ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

વર્લ્ડ શૂટિંગ : ભારતના ઓમ પ્રકાશને ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ

 

- ભારતીય શૂટરે ૬૦૦માંથી ૫૬૪ના સ્કોર સાથે સર્બિયાના ડામીર મિકેને હરાવ્યો

- ભારતના અર્જુન સિંઘ ચીમાએ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો

સાઉથ કોરિયામાં ચાલી રહેલી આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ઓમ પ્રકાશ મિથાર્વલે ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય શૂટરે આ નોન-ઓલિમ્પિક કેટેગરીની ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૬૪નો સ્કોર કરતાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ભારતના ૨૩ વર્ષીય શૂટર ઓમ પ્રકાશ અને સર્બિયાના ડામિર મિકે વચ્ચે ગોલ્ડ મેડલ માટે ભારે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં ભારતીય શૂટર બે પોઈન્ટના અંતરથી વિજેતા બન્યો હતો. 


સીકે નાયડુને 1932માં ઇંગ્લેન્ડમાં 'હિંદુ' બ્રેડમેનનું બિરુદ મળ્યું હતું


- બ્રાંડની જાહેરખબરમાં કામ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી પણ હતા
૧૯૩૨માં લોર્ડસમાં એએમસી સામેની પ્રેકટિસ મેચમાં સીકે નાયડુએ ૧૩૦ રનોની ઇનિંગ રમતા અખબારોએ હિંદુ બ્રેડમેન નામ આપ્યું હતું. જો કે હિંદુએ હિંદુસ્તાનના અર્થમાં નહી પરંતુ તેઓે હિંદુ ક્રિકેટ ટીમ વતી રમતા તે સંદર્ભમાં હતું.

ભારતમાં એ સમયે ધર્મ આધારિત ક્રિકેટની ટીમો બનતી હતી. સી કે નાયડુએ મુબઇ જીમખાના અને મદ્રાસ સામેની મેચોમાં હિંદુ ટીમના ખેલાડી તરીકે પેવેલિયનની બહાર સિકસરો ફટકારી હતી.ભારતમાં પ્રથમશ્રેણી ક્રિકેટમાં એટલું ઉત્ત્કૃષ્ટ પ્રદર્શન હતું કે ઇગ્લેન્ડમાં પણ વખાણ થતા હતા.

૧૯૩૨માં ભારતની ક્રિકેટ ટીમ સીકે નાયડુની કેપ્ટનશીપ હેઠળ ૫ ટેસ્ટ મેચ રમવા ગઇ હતી. ભારતીય ટીમની કપ્તાની માટે રાજા મહારાજા ખેલાડીઓની દાવેદારી વચ્ચે સી.કે નાયડુને સુકાન સોંપવામાં આવ્યું હતું. જયારે ઉપ કપ્તાન તરીકે લિંબડીના કેએસજી હતા. ભદ્વ વર્ગમાંથી આવતા  સી.કે નાયડુના દાદાને એક સમયે ભારતની બ્રિટીશ સરકારે રાય બહાદૂરની ઉપાધી આપી હતી. આ ટૂરમાં સી કે નાયડુએ ૫ શતક સાથે ૧૬૨૫ રન પૂરા કર્યા હતા.

ભારત પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૯ રને હારી ગયું હતું પરંતુ નવ લોહિયા ખેલાડીઓની ટીમ એક દિવસ ઇગ્લેન્ડને ભારે પડશે એવી પ્રતિતિ જરુર કરાવી હતી. ૧૯૪૧માં નાયડુએ બાથગેટ લિવર ટોનિકની જાહેરાત કરી હતી. કોઇ બ્રાંડની જાહેરાત કરનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. સી.કે નાયડુ ૬૦ વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા.

બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018



શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર


5 સપ્ટેમ્બરના ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ-શિક્ષણવિદ્ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ છે અને આપણા દેશમાં તેઓની જન્મજયંતિની ઉજવણી 'શિક્ષક દિવસ' તરીકે કરવામાં આવે છે. 

ડો. રાધાકૃષ્ણનને 1909થી 1948 એમ  જીવનના ચાર દાયકા સુધી શિક્ષણના યજ્ઞામાં પોતાનું જીવન હોમી દીધું હતું. આપણા દેશમાં 1962ના વર્ષથી ઉજવાતા 'શિક્ષક દિવસ'ની ઉજવણી બિબાંઢાળ રીતે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે. 

આજથી ૪ હજાર વર્ષ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું બીજારોપણ થયું હતું. ગીતાજીમાં શ્રી કૃષ્ણે જ્ઞાનને પવિત્ર ઘોષિત કરતા કહ્યું છે કે વિદ્યા જેવું બીજું કોઇ નેત્ર નથી. વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે. જેના દ્વારા માનવશિશુ સર્વ પ્રકારે વિકસીત થઇને સમાજમાં યોગ્ય-ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે.  


સોમવાર, 3 સપ્ટેમ્બર, 2018


ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાધીશજી તરીકે કર્યું હતું ૧૦૦ વર્ષ સુધી રાજ
 


ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરી ભગવાનનો જન્મોત્સવ ઉજવવા આતુર બની છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે તેમણે દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી અને દ્વારકાધીશજી તરીકે ૧૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.

ભગવાન વિષ્ણુના દશ અવતારમાંના આઠમા અવતારથી પ્રસિદ્ધ થયેલ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. તેમની બાળલીલા અદભૂત અને અલૌકિક રહી છે. મથુરા રાજ્યના રાજા કંસનો વધ તેમણે કરતા ક્રોધિત બનેલા કંસરાજાના સસરા જરાસંઘે પોતાના સૈન્ય સાથે મથુરા ઉપર ૧૭ વખત ચડાઈ કરી અને તમામ વખતે શ્રીકૃષ્ણએ તેમને હરાવી અને મથુરાથી ખદેડી મૂક્યા હતા. અંતે જ્યારે કલ્યાવનની સહાય લઈ ખુબ મોટી સેના સાથે ૧૮મી વખત જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે પોતાના કુળની રક્ષા માટે શ્રીકૃષ્ણ રણભૂમિ છોડી દ્વારકા આવ્યા. આમ તેઓ રણછોડ તરીકે ઓળખાયા.

ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી દ્વારકાધીશજી તરીકે ૧૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું. શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન દુષ્ટોના દમન માટે તથા સતપુરૃષોના કલ્યાણ માટે રહ્યું અને તેમણે સોમનાથના ભાલકા તીર્થ ખાતે પોતાની જીવનલીલા સંકેલી. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દ્વારકામાં જગત મંદિરે ભારે ધામધૂમથી ઉજવાય છે. ભાવિકો જન્મોત્સવમાં ભાગ લેવા ઉમટી પડે છે.


આજે જન્માષ્ટમી:કાનુડાને વધાવવા ભાવિકોમાં થનગનાટ
 
-આજે 'નંદ ઘેર આનંદ ભયો' નો જયઘોષ કરાશે


 

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018


દેશભરમાં 650 શાખા, 3250 ડાક કેન્દ્ર થકી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકિંગ સેવા શરૂ



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સત્તાવાર રીતે શરૃઆત કરી હતી. આ સાથે જ દેશભરમાં આઈપીપીબીની ૬૫૦ શાખા અને ૩,૨૫૦ ડાક કેન્દ્રમાં કામ શરૃ થઈ ગયું છે. દેશની ૧.૫ લાખ પોસ્ટ ઓફિસ અને ત્રણ લાખથી વધુ ટપાલી, ગ્રામીણ ડાક સેવકોની મદદથી ઘરે ઘરે બેંક ખાતા ખોલાવાશે. આ બેંકોમાં ગ્રાહકોને ઝીરો બેલેન્સ સુવિધા ધરાવતા ત્રણ પ્રકારના બચત ખાતા ખોલાવવાની સુવિધા પણ મળશે તેમજ અન્ય બેંકોની મદદથી લોકોને લોન અને વીમા પણ અપાશે. 
આજે એશિયન ગેમ્સનો સમાપન સમારંભ : રાની રામપાલ ફ્લેગ-બેરર

 Image result for rani rampal flag bearer

- હવે વર્ષ ૨૦૨૨માં ચીનના હાંગઝોઉમાં ૧૯મી એશિયન ગેમ્સ રમાશે
- એશિયાડના ઈતિહાસમાં ભારતનો યાદગાર દેખાવ
 
ઈન્ડોનેશિયામાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સનું આવતીકાલે સમાપન થશે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની પરંપરા અનુસાર આવતીકાલના સમાપન સમારંભમાં મુખ્ય સ્ટેડિયમમાં પ્રજવલ્લિત મશાલને શમાવવામાં આવશે અને એશિયન ગેમ્સનો ફ્લેગ ૨૦૨૨ના યજમાન ચીનને સોંપવામાં આવશે. આવતીકાલના સમાપન સમારંભમાં ભારતીય ફ્લેગ બેરર તરીકે મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની પસંદગી કરવામાં આવી છે.