બુધવાર, 19 જુલાઈ, 2017

ભારતની અજાયબી : બુલંદ દરવાજો

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......

BULAND DARWAZA,  AGRA, INDIA


બુલંદ દરવાજા ઉપર ૧૩ ગુંબજ છે. દરવાજા સુધી જવા માટે ૪૨ પગથિયાં છે. દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે.

ભારતમાં મોગલોના શાસનકાળમાં ઘણી વિશ્વ પ્રસિદ્ધ ઈમારતો બની હતી. તાજમહેલ તો વિશ્વપ્રસિદ્ધ છે પરંતુ કેટલાક અન્ય બાંધકામો પણ વિખ્યાત થયેલાં છે.

આગ્રાથી ૫૦ કિલોમીટર દૂર આવેલા ફતેપુર સિક્રિમાં આવેલો બુલંદ દરવાજો તેની વિશાળતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

૫૩.૬૩ મીટર ઊંચો અને ૩૫ મીટર પહોળો આ દરવાજો વિશ્વનો  સૌથી મોટો દરવાજો ગણાય છે. બુલંદ દરવાજો ઈ.સ. ૧૬૦૨માં મોગલ બાદશાહ અકબરે બંધાવેલો.


લાલ પથ્થરના બનેલા આ ભવ્ય દરવાજાની દીવાલ પર સફેદ આરસના સુશોભન કરેલાં છે. બુલંદ દરવાજા ઉપર ૧૩ ગુંબજ છે. દરવાજા સુધી જવા માટે ૪૨ પગથિયાં છે. દરવાજાની દીવાલ ઉપર કુરાનની આયાતો કોતરેલી છે. બાઇબલના સુવાક્યો પણ આ દીવાલ પર જોવા મળે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો