બુધવાર, 10 ઑક્ટોબર, 2018


એશિયન પેરા ગેમ્સમાં ભારતની એકતા ભ્યાનને ગોલ્ડ મેડલ

Image result for ekta bhyan win gold medal

એકતાએ વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ હાંસલ કર્યો
ભારત ૪ ગોલ્ડ-૬ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ૯મા સ્થાને

એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો છે. મંગળવારે વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં એકતા ભ્યાને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 
       

યુથ ઓલિમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ દિવસ : જેરેમી, મનુને ઐતિહાસિક ગોલ્ડ મેડલ

યુથ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૦ના વર્ષથી યોજાઇ રહી છે. જેમાંથી ૨૦૧૦ અને ૨૦૧૪ એમ બંને ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લિટ્સ એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. અલબત્ત, ૨૦૧૮ની યુથ સમર ઓલિમ્પિક્સનો પ્રારંભ થયાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ભારત માટે યાદગાર પુરવાર થઇ રહી છે. યુથ સમર ઓલિમ્પિક્સમાં રવિવારે  જેરેમી લાલરિનનુગાએ વેઇટલિફ્ટિંગમાં જ્યારે સોમવારે મનુ ભાકેરે શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારત ૨ ગોલ્ડ-૩ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. 

૧૬ વર્ષીય મનુ ભાકેરે એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૬.૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હરિયાણાની મનુ અગાઉ વર્લ્ડકપ, કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતના વેઇટલિફ્ટર જેરેમી લાલરિનનુગાએ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે. મિઝોરમના આઇજોલના આ ૧૫ વર્ષીય વેઇટલિફ્ટરે ૬૨ કિગ્રા વજનજૂથમાં ૧૨૪ કિલોગ્રામ અને ૧૫૦ કિલોગ્રામ એમ કુલ ૨૭૪ કિલોગ્રામ ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. અગાઉ જેરેમી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવી ચૂક્યો છે. 


સોમવાર, 8 ઑક્ટોબર, 2018

યુથ ઓલિમ્પિકના રંગારંગ ઉદ્ઘાટન બાદ શૂટિંગના સિલ્વર સાથે ભારતનો શુભારંભ

- શાહુ તુષાર માને ૧૦ મીટર એર પિસ્તોલમાં ભારતનો પહેલો મેડલ જીત્યો
- ભારતની જુડો ખેલાડી તાબાબી દેવી ફાઈનલમાં પ્રવેશતા ગોલ્ડની તક
 
આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનોસ એર્સ ખાતે ત્રીજા યુથ ઓલિમ્પિક્સનો રંગારંગ પ્રારંભ થયો હતો. ૧૮મી ઓક્ટોબર સુધી ચાલનારા યુથ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારંભમાં ભારતની આશાસ્પદ શૂટર મનુ ભાકેરે તિરંગો લહેરાવ્યો હતો. વિશ્વના ૨૦૬ દેશોના આશરે ૪,૦૦૦ જેટલા ખેલાડીઓ યુથ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. ૧૫ થી ૧૮ વર્ષની વચ્ચેની વયજૂથના દુનિયાના ટોચના ખેલાડીઓ વચ્ચેની મેગા ઈવેન્ટમાં ભારતે શૂટિંગમાં સિલ્વર મેડલથી શુભારંભ કર્યો હતો. 
જ્યારે જુડોમાં ભારતની તાબાબી દેવી થાન્ગજામે -૪૪ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં પ્રવેશ મેળવતા ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી હતી. તાબાબી દેવીએ હવે સેમિ ફાઈનલમાં ક્રોએશિયાની પુલ્જીઝને હરાવીને ગોલ્ડ મેડલ બાઉટમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે અગાઉ કોસોવોની ઈઝરા મુમીનોવીકને ક્વાર્ટર ફાઈનલમાં ૨-૦થી અને તે અગાઉ ભુતાનની યાન્ગચેન વાન્ગમોને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ૧-૦થી હરાવી હતી.
ભારતના શાહુ તુષાર માનેએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૨૪૭.૫ના સ્કોર સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ ઈવેન્ટમાં રશિયાના શામાકોવને ૨૪૯.૨ના સ્કોર સાથે ગોલ્ડ મળ્યો હતો. જ્યારે સર્બિયાના મિટ્રોવિચને ૨૨૭.૯ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
ફાઈવ-અ-સાઈડ હોકીની ઈવેન્ટમાં પણ ભારતે ૧૦-૦થી બાંગ્લાદેશને કચડી નાંખ્યું હતુ. ગૂ્રપ-બીની ગ્રૂપ મેચમા ભારતીય હોકી ટીમે આ સફળતા હાંસલ કરી હતી.  
ભારતે યુથ ઓલિમ્પિકમાં જુદી-જુદી ૧૩ રમતોમાં કુલ ૪૬ ખેલાડીઓને સ્પર્ધામાં ઉતાર્યા છે. જેમાં ભારતને શૂટિંગમાં મનુ ભાકેર તેમજ બેડમિંટનમાં લક્ષ્ય સેન પાસેથી ગોલ્ડન સફળતાની આશા છે. હોકી સહિતની અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. 
અનોખા ઉદ્ઘાટન સમારંભમાં રોશની અને સંગીતમય માહૌલ સર્જાયો હતો. એક વિશાળ સ્ક્રિન પર દેશનું નામ પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ અને તે સમયે જેતે દેશના ફ્લેગબેરર પોતપોતાના દેશના રાષ્ટ્રધ્વજને લઈને તેની આગળથી પસાર થયા હતા.
જુન મહિનામાં થાઈલેન્ડની એક ગુફામાં આશરે બે સપ્તાહ સુધી ફસાયેલા રહેલા ફૂટબોલ ટીમના ખેલાડીઓને પણ આ યુથ ઓલિમ્પિકના ઉદ્ઘાટનમાં ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
ઉદ્ઘાટન સમારંભના સરળ આયોજન માટે બે હજાર જેટલા સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી હતી. આ ઉપરાંત ૩૫૦ જેટલા કલાકારો, સંગીતકારો અને પર્ફોર્મર્સે તેમની કલાથી દુનિયાને ચકિત કરી દીધી હતી. 
ભારતીય ટીમમાં ગુજરાતના માનવ ઠક્કરનો સમાવેશ
ભારતે બ્યુનોસ એર્સમાં શરુ થયેલા યુથ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ૪૬ ખેલાડીને પસંદ કર્યા છે. આ ખેલાડીઓ ૧૬ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ટીમમાં કોચિસ-સપોર્ટ સ્ટાફ અને ઓફિસિઅલ્સ સહિત કુલ ૬૮ જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી માનવ ઠક્કરને ટેબલ ટેનિસ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. હોકીનું ફાઈવ-અ- સાઈડ વર્ઝન ઓલિમ્પિકમાં સમાવવામાં આવ્યું છે અને ભારતે મેન્સ અને વિમેન્સમાં ૯-૯ ખેલાડીઓની ટીમ મોકલી છે. ટ્રેક એન્ડ ફિલ્ડના સાત અને શૂટિંગના ચાર ખેલાડીઓ છે. રેક્યુર્વે તીરંદાજી, બેડમિંટન, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી અને રોવિંગમાં ૨-૨ અને બોક્સિંગ-જુડો અને સ્પોર્ટ ક્લાઈમ્બિંગમાં ૧-૧ ભારતીય ખેલાડી સામેલ છે.

