World Thalassemia Day - 8th May
જીવલેણ રોગ તરીકે જાણિતા થેલેસીમિયાના ગુજરાતમાં હજારો
દર્દીઓ
આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે. વિશ્વભરમાં 8 મે ના રોજ , વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી
કરવામાં આવે છે. જેથી આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ આવે , અને નિવારણની માહિતી ફેલાવી શકાય. ભારતમાં આશરે 3થી 4 કરોડ થેલેસેમિયાના દર્દી છે. આ
આંકડો ગુજરાતમાં 17 ટકા જેટલો ઊંચો છે. આ બીમારીમાં
સૌથી ગંભીર. બીટા થેલેસેમિયા મેજર છે.
થેલેસેમિયા ગ્રસ્તના શરીરમાં હિમોગ્લોબીનનું
ઉત્પાદન ઘટી જાય છે, અને તેને એનીમિયા થવાનું જોખમ વધી
જાય છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા માતા - પિતામાંથી આ રોગ તેમના બાળકોને થાય છે.
ભૂખ ન લાગવી, નબળો શારીરિક બાંધો, વિકાસમાં વિલંબ, માથાના કદમાં અસાધારણ વધારો વિગેરે
જેના લક્ષણ છે. આવા દર્દીને દર 15 દિવસે લોહી ચડાવીને હિમોગ્લોબીનની
માત્રા જાળવવી પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો