હાલતી ચાલતી ફિલ્મના શોધક :
લ્યુમિયર ભાઇઓ…
ફોટોગ્રાફીની શોધ થયા પછી વિજ્ઞાનીઓ હાલતી ચાલતી તસવીરો ઉપજાવવાના પ્રયાસો કરવા લાગ્યા.
કોઇ દ્રશ્ય કે
વ્યક્તિના હલન-ચલનની ઝડપે સળંગ તસ્વીરોને હાલતી ચાલતી દર્શાવવા માટેના
પ્રોજેક્ટરની શોધ લ્યુમિયર નામના બે ભાઇઓએ કરી હતી.
લ્યુમિયર ભાઇઓમાંનો મોટો લ્યુઇસ
નિકોલસ ૧૮૬૨ અને નાનો લૂઇસ ૧૮૬૪માં ફ્રાન્સના બેસ્કાકોનમાં જન્મયા હતા. બંને ભાઇઓ
લીઓનની સૌથી મોટી ટેકનિકલ સ્કૂલમાં ભણ્યા હતાં. તેના પિતાને ફોટોગ્રાફીનો સામાન
વેચવાની દુકાન હતી.
તેમા બંને ભાઇઓએ ફોટો પ્રોસેસ
કરવાની નવી પદ્ધતિ શોધી કાઢી અને ૧૮૯૫માં પ્રોજેક્ટર દ્વારા તેના કારખાનાના
કારીગરો ઘેર જતા હોય તેવી ફિલ્મ દર્શાવી. આ પ્રોજેક્ટરને તેઓ સિનેમેટીગ્રાફ નામ
આપેલું.
૧૮૯૫ના ડિસેમ્બરની ૨૮ તારીખે
પેરિસના એક કાફેમાં દર્શાવાયેલી વિશ્વની આ પ્રથમ ફિલ્મ ૧૭ મીટર લાંબી સળંગ
તસવીરોની પટ્ટી હતી અને પર્દા પર ૫૦ સેકન્ડ સુધી હાલતી ચાલતી દેખાતી.
તે જમાનામાં ૫૦-૫૦ સેકન્ડ માટે પણ
હાલતી ચાલતી તસવીરો જોઇ લોકો આશ્ચર્ય પામતાં.
બંને ભાઇઓએ અનેક ફિલ્મો બનાવી.
૧૮૯૬માં તેમણે મશીન સાથે લંડન, ન્યૂયોર્ક, મુંબઇ
અને મોન્ટ્રીપલ જેવા મોટા શહેરોમાં જઇ પ્રદર્શન કર્યા.
જો કે તેમની શોધની સાથે સાથે
બલ્બના શોધક
થોમસ આલ્વા એડિસને વધુ સારા પ્રોજેક્ટર બનાવ્યા અને હાલતી ચાલતી ફિલ્મોનો યુગ શરૃ
થયો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો