ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2018

મિચ્છામિ દુક્કડમઃ જિલ્લામાં સંવત્સરીની ભાવભેર ઉજવણી

 
અહિંસાના પૂજારી જૈન સમુદાય દ્વારા આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના જપ, તપ અને આરાધના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ગત.૬-૯નો આરંભ થયો હતો. જેની આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી સાથે પૂર્ણાહૂતિ થઈ હતી.

સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીના પાવન દિવસે જૈન સમાજના લોકોએ વહેલી સવારે જિનાલયોમાં ઉમટી પડી સંવત્સરીનું પ્રતિક્રમણ કરી તન-મન, વચન અને કાયાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમને મિચ્છામિ દુક્કડમ કહીં ક્ષમાપના માગી હતી.

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી


Image result for sardar singh left hockey

- ૩૨ વર્ષના સરદારે ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચમાં ભાગ લીધો હતો

- ભારત એશિયાડની ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું નહતુ


ભારતના ૩૨ વર્ષીય હોકી ખેલાડી અને ઓલિમ્પિયન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયાડમાં ભારતીય મેન્સ હોકી ટીમ ફાઈનલમાં પણ પ્રવેશી શકી નહતી, જેના કારણે ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ તો ચૂકી જ હતી સાથે સાથે ભારતે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની તક પણ ગુમાવી હતી.
સરદાર સિંઘે નિવૃત્તિની જાહેરાત કરતાં યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તેનું ખાલી પડેલું સ્થાન લેવા આહ્વાન પણ કર્યું હતુ. સરદાર સિંઘે તેની ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 

નોંધપાત્ર છે કે, સરદારને ગત વર્ષે જ દેશનો સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ - ખેલ રત્ન- એનાયત કરવામાં આવ્યો હતો.


રવિવાર, 9 સપ્ટેમ્બર, 2018

ડબલ ટ્રેપ શૂટર અંકુર મિત્તલને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ

 

- અંકુરે શૂટઓફમાં ચીનના યીયાંગ યાંગને ૪-૩થી હરાવી ટાઈટલ મેળવ્યું

- અંકુરના શાનદાર પર્ફોમન્સને કારણે ભારતને ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ

એશિયન ગેમ્સની નિરાશા બાદ ભારતીય શૂટર અંકુર મિત્તલે સાઉથ કોરિયામાં ચાલી રહેલી આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર દેખાવ કરતાં ડબલ ટ્રેપ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
અંકુરે ખુબ જ ધીરજ અને એકાગ્રતાનો પરિચય આપતાં શૂટઆઉટમાં ચીનના યીયાંગ યાંગ સામે ૪-૩થી રોમાંચક વિજય મેળવતા સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિનિયર લેવલના શૂટિંગમાં ભારતનો આ માત્ર બીજો ગોલ્ડ મેડલ છે. 


જાણવા જેવુ
Image result for gujarat image
કનુ દેસાઇનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – ચિત્રકલા

ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે? – બાલકૃષ્ણ દોશી

ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે? – રવિશંકર રાવળ

થોડા આંસુ, થોડાં ફુલ કોની આત્મકથા છે? – જયશંકર સુંદરી

જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? – વીસનગર

જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – રંગભૂમિ

જશવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – નાટ્યશાસ્ત્ર

કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોકગાયકે કર્યું છે? – હેમ ગઢવી

હેમ ગઢવી નાટયગ્રૂહ કયાં આવેલું છે? – રાજકોટ

બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – શસ્ત્રીય સંગીત

બૈજુ બાવરાનું વતન કયા સ્થળે આવેલ છે? – ચાંપાનેર

ગાંધીજીની 117મી જન્મજયંતિ નિમિતે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ 
છે? – કાંતિભાઇ પટેલ

બંસીલાલ વર્માનું નામ કયા કયા ક્ષેત્રે જાણીતું છે? – કાર્ટુનિંગ

રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે ? – નર્મદા કાંઠે નારેશ્વરમાં

પિંગળશી ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય

દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસંગીત

દુલા ભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય

મહાત્મા ગાંધી કીર્તિમંદિર અને ભારતમંદિર ના સ્થાપક કોણ હતા? – નાનજી કાલિદાસ મહેતા

અમદવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? – મૃણાલિની સારાભાઇ

USEFUL  ABBREVIATIONS

DP - DISPLAY PICTURE

Wi-Fi – WIRELESS FIDELITY

ATM – AUTOMATED TELLER MACHINE

PDF – PORTABLE DOCUMENT FORMAT

DVD – DIGITAL VERSATILE DISC

GPRS – GENERAL PACKET RADIO SERVICE

HDMI – HIGH DEFINATION MULTIMDEIA INTERFACE

EAT – ENERGY AND TASTE

LCD – LIQUID CRYSTAL DISPLAY

GPS – GLOBAL POSITIONING SYSTEM

LED – LIGHT EMMITING DIODE

IMEI – INTERNATIONAL MOBILE EQUIPMENT IDENTITY

HS – HOTSPOT

OK – OBJECTION KILLED

OS – OPERATING SYSTEM

OTG – ON-THE-GO

COMPUTER – COMMON OPERATED MACHINE PARTICULARY USED FOR TECHNICAL EDUCATION & RESEARCH

PAN – PERMANENT ACCOUNT NUMBER

TEA – TASTE AND ENERGY EMIITED

WWW – WORLD WIDE WEB

SIM – SUBSCRIBER IDENTITY MOBILE 

AIM – AMBITION IN MIND

BYE -  BE WITH YOU EVERYTIME

CD – COMPACT DISC

GB – GIGABYTES

FIR – FIRST INFORMATION REPORT

SMS – SHORT MESSAGE SERVICE


શનિવાર, 8 સપ્ટેમ્બર, 2018

ભગવતીકુમાર શર્મા - ગુજરાતી ભાષાના સાહિત્યકાર
Image result for bhagwatikumar sharma
ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી.

તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના  અધ્યક્ષ રહ્યા હતા.

નવલકથા
·         અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
·         ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
·         સમયદ્વીપ
·         આરતી અને અંગાર
·         વીતી જશે આ રાત?
·         રિક્તા
·         ના કિનારો ના મઝધાર
·         વ્યક્તમધ્ય

નવલિકા
·         દીપ સે દીપ જલે
·         હૃદયદાનં
·         રાતરાણી
·         છિન્ન ભિન્ન
·         અડાબીડ
·         વ્યર્થ કક્કો - છળ બારાખડી
·         તમને ફૂલ દીધાનું યાદ

નિબંધ
·         શબ્દાતીત
·         બિસતંતુ
·         અન્ય ફેરફાર કરો
·         સંભવ (છંદો)
·         પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
·         ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
·         સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
·         નિર્લેપ (ભાગ-૧,,,૪) (હાસ્ય લેખો)
·         સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
·         આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
·         શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
·         ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)

તેમને ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.૧૯૯૯માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.

૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.

International Literacy Day