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2018

અમદાવાદ-રાજપીપળામાં ગીરના સિંહો માટે સફારી પાર્ક બનાવાશે


 
રાજપીપળા ખાતે તૈયાર થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તેમજ અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરાશે. સાથે ગીરની પૂર્વમાં આવેલા બરડા વિસ્તાર તરફ સિંહો સ્થળાંતર કરી રહ્યા હોવાથી તેઓના વસવાટ અને સલામતિ માટે અમરેલીના બરડા વિસ્તારની માનવવસ્તીને અન્યત્ર ખસેડવા તજવીજ શરુ કરાઇ છે એમ વાપીમાં વન્યપ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વનમંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું. 
ગુજરાતના અભિમાન એવા ૨૩ જેટલા એશિયાટીક સિંહોના થયેલા ટપોટપ મોતને પગલે રાજ્ય સરકાર ભીંસમાં આવી ગઈ છે. ૨૩ સિંહો પૈકી ૧૧ સિંહોના મોત કનોઈન ડીસ્ટેમ્પર વાયરસના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. વનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં સિંહોની સંખ્યા ૫૧૩ હતી જે હાલમાં ૬૦૦ના આંકને પાર કરી ગઇ છે. જેથી તેમના વસવાટ માટે સરકારે અન્ય વિકલ્પ સોધ્યા છે. 
જે મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજપીપળા ખાતે અને અમદાવાદ ખાતે નવા લાયન સફારી પાર્ક બનાવાશે. ઇનફાઇટના વધતા કિસ્સા નિવારવા સિંહોને રાજપીપળા અને અમદાવાદમાં સ્થાયી કરવાની વિચારણા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી સિંહોનું પૂર્વ દિશામાં આવેલા બરડા વિસ્તાર તરફ સ્થળાંતર વધ્યું હોવાથી તેઓને ત્યાં સ્થાયી કરવાનું પણ આયોજન છે. જે માટે બરડામાં માનવવસ્તીને અન્યત્ર ખસેડવા પણ વિચારણા ચાલી રહી છે.
ચંદા કોચરનું આઈસીઆઈસીઆઈમાંથી રાજીનામું

 Image result for chanda kochhar

આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ તરીકે છેલ્લાં છ મહિનાથી સગાવાદ અને 'હિતોના ટકરાવ' જેવા મુદ્દે તપાસનો સામનો કરી રહેલા ચંદા કોચરે ગુરુવારે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતું. ૫૭ વર્ષીય કોચરે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ સહિત તમામ પેટા કંપનીઓમાંથી પણ રાજીનામું આપવાની ફરજ પડી છે.

હવે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે આગામી પાંચ વર્ષ માટે,ત્રીજી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી, ચીફ ઓપરેરેટિંગ ઓફિસર સંદીપ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે. સંદીપ બક્ષીએ ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિયરની ડિગ્રી લીધી છે. વર્ષ ૧૯૮૬માં તેમણે આઈસીઆઈસીઆઈ લિમિટેડમાં કારકિર્દી શરૂ કરી હતી.



ગુરુવાર, 4 ઑક્ટોબર, 2018

વિશ્વ પશુ કલ્યાણ દિવસ – 4 ઓક્ટોબર


1946માં ખેંચવામાં આવેલી ગાંધીજીની તસવીર ચલણી નોટો પર છે



ગાંધીજીની તસવીર વગરની ચલણી નોટોની કલ્પના કરવી આપણા માટે મુશ્કેલ છે. સર્વ સ્વીકૃત રાષ્ટ્રીય નેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર દરેક ચલણી નોટો પર જોવા મળતી હોય છે.

નોટો પર જોવા મળતી ગાંધીજીની તસવીર પાછળનુ રસપ્રદ રહસ્ય પણ જાણવા જેવુ છે. આ તસવીર
1946માં લેવામાં આવી હતી ત્યારે ગાંધીજી લોર્ડ ફ્રેડરિક પેથિક લોરેન્સ સાથે વિક્ટરી હાઉસમાં ગયા હતા. તે વખતે પગથિયા ઉતરતી વખતે ગાંધીજીની તસવીર લેવામાં આવી હતી.
દેશમાં ચલણી નોટ પર ગાંધીજીની તસવીર સૌથી પહેલા 1969માં છપાઈ હતી. તે વખતે તેમનુ જન્મ શતાબ્દી વર્ષ હતુ. 1987માં 500ની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.તેના પર વોટરમાર્ક સ્વરૂપે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
રિઝર્વ બેન્કનુ કહેવુ છે કે 1996માં મહાત્મા ગાંધીના ફોટોગ્રાફવાળી ચલણી નોટો છાપવામાં આવી હતી.