ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018

૨૦૧૮ના પ્રથમ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો વિશ્વભરના લોકોએ માણ્યો



-૧૫૦ વર્ષે યોજાયેલી અદ્ભુત ખગોળીય ઘટના

- નાસાએ લાઇવ ટેલિકાસ્ટ કર્યું : હવે પછી ૨૦૩૭માં આવું જ ચંદ્રગ્રહણ જોવા મળશે

આજે ખગોળ ક્ષેત્રે સુપરમુન, બ્લડ મુન અને બ્લ્યૂ મુન તરીકે ઓળખાતા ૨૦૧૮ના પ્રથમ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વના લોકોએ આ અદ્ભુત દ્રશ્ય જોયું હતું. ૧૫૦ વર્ષ પછી આવું ચંદ્રગ્રહણ પ્રથમ વાર સર્જાયું હતું. ફરીવાર તે ૨૦૩૭માં જોવા મળશે.

ગ્રહણ સમયે શરુઆતમાં ચંદ્ર લાલ રંગનો બન્યો હતો અને ધીમે ધીમે તેના પર સંપૂર્ણ અંધકાર છવાયો હતો તેને સુપર મુન કહે છે આજનો ચંદ્ર ૩૦ ટકા વધુ તેજસ્વી અને ૧૪ ટકા વધુ મોટા હતા.




અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ તેનું લાઇવ ટેલિકાસ્ટ કરેલું નાસાએ તેની પ્રથમ તસ્વીર મોકલી હતી. સમગ્ર વિશ્વમાં આ ચંદ્રગ્રહણ દેખાયું હતું આજે ૬.૨૧થી રાત્રે ૯.૩૮ પૂર્ણ થયું હતું. અવકાશી અવલોકન કરનારા સેંકડો શોખીનોએ આ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જાય છે ચંદ્ર ગ્રહણ જોવા માટે કોઈ તૈયારીની જરૃર નથી. નરી આંખે જોઈ શકાય છે પરંતુ ટેલિસ્કોપ વડે જોવાની મજા કંઈક જુદી છે. ઘણા શહેરોમાં આ ચંદ્રગ્રહણ નિહાળવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલહીના નેહરૃ તારામંડળમાં પણ આવી સુવિધા કરાઈ હતી.


ચંદ્રગ્રહણ નિમિત્તે દેશભરના મંદિરોમાં આરતીના સમય બદલાયા હતા અને ચંદ્રનો મોક્ષ થયા પછી જ આરતી કરવામાં આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો