સફેદ છે દિલ્હીનો લાલ કિલ્લો, જાણો શા માટે દેખાય છે લાલ
દિલ્હી સ્થિત લાલ કિલ્લાની મુલાકાતે અનેક લોકો જાય છે.
લાલ કિલ્લાનું નિર્માણ આજના જ દિવસે એટલે કે 29 એપ્રિલ 1638ના વર્ષમાં થયું હતું. લાલ કિલ્લો તેની બેમીસાલ કલાકૃતિ માટે પ્રખ્યાત છે.
અહીં વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ લાલ કિલ્લાની એક વાત છે જેનાથી
લોકો અજાણ રહી જાય છે.
લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ પોતાની રાજધાનીને આગરાથી
પરિવર્તિત કરતી વખતે કર્યુ હતું. આ કિલ્લો બનતા 10 વર્ષનો
સમય લાગ્યો હતો. લાલ કિલ્લાનો નકશો અહમદ લાહોરીએ બનાવ્યો હતો. આ જ વ્યક્તિએ
તાજમહેલનો નકશો પણ બનાવ્યો હતો.
2007માં લાલ કિલ્લાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સ્થળોની
યાદીમાં કરવામાં આવ્યો. આ કિલ્લો 200 વર્ષ સુધી મુગલોનો
નિવાસ સ્થાન રહી ચુક્યો છે. લાલ કિલ્લાનું નામ તેના રંગ પરથી પડ્યું છે પરંતુ
હકીકતમાં તે સફેદ રંગનો બનાવવામાં આવ્યો હતો.
આ કિલ્લો સફેદ રંગના પથ્થરોથી બનેલો હતો. જેને ચૂના પથ્થર
કહેવામાં આવે છે. પરંતુ લાંબો સમય પસાર થતા સુધીમાં આ પથ્થરનો રંગ ખરાબ થવા
લાગ્યો. આ કારણે બ્રિટિશોએ તેના ઉપર લાલ રંગ કરાવ્યો. જો કે કેટલાક લોકો માને છે
કે આ કિલ્લો લાલ રંગનો જ છે પરંતુ તેવું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો