પવિત્ર રમઝાન માસની શરૂઆત
એક મહિનો મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઇબાદત માટે રાખશે
રોઝા
આજથી મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન માસની શરૂઆત થઇ
ગઇ છે. ગઈકાલે સાંજે રમઝાન માટે નમાઝ પઢવામાં આવ હતી , ગઈકાલે સાંજે ચાંદ દેખાયા બાદ રમઝાન મહિનો ,શરૂ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ઈસ્લામી કેલેન્ડરનો
આ નવમો મહિનો છે અને મુસ્લીમ સમુદાયના લોકો, સવારથી સૂર્યાસ્ત સુધી ભોજન અને પાણી બંને ત્યજે છે.
રમઝાનના અંતિમ દિવસને ઈદુર ફીતર ઉજવાય છે. રમઝાનના મહિનાને ત્રણ ભાગમાં
વહેંચવામાં આવ્યો છે. પ્રથમ દસ દિવસ રહેમત, બીજો હિસ્સો માફી જ્યારે ત્રીજો ભાગ
જન્નતથી આઝાદીનો છે. એટલે કે મુક્તિ પામવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ
કરીને રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પવિત્ર મહિનો સમાજમાં સોહાર્દ, ખુશી અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો