સોમવાર, 14 જાન્યુઆરી, 2019

14તારિખથી કુંભમેળો, જાણો શું છે નાગા સાધુઓના શાહી સ્નાનનુ મહત્વ


 
આવતીકાલથી પ્રયાગરાજ(અલ્હાબાદ જુનુ નામ)માં કુંભ મેળાની શરુઆત થઈ રહી છે.પહેલા દિવસે શાહી સ્નાન પણ થશે.જેનુ સાધુ સંતોમાં બહુ મહત્વ હોય છે.
એવુ કહેવાય છે કે આ સ્નાન કરવાથી સીધા સ્વર્ગના દરવાજા ખુલી જાય છે.સ્નાનના નિયત સમયે તમામ અખાડાઓના સાધુ સંતો સંગમ પર શાહી સ્નાન કરશે.આ માટે કયો અખાડો ક્યાં અને ક્યારે સ્નાન કરશે તે જગ્યા પણ નક્કી કરી દેવાય છે.નહીતર શાહી સ્નાન માટે અખાડાઓના સાધુઓ એક બીજાનુ લોહી વહાવતા પણ અચકાતા નથી.
આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.જેમાં 13 અખાડા સામેલ થાય છે.આ કોઈ વૈદિક પંરપરા નથી પણ એવુ મનાય છે કે 14 મીથી 16મી સદીની વચ્ચે દેશ પર મુગલ આક્રમણોની શરુઆત થઈ ત્યારે હિન્દુ શાસકોએ નાગા સાધુઓની મદદ લીધી હતી.
એ પછી સાધુઓની આક્રમકતા વધવા માંડી ત્યારે શાસકોએ તેમના પ્રતિનિધિઓને બોલાવીને કામની વહેંચણી કરી હતી.સાધુઓ પોતાને વિશેષ સમજે તે માટે તેમને કુંભ સ્નાનનો લાભ પહેલો આપવાની ઓફર કરી હતી.આ વખતે સાધુઓનો વૈભવ રાજાઓ જેવો હોય છે.જેના કારણે તેને શાહી સ્નાન કહેવામાં આવે છે.
જોકે એ પછી અખાડાઓએ શાહી સ્નાનને પોતાના સન્માન સાથે જોડી દીધુ હોવાથી આ માટે અખાડાઓ વચ્ચે સંઘર્ષ થવા માંડ્યો હતો.1710માં શૈવ અને વૈષ્ણવ અખાડા વચ્ચે શાહી સ્નાન માટે ખૂની લડાઈ થઈ હતી.
એ પછી બ્રિટિશરના શાસનકાળથી દરેક અખાડા માટે શાહી સ્નાનનો ક્રમ નક્કી કરાયો છે.જે હજી પણ ચાલ્યો આવે છે.શાહી સ્નાન માટે સાધુઓ પોતાની શક્તિ અને વૈભવનુ પ્રદર્શન કરીને જેને જે રીતે યોગ્ય લાગે તે રીતે આવે છે.એવુ મનાય છે કે શુભ મૂર્હતમાં ડુબકી લગાવવાથી અમર થવાનુ વરદાન મળે છે.
શાહી સ્નાન બાદ જ આમ લોકોને પાણીમાં ડુબકી લગાવવાની મંજૂરી હોય છે.સવારે ચાર વાગ્યાથી તેની શરુઆત થઈ જાય છે.કુંભ મેળવામાં આ વખતે 14 જાન્યુઆરીથી 4 માર્ચ દરમિયાન આઠ દિવસ શાહી સ્નાનની તારીખો નક્કી થઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો