સોમવાર, 1 જાન્યુઆરી, 2018

વડાપ્રધાનની વર્ષની છેલ્લી 'મન કી બાત': મહેરમ પ્રથા કરી રદ

- મુસ્લિમ મહિલાઓ એકલી જઇ શકશે હજ યાત્રા પર: નરેન્દ્ર મોદી

- આ વર્ષે જ 1300 મુસ્લિમ મહિલાઓએ એકલા હજ પર જવા માટે અરજી કરી - ઘણાં મુસ્લિમ દેશોમાં પણ આવી પ્રથા નથી નવી

તીન તલાક વિરૂદ્ધ લોકસભામાં બીલ પસાર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજ યાત્રાને લઇને મુસ્લિમ મહિલાઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની છેલ્લી મન કી બાતમાં પુરૂષ વિના મહિલાઓને હજ યાત્રા પર રોકને ભેદભાવ જણાવતા કહ્યું કે, તેમની સરકારે આ પ્રથા બંધ કરી છે.

હવે મુસ્લિમ મહિલાઓ પુરૂષો વિના હજ યાત્રા પર જઇ શકશે. નવી હજ નીતિ મુજબ 45 વર્ષથી વધારે ઊંમરની ચાર કે તેથી વધારે મહિલાઓ હવે મહેરમ વિના હજ યાત્રા પર જઇ શકશે. અત્યાર સુધી મહિલાઓને હજમાં જવા માટે મહેરમની જરૂર પડતી હતી. મહેરમ એટલે એવો વ્યક્તિ જેની સાથે મહિલાના નિકાહ ના થઇ શકે. જેમ કે, પિતા, સગો ભાઇ, પુત્ર, પૌત્ર. વડાપ્રધાને પોતાની મન કી બાતમાં આ વિશે જણાવ્યું કે, જ્યારે મને જાણ થઇ કે જો કોઇ મુસ્લિમ મહિલા હજ યાત્રા પર જવા ઇચ્છે તો તે પુરૂષ સભ્ય વગર જઇ શકે નહિ ત્યારે આ ભેદભાવથી હેરાન હતો. પરંતુ હવે મહિલાઓ એકલી હજ યાત્રા પર જઇ શકશે.


અમે આ નિયમ બદલ્યો અને આ વર્ષે જ 1300 મુસ્લિમ મહિલાઓએ પુરૂષ સભ્ય વિના હજ પર જવા માટે અરજી કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આઝાદીના 70 વર્ષબાદ પણ મહિલાઓ આવો ભેદભાવ હોવાના કારણે હું હેરાન છું. તેમજ માત્ર આપણે જ એકલા છીએ જેણે મહિલાઓને એકલા હજ પર જવા રોક લગાવેલી હતી. ઘણાં મુસ્લિમ દેશોમાં પણ આવું નથી. અમે આ પરંપરાને હટાવી છે. સામાન્યપણે હજમાં લોટરી પદ્ધતિથી મોકલવામાં આવે છે પરંતું એકલા હજ પર જવાની અરજી કરનાર મહિલાઓ માટે લોટરી પદ્ધતિ અલગ વ્યવસ્થા કરવામાં આવે તેમ મેં લઘુમતિ મામલાના મંત્રાલયને મેં સુચન કર્યું છે. મહિલાએને પુરૂષ સમાન અધિકાર મળે જેથી વિકાસના માર્ગે મહિલાઓ પણ સાથે આગળ વધી શકે. તેમ જણાવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો