એક કાફેમાં દર્શાવાયેલી વિશ્વની આ પ્રથમ ફિલ્મ ૧૭ મીટર લાંબી સળંગ તસવીરોની પટ્ટી હતી અને પર્દા પર ૫૦ સેકન્ડ સુધી હાલતી ચાલતી દેખાતી.

તે જમાનામાં ૫૦-૫૦ સેકન્ડ માટે પણ હાલતી ચાલતી તસવીરો જોઇ લોકો આશ્ચર્ય પામતાં.

બંને ભાઇઓએ અનેક ફિલ્મો બનાવી. ૧૮૯૬માં તેમણે મશીન સાથે લંડન, ન્યૂયોર્ક, મુંબઇ અને મોન્ટ્રીપલ જેવા મોટા શહેરોમાં જઇ પ્રદર્શન કર્યા.

જો કે તેમની શોધની સાથે સાથે બલ્બના  શોધક થોમસ આલ્વા એડિસને વધુ સારા પ્રોજેક્ટર બનાવ્યા અને હાલતી ચાલતી ફિલ્મોનો યુગ શરૃ થયો.

મનોરંજન ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગ થાય તેવી ઉપયોગી ફિલ્મ શોધનો યશ એડિસનને ફાળે જાય છે.  

ભારતની અજાયબી : બુલંદ દરવાજો

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......

BULAND DARWAZA,  AGRA, INDIA


બુલંદ દરવાજા ઉપર ૧૩ ગુંબજ છે. દરવાજા સુધી જવા માટે ૪૨ પગથિયાં છે. દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે.

ભારતમાં મોગલોના શાસનકાળમાં ઘણી વિશ્વ પ્રસિદ્ધ ઈમારતો બની હતી. તાજમહેલ તો વિશ્વપ્રસિદ્ધ છે પરંતુ કેટલાક અન્ય બાંધકામો પણ વિખ્યાત થયેલાં છે.

આગ્રાથી ૫૦ કિલોમીટર દૂર આવેલા ફતેપુર સિક્રિમાં આવેલો બુલંદ દરવાજો તેની વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

૫૩.૬૩ મીટર ઊંચો અને ૩૫ મીટર પહોળો આ દરવાજો વિશ્વનો  સૌથી મોટો દરવાજો ગણાય છે. બુલંદ દરવાજો ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે બંધાવેલો.


લાલ પથ્થરના બનેલા આ ભવ્ય દરવાજાની દીવાલ પર સફેદ આરસના સુશોભન કરેલાં છે. બુલંદ દરવાજા ઉપર ૧૩ ગુંબજ છે. દરવાજા સુધી જવા માટે ૪૨ પગથિયાં છે. દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે. બાઇબલના સુવાક્યો પણ આ દીવાલ પર જોવા મળે છે.